સૌરાષ્ટ્રના વિખ્યાત લોકગાયક અને લોકસંગીતનિયોજક લોકગીતોની સૂરાવલિમાં સમાયેલું સૌદર્ય છતું થાય એવી હલકથી ગાવાની ક્ષમતા ધરાવતા અને કથાનકમાં રહેલા વીર કે કરુણ રસને બહેલાવે એવો કંઠ ધરાવતા હિંમતદાન ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે ઇ.સ. ૧૯૨૯ના સપ્ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. પછીથી તેઓ હેમુ નામના લાડીલા ઉપનામથી ઓળખાતા હતા.લેકસાહિત્યની ગીત-કથાઓ, વારતાઓ વગેરે લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર આ ગાયક અને કથા- નિવેદક સૌરાષ્ટ્રના પડધરી ગામે કોળી મહિલાઓના ગીતોનું ધ્વનિ-મુદ્રણ કરી રહ્યા હતા ત્યારે જ ઇ.સ. ૧૯૬૫ના ઓગસ્ટ માસની ૨૦મી તારીખે કાયમી વિદાય લઇ પરલોક સિધાવ્યા. પિતાનું નામ નાનુભા. નાનુભા પોતે નિરક્ષર હતા અને ખેતીનો ધંધો કરતા હતા. માતા બાલુબાએ હેમુને ભવાઇ અને પ્રવાસી નાટક-મંડળીઓનો પરિચય કરાવ્યો. બાલુબાના ભાઇ એટલે કે હેમુના મામા નાટક મંડળી ચલાવતા હેમુ એ કંપનીનાં નાટકોમાં સ્ત્રીપાત્ર ભજવતા. નાટક- મંડળી પ્રવાસ કરતી રહેતી પરિણામે કરવાની તક તેમને સાંપડી લોકસાહિત્યમાં રસ પડતાં તેનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ કર્યો. મોરબીના વિદ્યારામ હરિયાણીને તેમને પોતાના ગુરુ તરીકે સ્થાપ્યા હતા. વિદ્યારામે લોકસાહિત્યની ખૂબીઓ અને વિવિધતાથી હેમુને સુપરિચિત કર્યા. ઇ.સ. ૧૯૫૬માં તેઓ રાજકોટ આકાશવાણીમાં જોડાયા તે દરમિયાન અસરકારક પદ્ધતિ લોકસંગીત શી રીતે રજૂ કરવું તેની વ્યવસ્થિત તાલીમ તેમણે લીધી. પછી તો તેમણે સંખ્યાબંધ જાહેર કાર્યક્રમો આપ્યા તેમનો અવાજ ઝવેરચંદ મેઘાણી જેમ બુલંદ અને સુરીલો હતો. તેમણે ગાયેલાં અસંખ્ય લોકગીતોની ગ્રામાફોન રેકર્ડ તૈયાર થઇ ધૂમ વેચાવા લાગી. આકાશવાણીમાં તેમને લોકસંગીતના સહાયક દિગ્દર્શક તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમના સહકાર્યકર હતાં દીનાબહેન ગાંધર્વ. એમના સાથમાં તેમણે અનેક લોકસંગીત- રૂપકો રચ્યાં. એમાંનાં રાંકનુંરતન, શેણી વિજાણંદ, કવળાં સાસરિયાં, તથા પાતળી પરમાર આજે પણ એટલાં જ લોકપ્રિય રહ્યાં છે. એક દિન પંચસિંધુને તીર અને વર્ષાવર્ણન જોવી ગદ્યવાર્તાઓ તેમણે રજૂ કરી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી તે સમયમાં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી અસ્તિત્વમાં હતી. આ અકાદમીએ શેતલને કાંઠે અને ધન્ય સૌરાષ્ટ્ર ધરણી જેવાં નાટકો રજૂ કર્યા હતાં. આ નાટકો ખૂબ જ પ્રશંસા પામ્યાં હતાં. આ પ્રશંસા પાછળ હેમુનો કંઠ અને તેમના અભિનયનું અતિ મહત્વનું પ્રદાન છે. ઝવેરચંદ મેઘાણીએ ઢગલાબંધ લોકગીતોનું સંશોધન અને તેનો સંચય કર્યો છે. આ લોકગીતને કવિ દુલા કાગ કે કાનજી ભૂટા બારોટ જેવા ગાયકોએ ઢાળ આપવાનું કામ કર્યું છે. હેમુ ગઢવીની ગણના પણ ઢાળ આપનાર આ ગાયકોમાં થાય છે