જરૂરી સામગ્રી : (૧) લીલા વટાણા : ૩૦૦ ગ્રામ (૨) લીલાં મરચાં : ૪ ઝીણાં સમારેલાં (૩) લીંબુનો રસ (૪) સોડા : ૧/૨ ચમચી (૫) મીઠું : પ્રમાણસર (૬) ચણાનો લોટ : ૩૦૦ ગ્રામ (૭) કોથમીર : ૨ મોટા ચમચા ઝીણી સમારેલી (૮) તેલ : તળવા માટે. બનાવવાની રીત : વટાણાના દાણાને અધકચરા વાટી તેમાં ચણાનો લોટ, મરચાં, મીઠું, લીંબુનો રસ, કોથમીર, અને એક ચમચો ગરમ તેલ તથા સોડા નાખી ખીરું તૈયાર કરવું અને ગરમ તેલમાં ભજિયાં કડક થાય ત્યાં સુધી તળી લઈ લેવાં. આ ભજિયાં આંબલી-ખજૂરની ચટણી સાથે ખાવાથી ખૂબ […]
આયુર્વેદનાં પ્રાચીન ગ્રંથોમાં દહીંનાં ગુણકર્મોનું ઘણું વિસતૃત નિરૂપણ થયેલું છે.દહીંનો દૈનિક આહારમાં નિયમિત ઉપયોગ કરવાથી રકતમાં રહેલા કોલેસ્ટેરોલની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. આ દહીં મલાઈ વગરનાં દૂધમાંથી બનાવેલું હોવું જોઈએ. દહીં હ્રદયને બળ આપે છે. એટલે હ્રદય ના રોગીઓએ મલાઈ વગરનાં દહીં કે છાશનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. દહીં મધુરઘ ખાટું, તૂરું, ઉષ્ણ,રુક્ષ અને અગ્નિ પ્રદીપ્ત કરનાર છે. વિષ, સોજા, સંગ્રહણી આંતરડાંના રોગો, પાંડુરોહ, રકતાલ્પતા, મસા- પાઈલ્સ, બરોળ, સ્પલિનના રોગો ગોળો- આફરો, મંદાગ્નિ અરુચિ, વિષમજવર, તરસ, ઊલટી, શૂળ, મેદની તકલીફ તથા કફ અને વાયુના રોગો મટાડે છે. અરુચિ […]