સૌરાષ્ટ્રના વિખ્યાત લોકગાયક અને લોકસંગીતનિયોજક લોકગીતોની સૂરાવલિમાં સમાયેલું સૌદર્ય છતું થાય એવી હલકથી ગાવાની ક્ષમતા ધરાવતા અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે ઇ.સ. ૧૯૨૯ના સપ્ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. પછીથી તેઓ હેમુ નામના લાડીલા ઉપનામથી ઓળખાતા હતા.લેકસાહિત્યની ગીત-કથાઓ, વારતાઓ વગેરે લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર આ ગાયક અને કથા- નિવેદક સૌરાષ્ટ્રના પડધરી ગામે કોળી મહિલાઓના ગીતોનું ધ્વનિ-મુદ્રણ કરી રહ્યા હતા ત્યારે જ ઇ.સ. ૧૯૬૫ના ઓગસ્ટ માસની ૨૦મી તારીખે કાયમી વિદાય લઇ પરલોક સિધાવ્યા. પિતાનું નામ નાનુભા. […]
તા. ૦૪.૦૨.૧૯૨૨ના રોજ જન્મેલી પં.ભીમસેન જોશીએ તા. ૨૪.૦૧.૨૦૧૧ના રોજ પોતાનો અંતિમ શ્વાસ લીધો. આ સમય દરમિયાન તેઓ સંગીતપ્રેમીઓ માટે સંગીત અને અવર અને અખૂટ વારસો મૂકતા ગયા છે. એ વારસો એવો મૂકી ગયા છે કે તે કદી કામગ્રસ્ત થાય જ નહીં. પંડિત માટે સંગીત કોઇ વ્યવસાય નહતો. પૈસા કમાવવાનો કે સેલિબિ્રટી બનવાનો કોઇ કીમિયો પણ ન હતો. તેમની સ્વર સાધના જીવનભરની એક તપશ્વર્યા હતી. શિસ્તબદ્ધ જીવન, નિરંતર રિયાઝ, સખત પરિશ્રમ, ઇશ્વરભક્તિ, અપ્રતિમ સાધના, પ્રયોગો એ બધાનો સંગમ એટલે પંક્તિ ભીમસેન જોશી. આઠ વર્ષની કૂમળી વયથી સંગીતનો રિયાઝ કળા હતા. તેમની […]
ઉત્તમ કોટીના ચિત્રકાર શ્રી શિવપંડ્યાનો જન્મ ઈ.સ. ૧૯૨૮માં ખેડા જીલ્લાના વસો ગમમાં થયો હતો.કલા ગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રકળાનું શિક્ષણ લીધુ અને કાર્ટુનો પર પણ હાથ અજમાવવા લાગ્યા. ચિત્રલેખા વંદેમાતરમ્,રમકડુ વગેરે સામાયિકોમાં પંડ્યાના ચિત્રો પ્રકાશિત થતા. ‘રમકડું’માં તેમની ચિત્રવાર્તા ચિંચુકાકા ખુબ લોકપ્રિય થઈ હતી.તેમણે ગુજરાતના કેટલાક સાહિત્યકારોના ઠઠ્ઠાચિત્રો પણ સજર્યા હતા. પ્રસંગચિત્રો મુખપૃષ્ઠ અને કાર્ટુંન એ ત્રણેય દિશામાં એણની પીંછીનું લાવણ્ય નીખરી ઊઠતું. તેઓ પેઈન્ટિંગ પણ કુશળતાથી કરી શકતા. તેમણે સુંદર કાવ્યોનું પણ સર્જન કર્યું છે. લોકગીતો ગાવાની તેમને સારી ફાવટ હતી. તેઓ કહેતાં, ‘પીંછીને છેડે એક પતંગિયું બેઠું હોય […]
કાલિદાસ એ સંસ્કૃત ભાષાના એક અત્યંત મહત્વના કવિ હતા. તેઓને ‘મહાકવિ કાલિદાસ‘નું બિરુદ આપવામાં આવેલ છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કરેલ હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં ‘મેદ્યદુત‘, ‘ઋતુસંહાર‘, ‘કુમાર સંભવમ‘ અને ‘રદ્યુવંશમ્‘ એ ચાર મહાકાવ્યો છે અને ‘અભિજ્ઞાન શાકુંતલમ્‘, ‘વિક્રમોવર્શીય‘ તથા ‘માલવિકાગ્નિમિત્ર‘ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મનકવિ ગેટે તેમનું નાટક અને‘અભિજ્ઞાન શાકુંતલ‘ થી ખુશ થઇને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લી થી ૫મી […]
* પરમાત્મા પોતે જ જ્ઞાનનું સ્વરૂપ ધારણ કરી જ્ઞાનીમાં પ્રવેશે છે અને એવા જ્ઞાનીના સંગથી અને સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. * જ્ઞાની જ્ઞાનનો વાહક છે,જન્મદાતા નહી. * ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્યની માતા છે.
સલાહસિક શાહ-સોદાગર અને કર્મનિષ્ઠ ઉદારચરિત ઉદ્યોગપતિ ઇ.સ. ૧૮૭માં જામનગર રાજયના નાના ગામ ગોરાણમાં એમનો દનેમ પિતા કાલિદાસ પરચૂરણ ચીજોના વેપારી તેમના ધાર્મિક સ્વભાવે વૈષ્ણવ સંસ્કારના બીજ રોપ્યાં. માતા જમનાબાઇની કડક પણ વાત્સલ્યપૂર્ણ પ્રકૃતિએ જીવનમાં શિસ્ત અને સહાનુભૂતિ ભાવ પેદા કર્યા અર્ધા રોટલાથી સંતોષ નહિ માની શકનાર બાર વર્ષના કિશેર નાનજીભાઇ ઇ.સ ૧૯૦૧માં દેશી વહાણમાં આફ્રિકાના સફરે ગયા એક ભયંકર સમુદ્રી તોફાનમાંથી સલામત બચી આફ્રિકાના મજંગા નામના ગામમાં વડીલ બંધુ સાથે વેપારમાં જોડાયા મોટાભાઇ ત્યાંથી દક્ષિણ આફ્રિકા ગયા અને નાનજીભાઇ સ્વદેશ પરત આવ્યા દેશમા આવી માતા-પિતાની ગોદમાં ગોઠવાયા પણ દેશમાં ચેન […]
સમાજસુધારાનો આદિ લડવૈયો, અનેક સાહિત્યપ્રકારોનો ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રારંભકર્તા ગુજરાતમાં અંગ્રેજી રાજય-અમલની સ્થાપનાને દોઢ દાયકો વીત્યો હતો. પશ્ચમી સંસ્કૃતિનાં મોજાં ઊછળી રહ્યા હતાં. ગુજરાતમાં દુર્ગારામ મહેતાજી, સહજાનંદ, સ્વામી, કવિ, દલપતરામ, શામળ વગેરે પોતપોતાની રાતે લોકજાગૃતિ માટે રચ્યાપચ્યા હતાં એવા મંથનકાળમાં ઇ.સ. ૧૮૩૩ના ઓગસ્ટની ચોવીસની તારીખે સુરતમાં નર્મદનો જન્મ થયો. પિતા લાલશંકર લહિયાનું કામ કરતાં બચપણમાં મર્મદની પ્રકૃતિ શરમાળ, વહેમી અને ભીરુ હતી તેને ભૂતપ્રેતનો પણ ભારે ડર લાગતો.પરંતુ અઢારમા વરસથી તે સાવધ થયો અને ભીરુના તથા બીકને તિલાંજલિ આપે છે. નર્મદ હાઇસ્કૂલ શિક્ષણ દરમિયાન તેજસ્વીકારકિર્દી ધરાવતો હતો. તેની યાદશકિત તીવ્ર […]
ગુજરાતી સાહિત્યના વિખ્યાત વિવેચક અને સાહિત્ય-સંશોધક ભૃગુરાય જન્મયા ઇ.સ. ૧૯૧૩ના ઓકટોબર માસની ૬ઠ્ઠી તારીખે રાજકોટમાં પિતા દુર્લભજી જામનગરમાં શિક્ષક તરીકે કામ કરતા માતાનું નામ ચંચળબહેન ભૃગુરાયે પ્રાથમિક શિક્ષણ જામનગરમાં લીધું તે દરમિયાન માતાપિતાનું અવસાન થતાં રાજકોટ મોસાળમાં ભણી મેટ્રિક છયા ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે બી. એ. થયા અને એજ વિષયોની એમ.એ.ની પરીક્ષા મુંબઇની કોલેજમાં અભ્યાસ કરી આપવા નક્કી કર્યું. તબિયત બગડતાં મુંબઇ છોડી થોડો સમય તેઓ જેતપુરમાં રહેયા અહીં રાષ્ટ્રસેવાના કાર્યોમાં જોડાયા. પી.એચ.ડી. નો અભ્યાસ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો અને થોડો સમય અમદાવાદમાં રહ્યા. મુંબઇનિવાસ […]
પાણી.સતત કેલેરી બાળે છે.દરરોજ સતત એક બે ઘૂંટડા પાણી પીતા રહો.વજન ઉતારવા માટે ડાયટિંગ, કસરત જેવા જાતજાતના કીમિયા અજમાવીને થાકી ગયા હોય તેવા લોકો માટે એક ખૂબ સરળ ઉપાય વજન વિશે જણાવો છે.નિષ્ણાતો કહે છે કે….. – રોજ ભોજન અગાઉ એક ગ્લાસ પાણી પીવાની ટેવ રાખવાથી ભોજન ઓછું થાય છે.જો ભોજન અગાઉ બે ગ્લાસ પાણી પીશો તો વજન ઝડપથી ઘટશે. – પાણીથી જઠર ભરાઇ જાય છે.તેથી ખોરાક આપોઆપ ઓછો લેવાય છે.તેથી વજન ઘટે છે. – શરીરના દરેક કામમાં પાણી વપરાય છે.તેમ કેલરી બાળવામાં પણ પાણી વપરાય છે. – વધુ પાણીથી […]