મલ્લિકાર્જૂન જ્યોતિર્લિગ એ બાર જ્યોતિર્લિંગમાનું એક છે.હૈદરાબાદથી 245 કિમી દુર આવેલુ,આંધ્રપ્રદેશના કુનુર જીલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રીસેલમ જ્યોતિર્લીંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રીસેલાકમંદ આ જ્યોતિર્લીંગની મહિમાનું વર્ણન કરે .શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ એવુ તીર્થ છે,જ્યાં શિવ અને શક્તિની આરાધનાથી દેવ અને દાનવ બન્નેને સુફળ પ્રાપ્ત થયા.
આવો,જાણીએ આ મંદિર સાથે સંકળાયેલી દંતકથા વિશે
એક વાર શંકર અને પાર્વતીના પુત્ર ગણેશ અને કાર્તિકેયની વચ્ચે પહેલા લગ્ન કરવાની બાબતમાં વિવાદ થઈ ગયો.ત્યારે શંકર અને પાર્વતીએ કહ્યુ બન્ને માથી જે આ પ્રુથ્વીની પરિક્રમા પહેલા પુરી કરશે તેના લગ્ન પહેલા થશે. કાર્તિકેય પ્રુથ્વીનો ચક્કર લગાવવા માટે નીકળી પડ્યા અને ગણેશે શિવ-પાર્વતીની પરિક્રમા કરી લીધી. શાસ્ત્રોમાં માતા-પિતાની પરિક્રમાં પ્રુથ્વીની પરિક્રમા બરાબર માનવામા આવી છે. એટલે ગણેશના લગ્ન સિદ્ધિ અને બુદ્ધિ નામની બે કન્યા સાથે કરી દીધા. આનાથી કાર્તિકેય નારાજ થઈને શ્રી શૈલમ પર્વત પર ચાલ્યા ગયા.કાર્તિકેયને ખુશ કરવામાટે શિવ આ પર્વત પર જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા. આ જ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન કહેવામા આવી.આ જ પર્વત પર પાર્વતી ભ્રમરામ્બા દેવીના રૂપમાં પ્રગટ થયા.
રાવણને મારીયા પછી રામ અને સીતાએ પણ મલ્લિકાર્જુન જ્યોતિર્લંગના દર્શન કર્યા હતા. દ્વાપર યુગમાં યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવે આની પૂજા અર્ચના કરી હતી. રાક્ષસોના રાજા હિરણ્યકશ્યપ પણ આની પૂજા કરતા હતા. કાલાંતરમાં સાતવાહન, વાકાટક, કાકાતિય અને વિજયનગરના રાજા શ્રીક્રુષ્ણદેવ રાય વગેરે રાજાઓને મંદિર પુનર્નિર્માણ કરીને આનો વૈભવ વધારયો. બાદના વર્ષોમા મરાઠી શાસક શિવાજી દ્વારા પણ મંદિરના ગોપુરમનુ નિર્માણ કરાવ્યુ.ધર્મ ગ્રંથમાં આ મહિમા બતાવવામાં આવી છે કે શ્રી શૈલ શિખરના દર્શન કરવાથી માણસ બધા કષ્ટ દુર થઈ જાય છે અને અપાર સુખ પ્રાપ્ત કરીને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે એટલે મોક્ષ પ્રાપ્ત થાય છે