હિમાલયના પાંચ કેદાર :
૧. કેદારનાથ
‘પંચ કેદાર’ એટલે પાંચ કેદારમાં એક વિશિષ્ટતા એ છે કે દરેકમાં શિવજીના અલગ અલગ ભાગોની પૂજા થાય છે. જેમ કે કેદારનાથમાં પુષ્ઠભાગની, તુંગનાથમાં બાહુની, રૂદ્રનાથમાં મુખની, કલ્પેશ્વરમાં જટાની અને મહમહેશ્વરમાં નાભિની પૂજા થાય છે. આ કેદાર મંદિરો વળી પ્રકૃતિના અલૌકિક-આઘ્યાત્મિક સ્વરૂપનું પણ ધામ છે.
શિવપુરાણમાં કથા છે તે મુજબ મહાભારતના યુઘ્ધમાં પાંડવો જીત્યા હતા પરંતુ પોતાના પરિવારના અનેક લોકોને માર્યા હતા તે સર્વે સગા હોવાથી ‘સગોત્ર’ હતા તેની અગોત્ર બાંધવોની હત્યાનું પાપ તેના ઉપર હતું. શિવજી આનાથી નારાજ હતા તેથી દર્શન આપવા તૈયાર (રાજી) નહોતા. આ સગોત્ર હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા પાંડવો અહીં આવેલા, તે પાંડવોના મનમાં સાચા રૂપની વ્યથા હતી. તેને પ્રાયશ્ચિત કરવાનું પ્રબળતાથી મન થતું હતું. તેના મનમાં શુઘ્ધભાવ હતો અને આથી પ્રાયશ્ચિતના સંતાપે બળતા હતા ત્યારે પાડીનું રૂપ ધારણ કરીને શંકર ભગવાન તેનાથી દૂર રહેવા, પાંડવોથી સંતાઈ જવા જમીનમાં ચાલ્યા જવા માગતા હતા જેથી કરીને પાંડવો (શંકર પાસે) કરગરે નહીં અને માફી આપવાની વાત ન કરે પરંતુ પાંડવો શંકર-શિવજીને જોઈ ગયા અને શુઘ્ધ મનના પાંડવોએ તેઓને દોષમુક્ત કરવા કરગરીને વિનંતી કરી. શિવજી તો દયાળુ અને જલ્દી રીઝી જાય તેવા ભોળા એટલે એ પ્રસન્ન થયા અને પાંડવોને સગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત કર્યા. આ પછી પાડાના સ્વરૂપનો પૃષ્ઠ ભાગ રહી ગયો તેથી કેદારનાથમાં શિવજીના પુષ્ઠ ભાગ શિલારૂપે છે અને તેની પૂજા થાય છે. જે ભાગ ધરતીમાં સમાઈ ગયો તે ભાગ નેપાળમાં પ્રગટ થયો (જે પાડાના સ્વરૂપનો હતો) તે ‘પશુ પતિનાથ’ના નામે વિખ્યાત અને પવિત્ર થયો. એ જ રીતે ઉપર જણાવ્યા મુજબના અન્ય અંગોની શિવજીનું સ્વરૂપ પ્રગટ થતાં પુજ અલગ અન્ય ચાર કેદારમાં થાય છે. આ પાંચે કેદારનાં મંદિરોના રસ્તા કઠિન છે.
૨. મદમહેશ્વર
મદમહેશ્વર જગ્યા રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવે છે. અહીંથી ગુપ્ત કાશી ૩૨ કિલોમીટર અને ઋષિકેશ રેલ્વે સ્ટેશન ૨૨૪ કિલોમીટર દૂર આવેલ છે.
અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ ૨૪૧ કિમીના અંતરે દેહરાદૂનમાં આવેલ છે. ઋષિકેશ, દેહરાદૂન અને હરિદ્વારથી બસ સેવા પણ મળી રહે છે.
મદમહેશ્વર મંદિર ચૌખંભા શિખર પર આવેલ છે. નવેમ્બર મહિના સુધીમાં તો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ અને કલ્પેશ્વરના દ્વાર બંધ થઈ જાય છે. આવા જ હાલ બદ્રીનાથ અને મદમહેશ્વરના પણ હોય છે. એટલા જ માટે અહીં જવા માટે સૌથી યોગ્ય સમય છે મે અને જૂનનો. મદમહેશ્વરની ઉંચાઇ સમુદ્ર કિનારાથી લગભગ ૩૩૯૮ મીટર છે.
મોટાભાગે મદમહેશ્વરની યાત્રા એપ્રિલથી નવેમ્બરમાં કરવામાં આવે છે, પરંતુ વરસાદમાં રોડ તૂટવાનો ડર પણ રહે છે અને શિયાળામાં તો ઠંડી અતિશય વધી જાય છે.
પાંડવો અને તેમના અનુયાઇઓએ કેદારનાથ, મદમહેશ્વર અને તુંગનાથ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.
મદમહેશ્ચર મંદિરમાં ભગવાન શિવની નાભિની પૂજા કરવામાં આવે છે. આ મંદિરનું નિર્માણ મોટા-મોટા પથ્થરોને તોડીને કરવામાં આવ્યું છે.
શિયાળામાં સખત બરફવર્ષાના કારણે અહીં પૂજા-પાઠ થઈ જ નથી શકતો, જેના કારણે મૂર્તિઓની એક યાત્રાનું આયોજન કરી પૂજા-અર્ચના ઉખીમઠમાં કરવામાં આવે છે.
3. તુંગનાથ
તુંગનાથ ભારત દેશની ઉત્તર દિશામાં આવેલી હિમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલું હિંદુ ધર્મના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામનો હિમાલયના પાંચ કેદારમાં સમાવેશ થાય છે.ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલમાં આવેલ ચમોલી જિલ્લામાં સ્થિત તુંગનાથ પર્વત પર આવેલું છે. તુંગનાથ મંદિર ૩,૬૮૦ મીટર (૧૨,૦૭૩ ફૂટ) જેટલી ઊઁચાઈ પર આવેલું છે તેમ જ પંચ-કેદારોમાં સૌથી વધારે ઊઁચાઈ પર આવેલું છે. આ મંદિર ૧,૦૦૦ વર્ષ જેટલું પુરાણું માનવામાં આવે છે, અને અહિંયા ભગવાન શિવની પંચ-કેદારોમાંથી એક સ્વરૂપ તરીકે પૂજા કરવામાં આવે છે.
૪. રુદ્રનાથ
તુંગનાથ ભારત દેશની ઉત્તર દિશામાં આવેલી હિમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલું હિંદુ ધર્મના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામનો હિમાલયના પાંચ કેદારમાં સમાવેશ થાય છે.ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલમાં આવેલ ચમોલી જિલ્લામાં રુદ્રનાથ આવેલું છે.
પાતાળવાસી બની ગયેલા નંદી એટલે કે શિવજીના હાથે જે સ્થળે દર્શન આપ્યાં એ સ્થળ એટલે કેદારનાથ પાસે આવેલું તુંગનાથ અને ભોળેનાથનો ચહેરો જ્યાં દેખાયો એ સ્થળ એટલે કેદારનાથની નજીક આવેલું રુદ્રનાથ.
૫. કલ્પેશ્વર
હાદેવની જટા જ્યાં દર્શન આપવા બહાર આવી એ કલ્પેશ્વર.
એકમાત્ર કેદારનાથનાં દર્શન કરવાથી શિવનાં દર્શન નથી થતાં પણ તુંગનાથ, રુદ્રનાથ, મદ્ધમહેશ્વર અને કલ્પેશ્વરનાં દર્શન કરવામાં આવે તો જ પૂર્ણ શિવદર્શન થાય છે