પાઘડી ના પ્રકાર ને પાઘડી ની પરખ ! મોરબીની ઇંઢોણી ને ગોંડલની ચાંચ, જામનગરનો ઊભો પૂળો, પાઘડીએ રંગ પાંચ. બારાડીની પાટલિયાળી, બરડે ખૂંપાવાળી ઝાલાવાડની આંટિયાળી, કાળી ટીલીવાળી. ઓખાની પણ આંટિયાળી, ભારે રુઆબ ભરેલી, ઘેરીને ગંભીર ઘેડની, જાતાં આંખ ઠરેલી, સોરઠની તો સીધી સાદી, ગિરનું કુંડાળું, ગોહિલવાડની લંબગોળ, ને વળાંકી વધરાળું. ડાબા કે જમણા પડખાંમાં, એક જ સરખી આંટી, કળા ભરેલી કાઠિયાવાડની, પાઘડી શીર પલાંટી. ભરવાડોનું ભોજપરું, ને રાતે છેડે રબારી, પૂરી ખૂબી કરી પરજિયે, જાડા ઘા ઝીલનારી. બત્તી જૂનાગઢ બાબીઓની, સિપાઇને સાફો, ફકીરોનો લીલો ફટકો, મુંજાવરને માફો. વરણ કાંટિયો વેપારી […]

મૌન પ્રાર્થના વધુ અસરકારક ખરી ? મૌન પ્રાર્થના વધુ અસરકારક ખરી ?

મૌન પ્રાર્થના વધુ અસરકારક ખરી ? * હા. મૌનમાં મનની અપાર શાંતિ હોય તે આવશ્યક છે. મૌન એટલે શાબ્દિક મૌન નહી પણ વૈચારિક મૌન.મૌન એટલે મનની નીરવ અવસ્થા;ભાવાવસ્થા.એજ પ્રાર્થના. * મનની આવી સ્થિતિમાં પ્રાર્થના થઈ જાય છે,કરવી પડતી નથી.એમાં ચેતના સ્પંદિત થઈ ઊઠે છે અને એ સ્પંદનોનો આપણને અનુભવ થાય છે. * આપણી અંદરની ચૈતન્યશક્તિ ગુંજારવ કરે અને આપણે સાંભળીએ તે પ્રાર્થના અસરકારક જ ગણાય ને?

એ જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો…આપજે રે જી… એ જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું… કાપજે રે જી.. માનવીની પાસે કોઈ…. માનવી ન આવે…રે… તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે આવકારો મીઠો આપજે રે કેમ તમે આવ્યા છો ?… એમ નવ કે’જે…રે… એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે – આવકારો મીઠો… આપજે રે વાતું એની સાંભળીને… આડું નવ જોજે….રે… એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે – આવકારો મીઠો… આપજે રે ‘કાગ’ એને પાણી પાજે… સાથે બેસી ખાજે..રે…. એને […]

હાં…મણિયારો તે મણિયારો તે હલું હલું થઈ રે વિયો રે… મુઝા દલડાં ઉદાસીમાં હોય રે છેલ મુઝો, વરગાણી મણિયારો હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો….. હાં…મણિયારો તે કળાયેલ મોરલો રે કાંઈ હું રે ઢળકતી ઢેલ રે છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો….. હાં…મણિયારો તે મહેરામણ મીઠડો કંઈ હું તો સમદરિયાની લહેર રે હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો….. હાં…મણિયારો જી અષાઢીલો મેહુલો રે કાંઈ હું તો વાદળ કેરી વીજ રે છેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો….. હાં…અણિયાળી રે ગોરી તારી આંખડી રે હાં રે હુ રે આંજેલ એમાં મેશ રે છેલ મુઝો, વરણાગી […]

ચતુર્દશોધ્યાય: ગુણત્રયવિભાગયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૭

સર્વદ્વારેષુ દેહેઽસ્મિન્પ્રકાશ ઉપજાયતે । જ્ઞાનં યદા તદા વિદ્યાદ્વિવૃદ્ધં સત્ત્વમિત્યુત ॥ ૧૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ દેહમાં સર્વ ઇન્દ્રિયોમાં જયારે જ્ઞાનનો પ્રકાશ પડે, ત્યારે સત્વની વૃદ્ધિ થઇ છે એમ માનવું.॥ ૧૧॥ લોભઃ પ્રવૃત્તિરારમ્ભઃ કર્મણામશમઃ સ્પૃહા । રજસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભ ॥૧૨॥ ગુજરાતી ભાંષાન્તરઃ ગુજરાતી ભાંષાન્તરઃ હે ભરતશ્રેષ્ઠ ! લોભ,પ્રવૃત્તિ,કર્માંરંભ, ઉચ્છુંખલતા અને ઈચ્છા એ સર્વ ચિન્હો રજોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે. ॥૧૨॥ અપ્રકાશોઽપ્રવૃત્તિશ્ચ પ્રમાદો મોહ એવ ચ । તમસ્યેતાનિ જાયન્તે વિવૃદ્ધે કુરુનન્દન ॥ ૧૩॥ ગુજરાતી ભાંષાન્તરઃ વિવેકનો નાશ , કંટાળો, દુર્લક્ષ અને મોહ એ તમોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે.॥ ૧૩॥ યદા સત્ત્વે પ્રવૃદ્ધે તુ […]

ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૨ અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ । એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા ॥ ૧૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ ધ્યાત્મજ્ઞાન માં નિષ્ઠા રાખવી,તત્વજ્ઞાન નો વિચાર કરવો.આ જ્ઞાન કહેવાય છે. આનાથી વિરુદ્ધ છે તે અજ્ઞાન કહેવાય છે. ॥ ૧૧॥ જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે । અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે ॥ ૧૨॥ ગુજરાતી ભાંષાન્તરઃ જે જાણવા યોગ્ય છે,જેને જાણવાથી જીવ ને મોક્ષ મળે છે,તે વિષે હવે તને કહું છું, તે અનાદિ સર્વોત્કૃષ્ટ બ્રહ્મને સત્ પણ કહી શકાય તેમ નથી અને અસત્ પણ કહી શકાય તેમ નથી.॥ ૧૨॥ સર્વતઃ પાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્ । સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ॥ […]

કર્તાપણાનું અભિમાન શા માટે ન રાખવું?

* પાંચ કારણૉ ભેગાં થાય તો જ કર્મ સંપુર્ણપણ્ર પાર પડે છે એવું ગીતાકારનું દર્શન છે. * પાંચ અંગો આ પ્રમાણે છે ૧, અધિષ્ઠાન. – જેનો આશ્રય લઈને કર્મ કરવાનું છે તે સ્થાનને અધિષ્ઠાન કહેવાય. જીવ દેહનો આશ્રય કઈ કર્મ કરે છે માટે દેહ એ અધિષ્ઠાન છે. દેહ વિના કર્મ ના થઈ શકે. લુહારને માટે લોઢું અધિષ્ઠાન છે, ખેડુતને માટે જમીન અધિષ્ઠાન છે. ૨, કર્તાની હાજરી અને તેનો કર્મ કરવા માટેનો સહકાર. – દેહ હોય પણ જીવ કર્મ કરવા તૈયાર ન થાય તો કર્મ કેવી રીતે થવાનું? એની સહાય કે […]

અર્જુન ઉવાચ । પ્રકૃતિં પુરુષં ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞમેવ ચ । એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ ॥ ૧॥ અર્જુન કહે છે-પ્રકૃતિ અને પુરુષ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ,જ્ઞાન અને જ્ઞેય -આ બધાં વિષે હું જાણવા ઈચ્છું છું. (નોંધ-કેટલાંક પુસ્તકોમાં આ શ્લોક પાછળ થી ઉમેરાયો છે,એમ ટીકાકારો માને છે,જો આ શ્લોક નો ઉમેરો કરવામાં આવે તો ગીતાના કુળ શ્લોકો ની સંખ્યા ૭૦૧ ની થશે.એટલે આ શ્લોક ને નંબર આપ્યો નથી) ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે । એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ॥ ૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ ભગવાન કહે: હે કોંતેય !આ દેહ “ક્ષેત્ર ‘કહેવાય […]

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors