મૂળ ગુજરાતી નામ નૌરિન. માતા – પિતા મહારાષ્ટ્રના પુણેનાં , જન્મ ન્યૂયોર્કમાં, ઉછેર જયોર્જિયાના સ્ટોન માઉન્ટ ખાતે થયેલ છે. તો તેનો અભ્યાસ બોસ્ટન યુનિવર્સિટીમાં થયો છે. તેની માનીતી ફિલ્મો, સીતા ઔર ગીતા, સત્યમ્ શિવમ્ સુંદરમ્ તથા કુલી. તે સિવાય ઘણી હિંદી ફિલ્મો તેની પહેલી પસંદ છે. તે ગુજરાતી, હિંદી, ઉર્દૂ બહુ સારી રીતે બોલી શકે છે. નૌરિન ડેવલ્ફ ગુજરાત પરિવારની મુસ્લિમ યુવતી છે. હોલિવૂડમાં તેનું નામ નોરિન ડેવુલ્ફ છે. હોલિવૂડમાં તે જેનિફર લોપેઝ સાથે કામ કરી ચૂકી છે. તે ધ બેક અપ પ્લાનમાં જે.લો. સાથે ચમકી છે. વલી તે બોલિવૂડમાં […]
સાબરમતી નદીએ કાંઈ કેટલાય રંગ જોઈ નાખ્યા. અમદાવાદ ઉપર સુલતાન, મોગલો, મરાઠા, અંગ્રેજો વગેરેનું રાજય આવ્યું અને ચાલ્યું પણ ગયું. જયારે અમદાવાદ ઉપર મરાઠાનું શાસન ચાલતું હતું ત્યારે શહેરમાં વારંવાર તોફાનો થતાં ઈ.સ.૧૭૫૫થી ૧૮૧૭ દરમિયાન મરાઠા પેશ્વાના સૂબા અને ગાયકવાડ એમ બે ભાગમાં વહેંચાયેલી મરાઠી સત્તામાં અમદાવાદના લોકોને મોટેભાગે વેઠવાનું જ આવ્યું. જાતજાતના શોખ પૂરા પાડવા મરાઠાઓ પ્રજાને કરવેરા નાખી નાખીને લૂંટતા. શહેરની કોઈ વ્યક્તિ ગુજરી જાય ત્યારે તેની વારસાઈ સંપત્તિ તેના પુત્ર પૌત્રોને મેળવવામાં પુષ્કળ તકલીફ પડતી. તે માટે ત્યારે કર ચૂકવવો પડતો. જેને વારસામાં માત્ર પુત્રીઓ જ હોય […]
એક નૂર આદમી, હજાર નૂર નખરાં લાખ નૂર ટાપટીપ માણસ વસ્ત્રોથી ખૂબ શોભી ઊઠે છે. તેમાંય જો તેના દેહને અનુરૂપ રંગોની મેળવણી વાળું વસ્ત્ર હોય તો ક્યા કેહના ? જેમ પાટણનાં પટોળાં પ્રખ્યાત છે. જેમ સુરતનું જરીકામ પ્રખ્યાત છે, જેમ અમદાવાદનું સુતરાઉ કાપડ પ્રખ્યાત છે તે જ રીતે કચ્છી બાંધણી બેજોડ છે. કચ્છી બાંધણી દેશમાંજ નહીં પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય બની છે બાંધણી ઉપરની તમામ ડિઝાઈન રંગોની મેળવણી વગેરે કચ્છનું જ નહીં સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. કચ્છી બાંધણી દેશમાંજ નહીં પરદેશમાં પણ ખૂબ લોકપ્રિય બની ગઈ છે. બાંધણી ઉપરની તમામ […]
સામગ્રી : વધેલા ભાત,દહીં (ભાતના પ્રમાણે), ઘઉંનો લોટ (ભાતના પ્રમાણે), લાલ ટામેટું : ૧ ઝીણું સમારેલું, લીલાં મરચાં : ૨ ઝીણાં સમારેલાં, મસાલો : બધો પ્રમાણસર (હળદર, મીઠું, લાલ મરચું, ધાણાજીરું) કોથમીર : ૨ ચમચા ઝીણી સમારેલી,તેલ. રીત : એક વાસણમાં ભાત લઈ, ભાત દહીંમાં ડૂબે તેટલું દહીં નાખી ભાત રહેવા દેવો. જ્યારે પુડલા બનાવવાના હોય ત્યારે હાથથી છૂટા પાડી તેમાં પ્રમાણસર ઘઉંનો લોટ નાખી તેમાં બધો મસાલો અને ટામેટું અને કોથમીર અને લીલું મરચું નાખી પ્રમાણસર પાણી નાખી પુડલા માટેનું ખીરું તૈયાર કરવું. હવે ગરમ કરેલા તવા ઉપર તેલ […]
સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિપરિવર્તનને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. જો કે દરેક પ્રદેશમાં તેનું અલગ અલગ નામ છે. અને ઉજવણીની રીત પણ જુદી જુદી છે. હિંદુ ધર્મમાં દરેક માસને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પક્ષ સુદ તો બીજો પક્ષ વદ છે. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ તથા બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકરસંક્રાંતિને દિવસે સૂર્ય પૃથ્વીની […]
ગુજરાતી સાહિત્યમાં હળવી શૈલીના લેખો લખનાર કટાર લેખક ચીનુભાઈ પટવા ‘ફિલસૂફ’નો જન્મ ઈ.સ. ૧૯૧૧માં મુંબઈ મુકામે થયો હતો. તેમની લેખન પ્રવૃતિની શરૂઆત કોલેજકાળથી થયેલ. ચા પીવાના શોખીન પટવાએ ‘ચા પીતાં પીતાં’ની શ્રેણી નવ સૌરાષ્ટ્ર વર્તમાનપત્રમાં શરૂ કરેલી ઉપરાંત પાનસોપારી,શકુંતલાનું ભૂત,ચાલો સજોડે સુખી થઈએ જેવી કૃતિઓ તેમણે હળવી શૈલીમાં લખી છે,તેમના નિબંધોમાં સાંપ્રત સામાજિક અને રાજકીય સમસ્યાઓને વક્રદૃષ્ટીએ અવલોકવાની, સવિશેષ તો અમદાવાદી સમાજના રંગઢંગ વિશેષ રીતે આલેખાયેલા છે.તેમણે અમદાવાદથી મુંબઈ સુધીનો સાયકલ પ્રવાસ,સત્યાગ્રહમાં સામેલગીરી જેવા અનેક સાહસપૂર્વ કાર્યો કર્યા હતાં. તેમના લખાણોમાં તીક્ષ્ણ વ્યવહાર,બુદ્ધિ ઉપરાંત અવળવાણીની ફાવટ છે. ફિલસૂફે આપણી વચ્ચેથી […]
ગુજરાત અર્થતંત્ર ભારત અંદર નોંધપાત્ર તેમજ કૃષિ ઔદ્યોગિક ઉત્પાદન છે. ગુજરાત ભારતમાં સૌથી વ્યવસાયો કેટલાક નિયંત્રણો [1] રાજ્યના મુખ્ય કૃષિ ઉત્પાદન કપાસ સમાવેશ થાય છે. Groundnuts (મગફળી), તારીખો, શેરડી, દૂધ, અને દૂધ ઉત્પાદનો. ઔદ્યોગિક ઉત્પાદનો સિમેન્ટ અને પેટ્રોલ સમાવેશ થાય છે. ફાળો આ વિશ્વના સૌથી મોટા વહાણ ભાંગવાનો વાડો Alang ખાતે ભાવનગર નજીક ગુજરાત છે. રિલાયન્સ પેટ્રોલિયમ, એક રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જૂથની કંપનીઓ લિમિટેડ ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપના ના જામનગર ખાતે ઓઈલ રિફાઈનરી જે વિશ્વની સૌથી મોટી ઘાસ મૂળ રિફાઈનરીઓ છે ચલાવે છે. આ કંપની પણ અન્ય (ખાસ આર્થિક ઝોન) સેઝ, […]
કોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા. – સ્વામી વિવેકાનંદ
અખા ભાગનાં છપ્પા વાંચતાં ઘણું જાણવા મળે છે. મોહોટું વૈગુણ્ય ચિત્તનું ઘડ્યું, વસ્તુ વિષે દ્વેતપડ ચઢ્યું;તેણે પડે ભાન નાનાવિધ તણી, ચિત્ત ઉપાધ્ય વાધી અત્યઘણી.જ્યમ માદક પુરુષને ગેહેલો કરે, સ્વસ્વરૂપ અખા તેહેને વીસરે. જગતમાં જે મોટો ભેદભાવ દેખાય છે તે ચિત્તનો પેદા કરેલો છે. તેને કારણે બ્રહ્મ ઉપર દ્વૈતનું (જગત અને બ્રહ્મ જુદાં છે એવું) પડ ચડેલું છે. તેના વડે મૂળ પોતારૂપ બ્રહ્મ ઉપર નામ-રૂપ-ગુણની જાતજાતની ભાત (design) પડે છે અને તેથી (કામ-ક્રોધ-લોભ-મોહ-મદ ઉત્પન્ન થતાં) ચિત્તની પીડા અનેક ઘણી વધી જાય છે. કેફી પદાર્થ ખાવાથી માણસ ભાન ભૂલી જાય છે તેવી […]
બ્રહ્મસમાજ દ્વારા સોશીયલ મિડિયાના માધ્યમથી સૌ બ્રાહ્મણ મિત્રો એક બીજાની સાથે સંર્પકમાં રહી શકે તે માટે ખુબ જ વિશાળપાયે આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે બ્રહ્મસમાજ દ્વારા Android apps (લિન્ક https://goo.gl/12GLvn ) બનાવવામાં આવી છે. આ વિષયે વધુ માહિતી આપતા નિહારીકા રવિયા એ જણાવ્યું હતું કે, બ્રહ્મસમાજના કલ્યાણ અને બ્રહ્મસમાજના લોકો, દુનિયાના વધુને વધુ બ્રાહ્મણો એક બીજા સાથે સંપર્કમાં રહી, બ્રહ્મસમાજ દ્વારા યોજાતા પ્રોગ્રામ, સ્નેહ મિલનો, લગ્ન નોંધણી, શિક્ષા સહાયક, રોજગાર, સમાચાર, આયોજનો અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરી શકે તેવી ઉચ્ચ ભાવના સાથે આ Android apps બનાવવામાં આવી છે. ગુજરાતી, હિન્દી, […]