અનાસકય મનુષ્ય કોને કહેવો?

અનાસકય મનુષ્ય કોને કહેવો? * જેનું શરીર કાર્યરત હોય પણ મન શાંત અને નિશ્ચલ હોય. * જે જીવનને જેવું છે તેવું સ્વિકારે. * જે પરિગ્રહોથી મુકત હોય. * જે સહજ ભાવે મળેલાથી સંતુષ્ટ હોય. * સુખ-દુખ આદિ દ્રન્દ્રોથી મુકત હોય,રાગ-દ્રેષ રહિત હોય અને સફળતા-નિષ્ફળતા પરત્વે તટસ્થ હોય.

વિષ્ણુનારાયણ ભાતખંડે

ભારતીય સંગીતના પ્રગઢ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનો જન્મ તા.૧૦-૮-૧૮૬૦ના રોજ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં સંગીતના સંસ્કારો પડ્યા હતા. વકીલાતમાં મન ન પરોવાતા સંગીત સાધનામાં રત રહેવાનો નિર્ણય કર્યો. સંગીતવિષયક ગ્રંથો તેમણે વાંચ્યા. સમગ્ર ભારતમાં પ્રવાસ કરી કેટલાય વિદ્વાનો સાથે તેમણે ચર્ચા કરી. ઉત્તર તથા દક્ષિણ ભારતની સંગીત પદ્ધતિઓનો સુમેળ કરવાનું શ્રેય શ્રી ભાતખંડેને ફાળે જાય છે, તેમણે લક્ષસંગીત, હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ, ક્રમિક માલિકા જેવા ગ્રંથોનું લેખન કર્યું. ભાતખંડેજીનું લેખનકાર્ય જોતા આજેય અભ્યાસુઓ દંગ રહી જાય છે. જુદા જુદા ગવૈયાને મુંબઈ લાવીને તેમની પાસેથી તેમણે ચીજો એકઠી કરી હતી. ઈ.સ.૧૯૩૬માં […]

તખ્તેશ્વર મહાદેવ ભાવનગર

તખ્તેશ્વર મહાદેવનું મંદિર ભાવનગરની આગવી ઓળખ સમાન છે. શહેરની મધ્યમાં ટેકરી પર આવેલું આ સુંદર મજાનું મંદિર ગુજરાતનાં પ્રાચીન મંદિરો પૈકીનું એક છે. ઈ.સ. ૧૮૯૩માં ૧૯મી સદીની શૈલીથી બનાવાયેલા આ મંદિર આરસપહાણમાંથી બનાવાયું છે. ભાવનગરના સદ્ગત મહારાજા તખ્તસિંહજીએ બનાવેલ આ ભવ્ય મંદિરના પરિસરમાંથી ચોતરફ પથરાયેલા ભાવનગર શહેરનું ભવ્ય દૃશ્ય જોવા મળે છે. મંદિરના વિશાળ આરસ મઢેલા ચોકની પાળીએ બેસીને ભાવનગરની રોનક માણવા જેવી છે. તેથી જ ભાવનગરની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે તખ્તેશ્વરની મુલાકાત વગર ભાવનગરની મુલાકાત અધૂરી ગણાય છે.

સજજન વ્યક્તિનાં તરી આવતાં લક્ષાણૉ કયાં ?

સજજન વ્યક્તિનાં તરી આવતાં લક્ષાણૉ કયાં ? * શાંત અને નિર્મળ સ્વભાવ. * સૌ પ્રત્યે આદર. * વિવેકયુક્ત આચરણ. * નીતિ-નિયમોનું પાલન. * પરહિતને પોતાનું હિત સમજવું. * અન્યના દુ;ખને પોતાનું દુ;ખ માનવું. * ક્ષમાવ્રુતિ અને નમ્રતા

ગુજરાત ના નૃત્યો ની વિશેષતા

ગુજરાત ના નૃત્યો ની વિશેષતા (૧) ગરબો : ગરબો શબ્‍દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્‍યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્‍યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્‍ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે. (૨) રાસ : હલ્‍લીસક અને લાસ્‍ય નૃત્‍યમાંથી તેનો જન્‍મ થયો છે. વૈષ્‍ણવ સંપ્રદાયની અસર વધતાં રાસ લોકપ્રીય બન્‍યો છે. (૩) હાલીનૃત્‍ય : હાલીનૃત્‍ય સુરત જિલ્‍લામાં દૂબળા આદિવાસીઓનું નૃત્‍ય છે. એક પુરુષ અને એક સ્‍ત્રી ગોળાકારમાં ગોઠવાઇને, કમ્‍મર ઉપર હાથ રાખીને નાચે છે. સાથે ઢોલ અને થાળી […]

કોથમીર પરાઠા બનાવવા માટેની સામગ્રી: ૪ કપ ઘઉં નો લોટ ૪ કપ મેંદો ૨  ટેબ.સ્પૂન તેલ મોવણ માટે ૨ ટેબ.સ્પૂન દહીં સ્વાદ પ્રમાણે મીઠું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી: ૨ કપ ઝીણી સમારેલી કોથમીર ૪ નંગ ઝીણા સમારેલા મરચા ૧ ટેબ.સ્પૂન તલ ૪ ટેબ.સ્પૂન ચણા નો લોટ ૧ ટેબ.સ્પૂન શેકેલા જીરું નો પાવડર ૧  ટી.સ્પૂન લીંબુ નો રસ સ્વાદ પ્રમાણે મીઠું ૧  ટી.સ્પૂન આદું ની છીણ કોથમીર પરાઠા બનાવવા માટેની રીત: લોટ માટે: સૌ પ્રથમ મેંદો અને ઘઉં નો લોટ ભેગા કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તથા તેલ નું મોવણ અને દહીં […]

જ્ઞાનનો ઉદય થયો તે કેવી રીતે જાણી શકાય?

જ્ઞાનનો ઉદય થયો તે કેવી રીતે જાણી શકાય? * વર્તમાનમાં ચિત સ્થિર થાય. * ઇચ્છાઓ પલાઠી વાળીને બેસી જાય. * રાગ-દ્રેષ સમી જાય. * નિર્ભયતા અને આનંદનો અનુભવ થાય.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors