ભાદરવા સુદ એકાદશીને જ પરિવર્તિની એકાદશીનું નામ અપાયું છે. આને જ વામન એકાદશી પણ કહેવાય છે. આ એકાદશી મહાપુણ્યથી તથા સઘળાં પાપનો નાશ કરનારી છે. આ એકાદશી દરેકે કરવી જોઈએ. જો એકાદશી કરવાનો સંકલ્પ કર્યા પછી જો કોઈથી વ્રતનો ભંગ થાય તો પણ એકાદશી કર્યાનું પુણ્ય આ એકાદશી જ આપે છે. જો કોઈ આ એકાદશીની કથા વાંચે અગર સાંભળે તો પણ ઉપર લખ્યા તુલ્ય પુણ્ય મળે છે. જે કોઈ શ્રદ્ધાળુ આજે ભગવાન વામનની પૂજા કરે છે તેને ત્રિલોકના સમસ્ત દેવનું પૂજન કર્યાનું ફળ મળે છે. આજના દિવસે ભગવાનને દહીં – […]
શિવપુરાણમાં જણાવ્યુ છે કે જેણે શિવની સમીપમાં જવું છે જેને કૈલાસમાં વાસ કરવો છે તે ભક્ત જો બ્રાહ્મણ હોય તો શિવાય નમઃનો જાપ કરે તથા અન્ય જાતિનો હોય તો તેણે નમઃ શિવાયનો જાપ કરવો મહા વદ ચૌદશ મહાશિવરાત્રી એટલે મહા માસમાં આવતી વદ ચૌદશ. આમ તો શિવરાત્રી અગિયાર આવે છે. મહા માસની વદ ચૌદશે આવતી રાત્રી મહાશિવરાત્રી. દર માસની વદ ચૌદશને દિવસે શિવરાત્રી હોય છે. શિવરાત્રીમાં બે શબ્દો શિવ અને રાત્રી સમાયેલા છે.શિવરાત્રીના દિવસની રાત્રે જાગરણ કરવામાં આવે છે. શિવરાત્રીના તહેવારમાં જે કર્મકાંડનું, ધાર્મિક ક્રિયાઓનું આચરણ થાય છે તેની પાછળ […]
નવરાત્રી મહોત્સવ હિંદુ પચાંગ અનુસાર વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવે છે. આ દરેક નવરાત્રીમાં ભક્તો પોતપોતાના ઈપ્સિત આરાધ્યને ભજીને કે તેમનું અનુષ્ઠાન આદરીને તેમની પ્રસન્નતા મેળવવા, તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ આદરે છે. સૌપ્રથમ આવતી, ચૈત્ર માસમાં નવરાત્રી જેને ચૈત્રી નવરાત્રી કહેવાય છે. પોષ માસમાં આવતી શાકંભરી નવરાત્રી, ભાદરવામાં આવતી રામદેવપીરનાં નોરતાં અને આસોની રઢિયાળી રાતોમાં આવતી શારદીય નવરાત્રી. આ ચારેય નવરાત્રી દરમિયાન જુદા જુદા ઉપસકો માને ભજે છે તેમનું લઘુ અનુષ્ઠાન આદરે છે. લઘુ અનુષ્ઠા ૨૪,૦૦૦ મંત્રથી કરવાનું હોય છે. જેમાં પ્રથમ દિવસે જેટલી માળા કે જેટલા જપ કર્યા હોય […]
ચંન્દ્રકાન્ત કેશવલાલ બક્ષી આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય લેખકોમાંના એક છે. તેમનો જન્મ પાલનપુર ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો. તેમના કુટુંબમાં તેમની પુત્રી રીવા અને પત્ની બકુલા (જેઓ તેમનાપહેલા અવસાન પામ્યા ) હતા. વ્યવસાયે તેઓએ વેપારથી શરૂઆત કરી અને ઇતિહાસ અને રાષ્ટ્રવિજ્ઞાન વિષયોમાં મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે અધ્યયન કાર્ય કર્યુ હતું, ત્યારબાદ તેઓ વિવિધ સામયિકોમાં લેખ લખતા હતા. કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું. ૧૯૬૯માં તેઓ મુંબઇમાં સ્થાયી થયા […]
ઝવેરચંદ મેદ્યાણીનો જન્મ સવંત ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલીદાસ મેદ્યાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદેનું ભણતર રાજકોટ, દાથા, પાળીયાદ, બગસરા વગેરે જગ્યાઓેએ થયું. તેઓ સવંત ૧૯૧૨માં મૅટ્રીકની પરીક્ષામાં ઉત્ત્।ીર્ણ થયા. સવંત ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્ક્રુતમાં સ્નાતકીય ભણતર પુરુ કર્યું. ભણતર પુરુ કર્યા બાદ સવંત ૧૯૧૭માં તેઓ કલકત્ત્।ા સ્થીત જીવનલાલ […]
નામઃ દલપતરામ કવિ જન્મઃ ૨૧ જાન્યુઆરી ૧૮૨૦ , વઢવાણ અવસાનઃ ૨૫ માર્ચ ૧૮૯૮ , અમદાવાદ કુટુમ્બઃ પિતા ડાઙ્ગ ાાભાઇ ; પુત્ર નાનાલાલ કવિ અભ્યાસ * સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ *સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ વ્યવસાય * ફર્બસ સાહેબ માટે ૨૪રાસમાળા ની સામગ્રી માટે પરિભ્રમણ *ગુજરાત વર્નાકુલર સોસાયટીમાં મંત્રી * ૧૮૫૫બુદ્ધિ કાશ નું સંપાદન * ૧૮૫૮૨૪હોપ વાંચનમાળાની કામગીરીમાં મદદ દાન * કવિતા, હાસ્ય કવિતા, નિબંધ, પિંગળ શાસ્ત્ર, નાટક કવીશ્વર દલપતરામ (૧૯૩૩, ૧૯૩૪, ૧૯૪૦, ૧૯૪૧) : ત્રણ ભાગ પણ ચાર દળદાર ગ્રંથોમાં કવિ ન્હાનાલાલે લખેલું પિતૃચરિત્ર. ઉપલબ્ધ બધી પ્રકાશિત […]
મનસુખલાલ ઝવેરી એ ગુજરાતી ભાષા નાં ઊંડા અભ્યાસી તેમજ સમર્થ વિવેચક પણ હતાં. તેનો જન્મ ઈ.સ.૧૯૦૭ ની ૩ ઓક્ટોબર નાં રોજ ગુજરાત રાજયનાં જામનગર શહેરમાં થયો હતો. તેમનાં પિતાનું નામ મગનલાલ ઝવેરી હતું. તેઓએ એમ.એ. સુધીનો અભ્યાસ પુર્ણ કરીને ાધ્યાપક તરીકે અને પછીથી િન્સિપાલ તરીકે સેવા આપી હતી. તેઓ શિક્ષણની સાથે સાથે સાહિત્ય માં પણ ખુબજ સફ્ળ રઙ્ગાા હતાં. તેઓએ ગુજરાતી ભાષા, વ્યાકરણ અને લેખન પર ખુબજ ઉમદા કાર્ય કર્યુ હતું. તેઓએ ઈ.સ.૧૯૬૬ માં ન્યુયોર્ક ખાતે આંતર રાષ્ટ્રીય શિબિરમાં ભારતીય લેખકોનું તિનિધિત્વ પણ કર્યુ હતું. આ ઉપરાંત મનસુખલાલે તેમનાં જીવનકાળ […]
ગાંઘીયુગના જાણીતા ગુજરાતી કવિ ઉત્તર ગુજરાતના તત્કાલીન ઇડર રાજયના સુવેર ગામના રામચંદ્ર હરિદત્ત ઠાકુરને ત્યાં મોસાળમાં કુકડિયા ગામે ઇ.સ. ૧૯૧૦ના ફેબ્રુઆરી માસની ત્રેવીસમી તારિખે મુરલીધર ઠાકુરનો જન્મ બે વર્ષની વયે માતા ગંગાબાઇનું મૃત્યુ થતાં મોસાળમાં જ ગામઠી નિશાળે પ્રાથમિક અભ્યાસ કરી પિતા પાસે મુંબઇ જઇ ત્યાં મેટ્રિક થયા. ગુજરાતી-સંસ્કૃત લઇ એમ.એ. થયા અને મુંબઇની સિડનહામ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. સિડનહામ કોલેજની ભોંયતળિયે આવેલી પ્રોફેસરોના રૂમ વર્ષો સુધી કવિતાનો કકકો ઘૂંટનારથી માંડી સોશિયલ ની સમભાવની પ્રવૃત્તિ કરનાર અનેક હોંશીલા વિદ્યાર્થીઓની તીર્થધામ બની હતી એકાઉન્ટન્સી કે અર્થશાસ્ત્રના ખાસ વિષયો ત્યજીને એમનાં લેક્ચરોમાં […]
યશવંત શુક્લ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ખુબ જ જાણીતા છે. તેઓ તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રી જેવાં વિવિધ ઉપનામોથી ઓળખાય છે.. તેમનું આખું નામ યશવંત પ્રાણશંકર શુક્લ છે. તેમનો ૮મી એલિ, ૧૯૧૫ના દિને ઉમરેઠ, તા.ઉમરેઠ, જિ.આણંદ, ગુજરાત, ભારત ખાતે બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. તેમણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ પુરો થયા પછી તેઓ અધ્યાપન તેમ જ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયા હતા. તેમણે સાહિત્યક્ષેત્રે અનુવાદક, જીવન ચરિત્ર લેખક, નિબંધકાર, પત્રકાર, વિવેચક, સંપાદક તરીકે કાર્યો કરી સાહિત્યકાર તરીકે વિશેષ નામના મેળવી ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. […]
શિવકુમારનો જન્મ ઇ.સ. ૧૯૧૬ના નવેમ્બરની ૧૬મી તારીખે અમદાવાદમાં થયો હતો. પિતાનું નામ ગિરજાશંકર અને માતાનું નામ તારાલક્ષ્મી પ્રાથમિકથી પ્રારંભી કોલૅજ સુધીનું શિક્ષણ તેમણે અમદાવાદમાં લીધું હતું ઇ.સ. ૧૯૩૭માં ગુજરાત કોલૅજમાંથી સંસ્કૃત સુધીનું વિષય સાથે સ્નાતક થયા અને તરત જ અમદાવાદમાં ઉચ્ચ ભદ્ર વર્ગના ગર્ભશ્રીમંત પિતાએ કલકત્તા ખાતે કાપડનો ધંધો ચલાવતા કાકા પાસે તેમને મોકલી આપ્યા. કલકત્તામાં કારકિર્દીની શરૂઆત કરી તેથી શિવકુમારને ઘણો લાભ થયો. તેમનાં વળાંક અને વહેણ કલકત્તાના લાંબા વસવાટને કારણે સુપેરે ઘડાયાં. તેમનું પ્રથમ લગ્ન સુનંદા સાથે થયું હતું તે લગ્નથી તેમને એક પુત્ર રુચિર થયો હતો. કાપડના […]