જીવનરૂપી રથ પ્રગતિ સાધે તે માટે શું કરવું? * એને ચાર અશ્વો જોડવાઆ અશ્વો જુદી જાતના છે (૧)પરોપકાર (૨)ઇન્દ્રિયો પરનો સંયમ. (૩ સામર્થ્ય (૪)બુધ્ધિમતા -ચાર અશ્વોથી હંકારતા જીવનરથમાં સામર્થ્ય અને બુધ્ધિમતાના અશ્વોને આગળ ન રાખી શકાય, કારણ કે સામર્થ્ય અને બુધ્ધિનો થઈ દુરપયોગ થઈ શકે છે. એટલે જીવનરથને આગળ ધપાવવા ઇન્દ્રિય નિયમન અને પરોપકારના અશ્વ આગળ રહે અને પરોપકારની પાછળ સામર્થ્યનો અને ઇન્દ્રિયનિયમનની પાછળ બુધ્ધિનો અશ્વ રહે. – એટલે કે સામર્થ્યનો ઉપયોગ પરોપકાર માટે અને બુધ્ધિનો ઉપયોગ ઇન્દ્રિયોને નિયમનમાં રાખવા માટે થાય.
ક્રોધ,લોભ, મોહ,મદ અને મત્સરને શા માટે શત્રુઓ ગણવામાં આવે છે ? * આ બધી વૃતિઓ બહિમ્રુખ છે અને જીવનશક્તિને હણે છે. -આ વૃતિઓ આપણને સ્થિર રહેવા દેતી નથી.જેમ તલવાર એ કોઈપણ પરિસ્થિતિમાં તલવાર જ છે; એનો પ્રધાન ધર્મ કોઈને મારવાનો છે તેમ કામ-ક્રોધ આદિ વૃતિઓ ધીમા ઝેર જેવી તો છે જ;પણ સાત્વિક ગુણ ધરાવતી વ્યક્તિ તામસી પ્રવૃતિ ધરાવતી વ્યક્તિ જેમ તલવારનો ઉપયોગ નહી કરે,તેમ સંયમી પુરુષની ઇન્દ્રિયો આવી વૃતિઓને દાદ નહી આપે અને કયારેક સહેજ ચુક થશે તો તેમાંથી પાછા ફરી જવાનું શકય છે જયારે અસાવધાને આ વૃતિઓ મારવાનું કામ […]
જે નકામુ છે નિકૃષ્ટ છે તેને છોડવાનો ઉપાય કયો? * જે ઉતમ છે તેની પ્રાપ્તિમાં લાગી જવુ.જે નકામુ છે તેને છોડવાની મહેનત કરવાની જરુર નથી.રત્ન હાથમાં આવતા કાચનો ટુકડો કોણ પકડી રાખે ? * ઉત્તમનો અનુભવ થવાથી જે હીન છે,અધમ કે નિકૃષ્ટ છે તે છુડી જાય છે. * અનુભવી સંતો કહે છે કે અંધકાર સામે લડવાની જરુર નથી.એનો તિરસ્કાર કે નિંદા કરવાની આવશ્યકતા નથી,દીવો પ્રગટાવવાની જરુર છે
જીવ કોને કહેવો ? * વિષયો સહિતનું ચૈતન્ય તે જીવ. -જે પોતાને કર્તા- ભોકતા માને છે અને પોતાનામાં મર્યાદિત શક્તિ છે, અજ્ઞાન રહેલું છે,પોતે અસમર્થ છે,પરાધિન અને પરિછિન્ન છે એમ માનીને અનિત્ય પદાર્થોમાં અહંતા – મમતા આરોપી પોતાને નિષ્કારણ સુખી – દુખી માને છે તે જીવ છે, દશ્યો સાથે સંકળાઈ જાય, દશ્ય પદાર્થના રંગે રંગાઈ જાય,’મારુ – તારુ’ની મોહજાળમાં લપટાઈ જાય તે જીવ છે.