ઋણાનુંબંધ કયારે ન ગણાય?

ઋણાનુંબંધ કયારે ન ગણાય? *કોઈ સામે ચાલીને અને અપેક્ષા વિના મદદ કે સહાય કરવા આવે ત્યાં ઋણાનુબંધ નથી.

સૂક્ષ્મ બાબતો કયારે સમજાય છે?

સૂક્ષ્મ બાબતો કયારે સમજાય છે? * બુધ્ધિ એકાગ્ર,નિર્મળ અને સત્યાનુસંધન કરનારી બને ત્યારે.

જીવાત્મા પરના પડદાને દૂર કરવાનાં સાધનો કયાં ?

જીવાત્મા પરના પડદાને દૂર કરવાનાં સાધનો કયાં ? * શ્રધ્ધા. – અધ્યાત્મમાં ચિત્તની પ્રસન્નતાને શ્રધ્ધા કહેવામાં આવે છે;તેને લીધે સાધનામાં અભિરુચિ જાગે છે અને વિશ્વાસમાં દઢતા આવે છે. * વીર્ય. – શ્રધ્ધામાંથી ઉત્પન્ન થતાં ઉત્સાહ અને તત્પરતા. * સ્મૃતિ. – જેનાથી કર્તવ્યકર્મની નિત્ય જાગૃતિ રહે. * સમાધિ. -શુધ્ધ ચિતની એકાગ્ર અને સ્થિર અવસ્થા. પ્રજ્ઞા. – સમાધિમાં રહેલા એકાગ્ર ચિત્તને જે વિવેકજ્ઞાન પ્રાપ્ત થાય તે.

નાચતા ભેળા જે નેહથી વસંતના એ વ્હાલ ક્યાં માન ને વળી મર્યાદની ચૂકતા નહી એ ચાલ ક્યાં ! ભોજાઇ દેરને ભીંજવતા હરખને હેતના હાલથી ત્રાંબાળુ ઢોલ શરણાઈ તણા તાળીયુને એ તાલ ક્યાં ! બાલુડા રંગતા એ બજારમા ગોરા હાથથી ગાલને નમણી ગામની નારીયુ ને શાણી હાલતી એ ચાલ ક્યાં ! દેતા નોતરા દેવ દેવીને ધરમ તણી ભરોસે ઢાલથી હાલ થયા આવા હરિવરા ફાગણે કેસુડા એ ફાલ ક્યાં ! ભૂપત કહે ઘણાને ભળવુ ગીત અબિલ ગુલાલથી એ વ્રજમા રંગ ઉડાડતો નંદનો લાડકો એ લાલ ક્યાં ! રચના : આહિર ભૂપત ભાઈ […]

પરમાત્મા અને આપણી  વચ્ચે આડુ શું આવે છે?

પરમાત્મા અને આપણી વચ્ચે આડુ શું આવે છે? * ઇચ્છાશક્તિ,ક્રિયાશક્તિ અને અજ્ઞાનનાં આવરણો. *કોઈને કોઈ પ્રકારની પકડ. -મનુષ્ય પ્રયત્ન કરી એક પકડમાંથી છુટે તો બીજી પકડમાં આવી જાય છે અને તેને એનો ખ્યાલ પણ રહેતો નથી.

પરમ તૃપ્તિનો અનુભવ કયારે થાય?

પરમ તૃપ્તિનો અનુભવ કયારે થાય? * વિષય માત્ર ખરી પડે ત્યારે.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors