ગુજરાતી સાહિત્યના વિખ્યાત વિવેચક રમણલાલ જોશીનો જન્મ વિજાપુર તાલુકાના હીરપુરા ગામે તા. ૨૨મી મે, ઇ.સ. ૧૯૨૬ના રોજ થયો તેમણે પ્રાથમિક શિક્ષણ વડનગરમાં લીધું જયારે માધ્યમિક શિક્ષણ વિજાપુર તાલુકાના પિલવાઇ ગામમાં લીધું ઇ.સ. ૧૯૫૦માં બી.એ. થયા અને ઇ.સ. ૧૯૫૪માં એમ.એ. થયા એમ.એ. માં એમને દ્ધિતીય વર્ગ આવ્યો હતો. ગોવર્ધનરામઃ એક અધ્યયન વિષે મહાનિબંધ લખી એમણે ઇ.સ. ૧૯૬૨માં ગુજરાત યુનિર્વિસટીમાંથી પીએચ.ડી.ની પજવી પ્રાપ્ત કરી. ઇ.સ. ૧૯૫૪થી ઇ.સ. ૧૯૫૯ સુધી તેઓ ગુજરાત યુનિર્વિસટીના ભાષાસાહિત્ય-ભવનમાં રિસર્ચ-ફેલો રહ્યા ઇ.સ. ૧૯૫૯થી ઇ.સ. ૧૯૬૨ સુધી તેમણે અમદાવાદની જી.એલ.એસ.આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે કામગીરી બજાવી ઇ.સ. ૧૯૬૨થી ઇ.સ. ૧૯૬૮ […]
નવરાત્રિ અને ગરબા મહોત્સવો- ગુજરાતનો ગરબો એ તેનું આગવું સાંસ્કૃતિક પ્રતીક છે. પ્રત્યેક પ્રદેશમાં તેની લોકસંસ્કૃતિ હોય છે. જે આગવી ઓળખ ધરાવતી હોય છે. ગુજરાત એટલે તેનો ‘ગરબો’ અને ‘ભવાઇ’ ( નૃત્ય-નાટક-ગીત સંગીતનું મિશ્રણ) આ તમને અન્યત્ર જોવા નહીં મળે ગરબે ધૂમતી ગુજરાતણ જોવી હોય તો ગુજરાતમાં આસો માસની નવરાત્રિ (આસો સુદ એકમથી નોમ સુધી) દરમિયાન આવવું પડે નવ દિવસનાં નોરતા એ શકિતની આરાધનાના દિવસો છે. શકિતની પૂજા-અર્ચના-આરાધના અને ઉપવાસ આ નવરાત્રિ દરમિયાન થાય છે. શેરીએ શેરીએ, ફળિયે-ફળિયે અને શહેરની પ્રત્યેક સોસાયટીમાં તેમજ પાર્ટી-પ્લોટો અને કલબોમાં પણ રાત્રે શહેરની પ્રત્યેક […]
ટેકીલો માનવી કોને કહેવાય? * પ્રાણાન્તે પણ ટૅકને વળાગી રહે તેને. * જે આડું-અવળું જોયા વિના લક્ષ્ય ભણી સતત ગતિ કરતો રહે તેને.
મનુષ્યનું માપ શેના પરથી કઢાય? * સ્વભાવ પરથી. * સમય આવ્યે અથવા આપતિ વખતે. * એના વિચાર, વાણી અને વર્તન પરથી. અમુક સમયના સહવાસથી.
ગુજરાતી પુસ્તકાલય પ્રવૃત્તિના પુરોધા, આત્મા અને પ્રાણ ઇ.સ. ૧૮૭૩ના નવેમ્બરની ઓગણત્રીસમી તારીખે પોતાને મોસાળ અલિન્દ્રામાં તેઓ જન્મેલા પિતા નરસિંહભાઇ નવ વર્ષની વયે પિતાનું છત્ર ગુમાવ્યું પરંતુ મોતીભાઇએ કુમારાવસ્થાથી જ કર્મયોગનો આરંભ કરી દીધો હતો ઇ.સ. ૧૮૮૮માં વાચન, મનન અનેન ચર્ચા માટે એમણે અગિયાર વિદ્યાર્થીઓનો સંઘ વિદ્યાર્થી સમાજ નામે સ્થાપવો હતો ચરોતરમાં આવેલા પોતાના વતન વસોમાં ત્યારે તેઓ અંગ્રેજી બીજા ધોરણમાં ભણતા હતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મોતીભાઇએ સ્વદેશપ્રેમ, સમયપાલન, વ્યવસ્થા, દૃઢતા, સત્ય વગેરે સદ્દગુણો અને વાચનનો શોખ ખીલવ્યાં. વધુ અભ્યાસ માટે વડોદરા ગયા ત્યાં પણ સમાજ પુસ્તકાલય ની શરૂઆત કરી. જેમતેમ […]
રઘુવીરનો જન્મ ઇ.સ. ૧૯૩૮ના ડિસેમ્બરની માસની પાંચમી તારીખે બાપુપુરા ગામે થયો હતો પિતાનું નામ દલસિંહ અને માતાનું નામ જીતીબહેન. ઇ.સ. ૧૯૬૦માં હિંદી વિષય વઇને બી.એ. માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઇ તેઓ અધ્યાપનકાર્યમાં જોડાયા હતા ઇ.સ. ૧૯૭૯માં ગુજરાતી ધાતુકોશ વિષય પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી ઇ.સ. ૧૯૭૭થી તેઓ ગુજરાત યુનિવર્સટીમાં અધ્યાપક તરીકે સેવા આપવા લાગ્યા. રઘુવીરનું મુખ્ય પ્રદાન નવલકથાક્ષેત્રે છે. તેમણે પ્રસિદ્ધ કરેલી નવલકથાઓમાં તેમની કીર્તિદા કૃતિ અમૃતા (૧૯૬૫), ‘તેડાગર’ (૧૯૬૮), ‘લાગણી’ (૧૯૭૬),‘બાકી જિંદગી’ (૧૯૮૨) જેવી કૃતિઓ ઉપરાંત સમાજને લક્ષમાં રાખી લખાયેલી મહાનવલો ‘પૂર્વરાગ’ (૧૯૬૪) અને ‘ઉપરવાસત્રયી’ (૧૯૭૫) તથા […]
પકોડા માટેની સામગ્રી- -2 કપ બેસન -1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી -6 લીલાં મરચાં ઝીણાં સમારેલાં -1 નાની ચમચી લાલ મરચાં ભૂકી -2 મોટા ચમચા તેલ પકોડા તળવા માટે -મીઠું સ્વાદાનુસાર કઢી માટે સામગ્રી- -5 કપ ખાટું દહીં -6 મોટા ચમચા બેસન -1 નાની ચમચી રાઈ -1/2 નાની ચમચી હળદર -6 લીલાં મરચાં વચ્ચેથી ચીરેલાં -1 ઈંચ આદુંનો ટુકડો ઝીણો સમારીને -1 ચપટી હિંગ -4 કપ ગરમ પાણી -મીઠું સ્વાદાનુસાર રીત- કઢી બનાવવા માટે દહીંમાં બેસન અને પાણી નાખીને હેન્ડ મિક્સરથી મિક્સ કરો.એક કઢાઈ કે મોટા વાસણમાં તેલ ગરમ કરી […]
ગુજરાતી સાહિત્યના કવિ અને સમાજસુધારક બહેરામજી ધનજીભાઈ મલબારીનો જન્મ ઈ.સ. ૧૮૧૩માં વડોદરા મુકામે થયો હતો. મેટિ્રક સુધી અભ્યાસ કરી શોખ ખાતર શેક્સપિયર,મિલ્ટન વડ્ઝવર્થ વગેરેની કૃતિઓનો અભ્યાસ કર્યો. ધીમે ધીમે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં કાવ્યો રચવા લાગ્યા. ત્યાર પછી તો એમની પાસેથી ‘વિલ્સન વિરહ’, ‘સાંસારિકા’ આદમી અને તેની દુનિયા અને નીતિ વિનોદ જેવા ઉત્તમ પુસ્તકો પ્રાપ્ત થયા છે. એમણે ઈન્ડિયન ન્યૂઝ ઈન ઈગ્લિશ ગાર્બથી અભિભૂત થઈ મેક્સમૂલર અને મહારાણી વિક્ટોરિયાએ એમની પ્રશંસા કરી હતી. બાળલગ્નો બંધ કરાવવા ભારતીય નારીની સ્થિતિ સુધારવી અને વિધવાના વિવાહની હિમાયત કરીને એમણે જે નામના મેળવી તે […]