ફૂલગોબી ૧ કિલો બટાટા, ૩ મધ્યમ કદના ૧ ઝીણી સમારેલી ડુંગળી ૧ ઝીણુ સમારેલુ ટમેટું લીલા વટાણા ૧/૨ કપ આદુ પેસ્ટ, ૧/૨ ટીસ્પૂન લસણની પેસ્ટ, ૧/૨ ટીસ્પૂન ૨ ઝીણા સમારેલા લીલા મરચા જીરુ પાવડર, ૧ ટીસ્પૂન લાલ મરચાનો પાવડર, ૧ ટીસ્પૂન હળદર પાવડર, ૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો, ૧ ટીસ્પૂન ધાણા પાવડર, ૧/૨ ટીસ્પૂન વેજીટેબલ ઓઈસ, ૩ ટેબલસ્પૂન મીઠું, સ્વાદ અનુસાર લીલા ધાણા સમારેલા, ગાર્નિશ કરવા માટે રીત: – ફૂલગોબી અને બટાટાને નાના ટુકડામાં સમારી લો અને બરાબર ધોઈ લો. – એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. તેમાં લીલા મરચા, આદુ-લસણની […]
૧ દૂધી ૧/૨ કપ ઘઊંનો લોટ ૬ ટેબલસ્પૂન બેસન ૧/૨ ટીસ્પૂન હળદર ૧/૨ ટીસ્પૂન અજમો ૧/૨ લાલ મરચાંનો પાવડર ૩ ટીસ્પૂન દહીં મીઠું, સ્વાદ અનુસાર જરૂર પ્રમાણે તેલ રીત: – દૂધીની છાલ ઉતારી લો અને તેને છીણીને એકબાજુ રાખી દો. – છીણેલી દૂધીમાં ઘઊંનો લોટ, બેસન, હળદર, લાલ મરચાંનો પાવડર, અજમો, દહીં અને મીઠું એક મિક્સિંગ બાઉલમાં મિક્સ કરો. – તેમાં પાણી ઉમેરીને નરમ કણક બાંધો. – કણકમાંથી નાનો લૂઓ લઈને તેમાંથી ગોળ થેપલા વળો. – હવે થેપલાને તવા પર તેલ સાથે શેકી લો. – બન્ને બાજુ લાઈટ બ્રાઉન રંગના […]
ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છના ઉત્તર-પૂર્વીય ભાગમાં વિશ્વનું સૌથી અનોખું રણ આવેલું છે. પહેલાં તો સૌને એવો સવાલ થાય કે કચ્છમાં જોવા જેવું છે શું ? પણ અહીં દરિયો છે, ડુંગરા છે,ને વન્યસૃષ્ટિ ને વિશાળ રણ પણ છે. વળી, સાંસ્કૃતિક વારસાને કારણે પણ કચ્છ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કચ્છના વિશાળ રણની પશ્ચિમે અરબી સમુદ્ર અને પૂર્વમાં સરસ્વતી, રૂપણ અને બનાસ નદી વહે છે. આ ત્રણેય નદીઓ દરિયામાં નહીં પણ રણમાં સમાઈ જાય છે. એટલે જ એક તરફ મીઠું પાણી તો બીજી તરફ ખારું પાણી. આ કારણે આપોઆપ અહીં મીઠું બને છે. […]
ભારતનું રાષ્ટ્રીય પ્રતિક ‘ અશોક ચિન્હ’ છે એ તમામ લોકો જાણે છે અને આ ચિન્હ સન ૧૯૦૪માં બનારસ પાસેના સારનાથથી મળી આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં તેના અર્થ વિષે ઘણી ઈતિહાસકારોએ તરેહ તરેહની કલ્પનાઓ કરી છે પરંતુ તાજેતરમાં જ અમદાવાદ શહેરમાં આવેલા એલ.ડી. મ્યુઝીયમે આ અંગે નવો જ પ્રકાશ પાડયો છે. તેમના મત મુજબ અશોક ચિન્હ એ માત્ર સિંહની મુખાકૃતિ વાળું બૌદ્ધ ધર્મનું પ્રતિક નથી. ઈ.સ પૂર્વ પહેલી શતાબ્દીમાં રચાયેલા શ્વેતાંબપ જૈન આગમગ્રંથ ” દેવેન્દ્રસ્તવ” ગ્રંથમાં આ ચિન્હો સવિસ્તૃત અર્થ સમજાવ્યો છે. જે મુજબ આ ચિન્હ સૂર્યના રથનું પ્રતિક છે. બનારસ […]
પ્રતિવર્ષ વિશ્વમાં લાખો લોકો ડેન્ગયુના રોગના શિકાર બને છે અને હજારોની સંખ્યામાં મૃત્યુ પામે છે. હાડકામાં પીડા થવી એ આ રોગનું સામાન્ય લક્ષણ છે. ડેન્ગયુને ખતરનાક રોગ માનવાની સાથે સાથે હાડકાતોડ તાવ પણ કહેવામાં આવે છે. આ રાગેની ઓળખ બેંજામિન રશે ઈ.સ. ૧૭૮૯માં કરી હતી અને છેક વીસમી સદીમાં એ જાણી શકાયું કે આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે. ડેન્ગયૂનો તાવ ‘ ડેન વાયરસ’ ને કારણે આવે છે. શરીરમાં એક વાર વાયરસ પ્રવેશે પછી ડેન્ગયૂનાં લક્ષણ સામાન્ય રીતે પાંચથી છ દિવસમાં જોવા મળે છે. ડેન્ગયુ તાવનો વાયરસ એડીસ નામના મચ્છરના […]
મહારાષ્ટ્રીયનોના કુળદેવતા શ્રીમલ્હાર મ્હાળસાંકાંત (ખંડોબા)નું મંદિર વડોદરામાં આવ્યું છે. આ મંદિર લગભગ ૨૩૦ વર્ષ જૂનું અને ઐતિહસિક છે. અહીંયા બે મંદિર છે. એક જૂનું એક નવું. વર્ષો પેહલાંની વાત છે. મહારાષ્ટ્રના જેજુરીના પર્વતોમાં બે રાક્ષસ રહેતા હતા. એમનું નામ મણિ તથા મલ હતું તે સાધુ, સંતો તથા નગરજનોને બહુ ત્રાસ આપતા હતા. નગરજનો તેમના ત્રાસથી કંટાળી શિવને આરાધે છે. શિવ પ્રસન્ન થાય છે. તેમણે બંનેનો નાશ કરવા ખંડોબાનો અવતાર ધારણ કર્યો સફેદ ઘોડા પર હાથમાં તલવાર, માથે પીળી પાઘડી, પીળી શાળ તથા પત્ની સાથે રાક્ષસોનો વધ કરવા નીકળ્યા. રસ્તો ભૂલી […]
ભારતીય સ્વાતંત્ર્યસેનાની ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે. હં તે મેળવીને જ જંપીશ’ એવું ભાન હિન્દની સુપ્ત જનતામાં જાગૃત કરીને, તેઓમાં અસંતોષની આગ પ્રગટાવી બિ્રટિશ નાગચૂડને આ દેશ પરથી ઢીલી કરવામાં અગ્રિમ ફાળો આપનાર લોકમાન્ય બાળગંગાધર ટીળક નું નામ હિંદી સ્વાતંત્ર્યવીરોની નામાવલિમાં અત્યંત ઊજળા અક્ષરે અંકાયેલું છે. તેમનો જન્મ ઇ.સ. ૧૮૫૬ની ૨૩મી જુલાઇએ રત્નાગિરિમાં થયો હતો.બાળપણથી જ તે તેજસ્વી મેધા ધરાવતા હોવાથી પૂનામાં માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણની અતિ યશસ્વી કારકિર્દી ગાળી તે બી.એ., એલએલ.બી થયા. પરંતુ વકીલાત ન કરતાં દેશસેવાની પ્રતિજ્ઞા લઇ પ્રાથમિક શાળામાં અધ્યાપક થયા. એક વર્ષ પછી ચિપળૂણકર, આગરકર […]
ડાયાબિટીસ એક વખત જેને થાય છે. તેને કદી મટતો નથી. એવું આયુર્વેદ ગાઈ વગાડીને કહે છે. એલોપથી તથા હેામિયોપેથી પણ ડાયાબિટીસ સંપૂર્ણરીતે મટી જાય છે. તેવું કયાંય કોઈ કહેતું નથી. અર્થાત્ ડાયાબિટીસ એ એક બહુ કંટાળાજનક રોગ છે. તે મોટે ભાગે વારસાગત હોય છે. ડાયાબિટીસ થયો હોય તેનું જીવન બહુ લિમિટેડ થઈ જાય છે. તેને તેની જીભ ઉપર કંટ્રોલ રાખવો પડે છે. મીઠી વસ્તુ બહુ ભાવતી હોય પણ તે તેની બુંદ સુદ્ધાં ચાખી શકતો નથી. જો તે મીઠી વસ્તુ ખાય તો ડાયાબિટીસ વધી જાય છે. પરિણામે ઈન્સયુલિનમાં ઈન્જેકશન લેવાં પડે […]
અમ્લપિત્ત એટલે એસિડિટી. આ રોગ આજે સર્વવ્યાપી છે. અમ્લપિત્ત જ આપણે એસિડિટીના નામે ઓળખીએ છીએ. આ રોગ પાચનના વિકારને કારણે થાય છે. તેને ઘણા લોકો છાતીમાં દાહ, બળતરા, ઊલટી, ઊબકાથી ઓળખે છે. આ તકલીફ નાના મોટા સૌને થાય છે. લક્ષણો – છાતી,પેટ કે આંખમાં દાહ કે આગ ઊઠે. ખાધેલું પચે નહીં. છાતી કે ગળામાં બળતરા થાય. ખાટા,ખારા,તીખા ધચરકા ઊપડે. છાતીમાં ડચૂરો બાઝે. ઊલટી કે ઊબકા આવે. શરીર ભારે થાય.થાક લાગે. માથું દુખે, ખાવાનું ભાવે નહીં. મંદાગ્નિ રહે એસિડિટી થાય તો શું થાય ? શરીર નબળું પડે. સ્મૃત્તિ તથા બુદ્ધિનો હ્આસ […]
* જીવરામ ભટ્ટ – દલપતરામ ( મિથ્યા ભિમાન નાટક) * ભોળા ભટ્ટ નવલરામ ( ભટ્ટનું ભોપાળું નાટક) * સરસ્વતીચંદ્ર, ચંદ્રકાન્ત, કુમુદ, કુસુમ – ગોવર્ધનરામ ત્રિપાઠી (સરસ્વતીચંદ્ર નવલકથા) * ભદ્રભદ્ર – રમણભાઇ નિલકંઠ (ભદ્રભદ્ર) * રાઇ – રમણભાઇ નીલકંઠ (રાઇનો પર્વત) * જયા, જયંત, ઇન્દુકુમાર – ન્હાનાલાલ (જયા જયંત, ઇન્દકુમાર) * મુંજાલ મહેતા,કીર્તિદેવ, મંજરી, મીનળ, મૃણાલવતી ઃ – કનૈયાલાલ માણેકલાલ મુનશી (પાટણની પ્રભુતા, પૃથિવીવલ્લભ) * અશ્વિન – રમણલાલ વ. દેસાઇ (ગ્રામલક્ષ્મી) * અલી ડોસો -ધુમકેતુ (પોસ્ટ ઓફિસ નવલિકા) * ચૌલાદેવી -ધૂમકેતુ ( ચૌલાદેવી નવલકથા) * ખેમી – રા.વિ. પાઠક (મુકુન્દરાય નવલિકા) […]