પ્રતિવર્ષ વિશ્વમાં લાખો લોકો ડેન્ગયુના રોગના શિકાર બને છે અને હજારોની સંખ્યામાં મૃત્યુ પામે છે. હાડકામાં પીડા થવી એ આ રોગનું સામાન્ય લક્ષણ છે. ડેન્ગયુને ખતરનાક રોગ માનવાની સાથે સાથે હાડકાતોડ તાવ પણ કહેવામાં આવે છે. આ રાગેની ઓળખ બેંજામિન રશે ઈ.સ. ૧૭૮૯માં કરી હતી અને છેક વીસમી સદીમાં એ જાણી શકાયું કે આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે. ડેન્ગયૂનો તાવ ‘ ડેન વાયરસ’ ને કારણે આવે છે. શરીરમાં એક વાર વાયરસ પ્રવેશે પછી ડેન્ગયૂનાં લક્ષણ સામાન્ય રીતે પાંચથી છ દિવસમાં જોવા મળે છે. ડેન્ગયુ તાવનો વાયરસ એડીસ નામના મચ્છરના કરડવાથી સ્વસ્થ વ્યકિતના શરીરમાં ફેલાય છે. આ મચ્છર સામાન્ય રીતે ચોખ્ખા પાણીમાં થાય છે અને દિવસના સમયે કરડે છે. ડેન્ગયૂ તાવના ત્રણ પ્રકાર સામાન્ય રીતે ડેન્ગયૂનાં લક્ષણો ડેન્ગયૂનો તાવ કયા પ્રકારનો છે તેના પર નિર્ભર છે. ડેન્ગયૂના તાવ ત્રણ પ્રકારના હોય છે. કલાસિકલ ( સામાન્ય ) ડેન્ગયૂનો તાવ ડેન્ગયૂ હેમરેજિક તાવ ( ડીએચએફ) ડેન્ગયૂ શોક સિન્ડ્રોમ ( ડીએસએસ) કલાસિકલ ડેન્ગયૂ જાતે જ ઠીક થનારી બીમારી છે તથા તેનાથી મૃત્યુ થતું નથી પરંતુ જો ડીએચએફ તથા ડીએસએસનો ઉપચાર તરત ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી કયા પ્રકારનો તાવ છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. રોગની ઓળખ ડેન્ગયૂની સમયસર સારવાર કરવામાં આવે તો તેને વધતાં રોકી શકાય છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે તેની ઓળખ કેવી રીતે કરવી ? કેવી રીતે ખબર પડે કે ચેપગ્રસ્ત વ્યકિત ડેન્ગયૂના વાયરસથી ગ્રસિત છે? ડેન્ગયૂની ઓળખ કરવા માટે વિવિધ પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. -સામાન્ય રીતે કેટલાંક લક્ષણોને આધારે ડેન્ગયૂ છે કે નહીં તેનો અંદાજ લગાવી શકાય છે. જોકે આ અંદાજ ખોટો પણ પડી શકે છે. તેથી ડેન્ગયૂનાં લક્ષણો જોવા મળે તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. સામાન્ય રીતે વિવિધ લક્ષણોને આધારે ડોકટર ડેન્ગયૂ રોગની ઓળખ કરે છે. -ડોકટર દર્દીના લોહીનું પરીક્ષણ કરીને ડેન્ગયૂ છે કે નહીં તે જાણે છે. – હેમેગુલીટિનીશન ઈનહેબિટિશન ટેસ્ટ તથી અલાઈઝા સેરોલોજિકલ ટેસ્ટથી પણ ડેન્ગયૂના વિષાણુઓની ઓળક કરી શકાય છે. તેનાં અલાઈઝા ટેસ્ટ ઓછો ખર્ચાળ અને ઝડપી પરિણામ જણાવનાર છે. -ડેન્ગયૂની ઓળખ કરવા માટે રેપિડ ડાયગ્નોસ્ટિક કિટનો ઉપયોગ કરવામાં આવે છે. – પીસીઆર ( પોલીમરેજ ચેન રિએકશન) ટેસ્ટ દ્વારા ડેન્ગયૂની તપાસ થાય છે. સારવાર જો દરદીને સામાન્ય ડેન્ગયુનો તાવ હોય તો તેની પ્રાથમિક સારવાર ઘરે કરી શકાય છે. -કોઈ પણ સારી સામાન્ય પાવરની તાવ ઊતરવાની દવા, પેરાસિટામોલ અને શરબત લઈ શકાય. -માથાનો દુખાવો ઓછો કરવાની દવા કયારેય લેવી નહીં. – સંપૂર્ણ આરામ કરવો અને શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખવા માટે પાણી પીતાં રહેવું. વિવધ ફળોના જયૂસ પણ લઈ શકાય. -નારંગીના જયૂસના સેવનથી પાચનતંત્ર સારું રહે છે અને રોગ પ્રતિકારકશકિત પણ વધે છે. -જો તાવ ૧૦૨ ડિગ્રીથી વધારે હોય તો તાવને ઓછો કરવા માટે હાઈડ્રોથેરાપી ( ઠંડા પાણીનાં પોતાં મૂકવાં) જરૂરી છે. – દરદીને સામાન્ય દિવસોમાં આપવામાં આવતું ભોજન આપવું જોઈએ, કારણ કે તાવમાં શરીરને વધારે ને વધારે ભોજનની જરૂરિયાત હોય છે. – જો તાવ ન ઊતરે તો તરત જ ડોકટરનો સંપર્ક કરો. જે પરિક્ષણ કરીને યોગ્ય સારવાર અને દવાઓ આપશે. ડેન્ગયૂથી બચવાનો એકમાત્ર સરળ ઉપાય છે જેનાથી ડેન્ગયૂ વાયરસ ફેલાય છે તેવા મચ્છરોથી બચવું જરૂરી છે. ડોગ શાર્કમાંથી બનશે ડેન્ગયૂની રસી જીવવિજ્ઞાનીઓએ ડોગ શાર્ક માછલીના શરીરમાંથી સ્કવાલામાઈન નામનું એક રસાયણ શોધી કાઢયું છે. જે યલોફિવર તથા ડેન્ગયૂ જેવા રોગોના વાયરસનો નાશ કરીને દરદીને સાજો કરે છે. આ રસાયણ ડેન્ગયૂનો સો ટકા નાશ કરે છે. તેમાં ફૂગનાશક, એન્ટિબાયોટિક અને પ્રોટોઝોનનાશક તત્ત્વો હોય છે. આશ્ચર્ય પમાડનારી વાત તો એ છે કે આ રસાયણ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે.