ત્રયોદશોધ્યાય: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ શ્ર્લોક નં ૧૧ થી ૨૨ અધ્યાત્મજ્ઞાનનિત્યત્વં તત્ત્વજ્ઞાનાર્થદર્શનમ્ । એતજ્જ્ઞાનમિતિ પ્રોક્તમજ્ઞાનં યદતોઽન્યથા ॥ ૧૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ ધ્યાત્મજ્ઞાન માં નિષ્ઠા રાખવી,તત્વજ્ઞાન નો વિચાર કરવો.આ જ્ઞાન કહેવાય છે. આનાથી વિરુદ્ધ છે તે અજ્ઞાન કહેવાય છે. ॥ ૧૧॥ જ્ઞેયં યત્તત્પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વામૃતમશ્નુતે । અનાદિમત્પરં બ્રહ્મ ન સત્તન્નાસદુચ્યતે ॥ ૧૨॥ ગુજરાતી ભાંષાન્તરઃ જે જાણવા યોગ્ય છે,જેને જાણવાથી જીવ ને મોક્ષ મળે છે,તે વિષે હવે તને કહું છું, તે અનાદિ સર્વોત્કૃષ્ટ બ્રહ્મને સત્ પણ કહી શકાય તેમ નથી અને અસત્ પણ કહી શકાય તેમ નથી.॥ ૧૨॥ સર્વતઃ પાણિપાદં તત્સર્વતોઽક્ષિશિરોમુખમ્ । સર્વતઃ શ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ ॥ […]
* પાંચ કારણૉ ભેગાં થાય તો જ કર્મ સંપુર્ણપણ્ર પાર પડે છે એવું ગીતાકારનું દર્શન છે. * પાંચ અંગો આ પ્રમાણે છે ૧, અધિષ્ઠાન. – જેનો આશ્રય લઈને કર્મ કરવાનું છે તે સ્થાનને અધિષ્ઠાન કહેવાય. જીવ દેહનો આશ્રય કઈ કર્મ કરે છે માટે દેહ એ અધિષ્ઠાન છે. દેહ વિના કર્મ ના થઈ શકે. લુહારને માટે લોઢું અધિષ્ઠાન છે, ખેડુતને માટે જમીન અધિષ્ઠાન છે. ૨, કર્તાની હાજરી અને તેનો કર્મ કરવા માટેનો સહકાર. – દેહ હોય પણ જીવ કર્મ કરવા તૈયાર ન થાય તો કર્મ કેવી રીતે થવાનું? એની સહાય કે […]
અર્જુન ઉવાચ । પ્રકૃતિં પુરુષં ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞમેવ ચ । એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ ॥ ૧॥ અર્જુન કહે છે-પ્રકૃતિ અને પુરુષ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ,જ્ઞાન અને જ્ઞેય -આ બધાં વિષે હું જાણવા ઈચ્છું છું. (નોંધ-કેટલાંક પુસ્તકોમાં આ શ્લોક પાછળ થી ઉમેરાયો છે,એમ ટીકાકારો માને છે,જો આ શ્લોક નો ઉમેરો કરવામાં આવે તો ગીતાના કુળ શ્લોકો ની સંખ્યા ૭૦૧ ની થશે.એટલે આ શ્લોક ને નંબર આપ્યો નથી) ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે । એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ॥ ૧॥ ગુજરાતી ભાંષાન્તરઃ ભગવાન કહે: હે કોંતેય !આ દેહ “ક્ષેત્ર ‘કહેવાય […]