દોહા જય ગણેશ ગિરિજા સુવન, મગંલ મૂલ સુજાન કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન. જય ગિરિજાપતિ દીનદયાલ સદા કરત સંતન પ્રતિપાલા ભાલ ચન્દ્રમા સોહત નીકે કાનન કુંડલ નાગફની કે અંગ ગૌર સિર ગંગ બહાયે મુળ્ડમાલ તન ક્ષાર લગાયે વસ્ત્ર ખાલ વ્યાધમ્બર સોહે છવિ કો દેખી નાગ મુનિ મોહે મૈના માતુ કી હવે દુલારી વાન અંગ સોહત છવિ ન્યારી કર ત્રિશુલ સોહત છવિ ભારી કરત સદા શત્રુન ક્ષયકારી નંદી ગણેશ સોહૈ તહં કૈસે સાગર મધ્ય કમલ હૈ જૈસે કાર્તિક શ્યામ ઔર ગણરાઉ યા છવિ કો કહી જાત ન કાઉ દેવન જબહી જાય […]
આપણી સંસ્કૃતિમાં ઉપવાસ ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. – ઉપવાસ કરવાને કારણે ગંભીર બીમારીઓ જેવી કે આર્થરાઈટિસ, અસ્થમા, હાઈ બીપી વગેરેમાંથી મુકિત મેળવી શકાય છે. – ઉપવાસને કારણે શારીરિક પ્રણાલી પણ યોગ્ય રીતે કાર્યરત રહે છે. – વિવિધ ઋતુઓમાં વિવિધ જીવાણુઓનું સંક્રામણ જોવા મળતું હોય છે. જેને કારણે વ્યકિત નાની-મોટીબીમારીઓનો શિકાર બને છે. આવા સમયે ઉપવાસ કરવાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે આપણા શરીરની મોટા ભાગની બીમારીઓ માટે આપણું મગજ અથવા તો પાચનતંત્ર જવાબદાર હોય છે. ખાણી-પીણીની અયોગ્ય આદતોને કારણે શારીરિક પ્રણાલી ખોરવાઈ જાય છે. […]
સામગ્રી : ૧ કપ પાલકની ભાજી ૧ ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં ૩ કપ ઘઉંનો લોટ ૧ ડુંગળી ૪ ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર તેલ પ્રમાણસર મીઠું પ્રમાણસર બનાવવાની રીત : સૌપ્રથમ પાલકની ભાજીને સમારીને 2 મિનિટ બાફો. ડુંગળીને બારીક સમારી જરા તેલ મૂકી સાંતળી લો. હવે, ઘઉંના લોટમાં બાફેલી ભાજી, ડુંગળી, આદુ, મરચાં, કોથમીર, મરચું, મીઠું, ૧ ટેબલ સ્પૂન તેલ નાખી પરોઠાનો લોટ બાંધવો. લોટ બાફેલી ભાજીના પાણીથી બાંધવો. ત્યારબાદ મોટા લુઆ કરી, પરોઠા વણી, તવી પર તેલથી સાંતળવા અને દહીં સાથે પીરસવા. આ પરોઠા માં ડુંગળીના બદલે 1 બાફેલ […]
પારસી તીર્થધામોમાં ઉદવાડા અને સંજાણમાં છે. વલસાડમાં પારડી તાલુકાના ઉદવાડા ગામમાં પારસીઓનો પવિત્ર આતશ બહેરામ સદીઓથી અખંડ પ્રજવલિત રહ્યો છે. જરથોસ્તી-પારસી યાત્રાળુ માટે આ સૌથી પવિત્ર યાત્રાધામ છે. નવસારીમાં પણ પવિત્ર આતશ બહેરામ ઉપરાંત પાંચ પારસી અગિયારીઓ છે. ઈરાન છોડીને ભારત આવી પારસીઓ સંજાણના રાજાનો આશ્રય મેળવી રહ્યા એટલે આ સ્થળનું ધાર્મિક મહત્વ છે. સંજાણ ઉમરગામ તાલકામાં છે.
આશરે ૧૨૦૦૦ વર્ષ પૂર્વે પાલનપુર અને ગામના એક સ્થાને હનુમાજીની મૂર્તિ ધરતીમાંથી પ્રગટ થયાના એંધાણ પ્રાપ્ત થયા હતા. આજે પણ જે જગ્યાએથી આ વિશાળ મૂર્તિ મળી આવી હતી ત્યાં મોટો ખાડો છે. જયાં ખાડો પડી ગયેલ છે ત્યાં આજે પણ મૂર્તિ પૂજનની પૂર્ણ વિધિ કરી તેલ સિંદૂર ચઢાવાય છે. આ કારણે હનુમાનજીનું નામ છબીલા સાગર હનુમાન રાખવામાં આવ્યું છે. ચૌધરી પરિવારના માણસો બળદગાડામાં મૂર્તિ લઈને ઉત્તર ગુજરાત તરફ આવતા હતા ત્યાં દિવસ આથમી જતા જંગલમાં જ રાત્રિરોકાણ કરવું પડ્યું. પરોઢિયે બ્રહ્મ મૂહૂર્તમાં હનુમાનજીને લઈને પ્રયાણ કરતા રસ્તામાં જ બળદગાડું થંભી […]
દિનકર જોશી નવલકથાકાર, સંપાદક, અનુવાદક એવા શ્રીદિનકર જોશીનો જન્મ તા.૩૦ જૂન, ૧૯૩૭ના રોજ ભાવનગરજીલ્લાના ભંડારિયા ગામે થયો હતો. તેમનું મૂળ વતન નાગધણીબા હતું અને તેમની માતાનું નામ લીલાવતી અને પિતાનું નામ મગનલાલ હતું. તેમના લગ્ન હંસાબેન સાથે ૧૯૬૩માં થયા હતા જેથી તેમને બે પુત્રો થયા. તેઓએ મહાત્મા વિ. ગાંધી નાટક લખ્યા હતા જે રંગભૂમિ પર ભજવાણા છે. તેઓ ગીતા અભ્યાસી અને તેમાં પાંડિત્ય ધરાવતા હતા. આન્ધ્ર દેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના અલભ્ય શ્લોકો પોતાની પાસે હોવાના દાવાને તેઓ એ પડકાર્યો હતો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો હતો. તેઓએ ૬૦થી […]
અમાસના તારા – કિસનસિંહ ચાવડા અમૃત – રઘુવીર ચૌધરીઅહલ્યાથી ઇલિઝાબેથ – સરોજ પાઠક આકાર – ચંદ્રકાન્ત બક્ષીઆગગાડી, નાટય ગઠરીયાં, બાંદ્ય ગઠરિયાં, મંદાકિની –ચંદ્રવદન મહેતા આપણો ધર્મ – આનંદશંકર ધ્રુવ અખંડ દીવો – લીલાબહેન અભિનય પંથે – અમૃત જાની અભિનવનો રસવિચાર –નગીનદાસ પારેખ અલગારી રખડપટ્ટી – રસિક ઝવેરી કૃષ્ણનુ જીવનસંગીત – ગુણવંત શાહ ખોવાયેલી દુનિયાની સફરે –યશંવત મહેતા ગ્રામલક્ષ્મી (ભાગ ૧ થી ૪) –ર.વ.દેસાઇ ગૃહપ્રવેશ – સુરેશ જોષી ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા – ક.મા. મુનશી ગોવિંદે માંડી ગોઠડી, સરાચરમાં– બકુલ ત્રિપાઠી ગુજરાતી દલિતવાર્તાઓ – હરિશ મંગલમ્ ચહેરા – મધુ રાય ચાલો અભિગમ બદલીએ, મારા અનુભવો – સ્વામી સચ્ચિદાનંદ ચિહન – ધીરેન્દ્ર મહેતા જનમટીપ – ઇશ્ર્વર પેટલીકર જયાજયંત – ન્હાનાલાલ જાતર – મફત ઓઝા જીવનનું પરોઢ – પ્રભુદાસ ગાંધી જિગર અને અમી – ચુનીલાલ શાહ ઝેર તો પીધાં છે જાણી જાણી –મનુભાઇ પંચોળી તણખા (ભાગ ૧ થી ૪) –ધૂમકેતુ તપોવનની […]
ભવાઇ ગુજરાતના પારંપરિક નાટયપ્રકારોમાંનો એક છે. ભવાઇની શરૂઆત સિદ્ઘપુરના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણકુળમાં જન્મેલા કવિ-કથાકાર અસાઇત ઠાકરે કરી હતી. ચૌદમી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટયપ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઇતે એક નવા નાટયપ્રકાર-ભવાઇનું સર્જન કર્યું હતું. ભવાઇનું વાચિક ગેય પદ્યમાં તેમજ ગદ્યમાં પણ હોય છે. અસાઇત ઠાકરે આશરે ૩૬૦ ભવાઇ વેશ લખ્યાની લોકવાયકા છે. તેમાં ‘રામદેવનો વેશ’ જૂનામાં જૂનો હોય એમ લાગે છે. તેમણે સામાજિક કુરિવાજો ઉપર પ્રહારો કરતા વેશો પણ આપ્યા છે. ‘કજોડાનો વેશ’ નાનકડા વર અને યુવાન પત્નીના જીવનનો ચિતાર આપે છે. તેમાં રંગલો એ બેની વચ્ચેના સંવાદોને જોડતો, હસાવતો અને […]