નુબ્રા વેલી-જમ્મુ અને કશ્મિર(લદ્દાખ)-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો આ પ્રદેશ લદ્દાખ ખીણના ઉત્તરપૂર્વીય ભાગ પર આવેલ છે અને તેને ઘણીવાર ફૂલોની ખીણ તરીકે ઓળખવામાં આવે છે.લદ્દાખની નુબ્રા ખીણ બરફથી ઢંકાયેલી પર્વતમાળાઓ, બેક્ટ્રિયન ઊંટ અને છૂટાછવાયા બગીચાના ભવ્ય દૃશ્ય માટે જાણીતી છે નુબ્રા વેલી આ રણ વિસ્તારને પ્રેમથી ‘ધ લાસ્ટ શાંગરી-લા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.લદ્દાખના શુષ્ક પર્વતોની વચ્ચે વસેલી નુબ્રા ખીણ જેટલી ઉબડખાબડ છે લદ્દાખ તેની અલૌકિક સુંદરતાને કારણે ભારતના તાજ તરીકે ઓળખાય છે. બોર્ડરના છેવાડે આવેલું આ જાદુઈ અને અન એક્સપ્લોર સ્થળ તમારું ધ્યાન આકર્ષિત કરવામાં કોઈ કમી રાખશે નહિ.નુબ્રા […]
*પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રાણ છે. -પ્રાણઃમુખ અને નાક દ્રારા લેવાય અને મુકામ;શ્વાસની-પ્રશ્વાસની ક્રિયા સાથે તે સંબંધિત છે. સામાન્ય મનુષ્યની ધર્મ, અર્થ, વિધા પ્રતિની આસક્તિ પ્રાણવાયુના પ્રભાવને લીધે છે -અપાનઃ દેહમાં પ્રાણવાયુની નીચે તેનું સ્થાન છે તે પ્રાણવાયુથી બળવાન છે ઍટલે કે તેને નીચે તરફ ખેંચી ત્યાં પકડી રાખવાનો પ્રયાસ કરે છે. અપાન વાયુ શરીરમાં રહેલ રસ,ધાતુ,શુક્ર,મુત્ર,મળ વગેરેને નીચે તરફ અભિમુખ કરવાનું કામ કરે છે. -સમાન: સાથે હોવુ તે,સહનિવાસ સહસ્થિતિ,સમાનવાયુ પ્રાણ અને અપાન વચ્ચે સહનિવાસ કરે છે સમાનવાયુ પ્રાણ અને અપાનવાયુની અપેક્ષા એ બળવાન છે તે […]
યુમથાંગ વેલી-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો સિક્કિમની મુલાકાત લેવા માટે ઉનાળો શ્રેષ્ઠ મોસમ છે. જો કે અહીં એવી ઘણી જગ્યાઓ છે જે જોવા લાયક છે, પરંતુ એક જગ્યા એવી છે જેને જોયા વિના અહીંની સફર અધૂરી છે અને તે છે યુમથાંગ વેલી. જેને વેલી ઓફ ફ્લાવર્સ પણ કહેવામાં આવે છે. ફેબ્રુઆરીથી જૂન સુધી આ ઘાટી ફૂલોથી ઢંકાયેલી રહે છે.સિક્કિમમાં એક ખૂબ જ સુંદર જગ્યા છે જ્યાં તમને સ્વર્ગ જેવું લાગે છે, જેનું નામ યુમથાંગ વેલી છે. સિક્કિમની રાજધાની ગંગટોકથી લગભગ 140 કિમી ઉત્તરમાં યુમથાંગ વેલી સ્થિત છે. જેને “વેલી ઓફ ફ્લાવર્સ” […]
ગુરુડોંગમાર તળાવ-સિક્કિમ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો સિક્કિમમાં ગુરુડોંગમાર તળાવ ચમકતા અને બર્ફીલા પાણી સાથે આકર્ષક નજારાઓ માટે પ્રખ્યાત છે તિસ્તા નદી જ્યાંથી ઉદભવે છે તે ગુરુડોંગમર તળાવ ખૂબ ઊંચાઈ પર આવેલુ તળાવ છે. તે કાંચનગ્યાઓ પર્વતની રેન્જમાં આવેલું છે. વાયકા મુજબ આ વિસ્તાર એક સમયે સૂકોભઠ હતો અને આ તળાવ આખું વર્ષ થીજેલુ રહેતુ હતુ. તમે આ તળાવની આજે મુલાકાત લો તો શિયાળામાં પણ તળાવનો એક નાનો હિસ્સો થીજ્યા વિનાનો રહે છે. આ એક મિસ્ટ્રી છે. લોકવાયકા મુજબ એક સમયે બૌદ્ધ ગુરુ પદ્મસંભવના ચરણનો સ્પર્શ આ તળાવને થયો હતો અને લોકોનું […]
આમ જુવો તો અહીંયા કોઈ કોઈને કોઈની પડી નથી, બીજાના માટે તો શું,પોતાના માટે પણ એક ઘડી નથી. મશગુલ છે સહુ પોત પોતાની મસ્તીમાં મદમસ્ત થઈ, કોણ હસે છે,કોણ રડે છે એવી ફિકર કોઈ નડી નથી. સતત જાગતું રહે છે,સતત ધબકતું રહે છે આ શહેર, નિરાંતની એક પળ પણ હજુ ક્યાંય કોઈને જડી નથી. ત્રસ્ત છે,થોડી મસ્ત છે જિંદગી થોડી અસ્તવ્યસ્ત છે, શોધે છે સમાધાન સમસ્યાઓનું જેની કોઈ કડી નથી. ભૂખ્યા,નગ્ન બાળકો ને સરેઆમ લૂંટાતી આબરૂ વચ્ચે, હ્રદય દ્રાવક દૃશ્યો જોઈને પણ આંખ કોઈની રડી નથી. સાવ ગંધાતા, સડેલા વિચારો […]
લોનાર તળાવ-મહારાષ્ટ્ર-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો પૃથ્વી પર તળાવ એ પાણીનો કુદરતી સંગ્રહ છે. જમીનની સપાટી પર ઊંડા ખાડા હોય ત્યાં તળાવ સર્જાય છે. તળાવમાં નદી કે ઝરણાનું પાણી સંગ્રહ થતું હોય છે. પરંતુ મહારાષ્ટ્રનું લોનાર સરોવર અનોખું છે.લાખો વર્ષ પહેલા પૃથ્વી પર કોઈ મોટો અવકાશી પદાર્થ પડવાથી ઊંડો ખાડો પડયો. આ ખાડો ચોકસાઈપૂર્વક ગોળાકાર બનેલો અને આ તળાવ બન્યું. મહારાષ્ટ્રના બુલદાન જિલ્લામાં લોનાર સરોવર આવેલું છે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સમુદ્રની સપાટીથી 1200 મીટર ઉંચાઈ પર આવેલું લોનાર તળાવ ભારતનું ખારા પાણીનું છે.લોનાર સરોવરથી આશરે 700 મીટરને અંતરે આકાર અને લક્ષણોમાં […]
વેલી ઑફ ફ્લાવર્સ-ઉત્તરાખંડ-ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો સમગ્ર હિમાલય પર્વતમાળા અને તળેટીમાં કુદરતી સૌંદર્ય અપરંપાર છે. વેલી ઓફ ફ્લાવર્સ હિમાલયની ગોદમાં આવેલું કાશ્મીર પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે અલ્પાઇન ફૂલ અને ઘાસના મેદાનો વાળા પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. આ ફૂલોની આ ખીણમાં કુદરતી સૌંદર્યનો ખજાનો છે. હિમાલયના ઢોળાવ પર આવેલી આ ફૂલોની ખીણ ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. ૩૨૦૦ થી ૩૫૦૦ મીટરની ઊંચાઈએ, ૩૫૦૦થી ૩૭૦૦ મીટરની ઊંચાઈએ અને ૩૭૦૦ કરતાં વધુ ઊંચાઈએ એમ ત્રણ સ્તરમાં વિવિધ પ્રકારના વૃક્ષો અને ફૂલછોડ ઊગે છે. કેટલાંક ફૂલો તો વિશ્વમાં ક્યાંય જોવા ન મળે તેવા […]