સ્ત્રી નો મનગમતો શણગાર બંગડી વિશે જાણૉ
તારા ઝાંઝર ની છમ ને બંગડી ની ખન
તરસી તરસી બસ સાંભળી તી મેં કલ્પનામાં
ઝાલ્યો આખરે મેં જ્યારે હાથ તારો
તારા ચંચળ નયન નૃત્ય થી જ મન ભરાયુ નહિ
આ કવિતાની કયાંય મે સાંભળેલ હતી સ્ત્રીના શણગારની કેવી સુંદર રીતે રજુઆત કરાઈ છે સ્ત્રીના સોળ શણગારમા બંગડીને સ્થાન છે
સ્ત્રીઓની બંગડીઓ(ચુડીઓ) જ્યારે ખણકે છે ત્યારે બધાની નજર એ તરફ જતી હોય છે. મોટાભાગની મહિલાઓ બંગડીઓ કે કંગન ચોક્કસ પહેરે છે. ખાસ કરીને આ બાબતે એવી ધારણા છે કે બંગડીઓ સુહાગની નિશાની હોય છે એટલા માટે પહેરવામાં આવે છે પરંતુ તેની પાછળ બીજા પણ કારણો રહેલા છે
બંગડીઓ પહેરવા પાછળ સ્ત્રીઓને શારીરિક રીતે શક્તિ પ્રદાન કરવાનો મુખ્ય હેતુ હોય છે. મહિલાઓની ઉંમર જેમ જેમ વધે છે તેમ અનેક પ્રકારની બીમારીઓ પણ તેમને ઘેરી લે છે અને શરીર નબળુ થવા લાગે છે.
આજકાલ મોટાભાગની મહિલાઓ બંગડીઓ નથી પહેરતી. જેના કારણે મહિલાઓમાં નબળાઈ અને શારીરિક શક્તિનો અભાવ લાગે છે. તેઓ ઝડપથી થાકી જાય છે
મહિલાઓને શક્તિ પ્રદાન કરવામાં સોના-ચાંદીના આભૂષણ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે. હાથોના હાડકાંને મજબૂત બનાવવામાં સોના-ચાંદીની બંગડીઓ શ્રેષ્ઠ કામ કરે છે. આ બંગડીઓમાં ઘર્ષણથી હાથોની અંદર સોના-ચાંદીના ગુણ સમાઈ જાય છે. આયુર્વેદ પ્રમાણે પણ સોના-ચાંદીના ભસ્મને શરીરને બળ પ્રદાન કરનારું માનવામાં આવે છે. સોના-ચાંદીના ઘર્ષણથી શરીરને તેના શક્તિશાળી તત્વ પ્રાપ્ત થાય છે જેનાથી મહિલાઓનું આરોગ્ય સારું રહે છે તથા લાંબી ઉંમર સુધી તેઓ સ્વસ્થ રહી શકે છે.
વાસ્તુશાસ્ત્રની દષ્ટિએ જે ઘરમાં બંગડીઓનો ખણ-ખણ અવાજ આવતો રહે છે ત્યાંના વાતાવરણમાં નકારાત્મકતા નથી રહેતી. બંગડીઓનો અવાજ પણ સકારાત્મક વાતાવરણ તૈયાર કરે છે. જે રીતે મંદિરરમાં ઘંટનો નાદ અવાજ કરે છે અને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે એ જ રીતે બંગડીઓનો મધુર ધ્વનિ પણ કાર્ય કરે છે.
જ્યાં મહિલાઓની બંગડીઓનો અવાજ આવે છે ત્યાં દેવી-દેવતાઓની પણ વિશેષ કૃપા બની રહે છે. એવા ઘરમાં બરકત પણ રહે છે અને ત્યાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. તેની સાથે જ એ વાત પણ ધ્યાન રાખવા યોગ્ય છે કે સ્ત્રીને પોતાનું આચરણ સંપૂર્ણ રીતે ધાર્મિક રાખવું જોઈએ. માત્ર બંગડીઓ પહેરવાથી જ સકારાત્મકતાનું ફળ પ્રાપ્ત નથી થતું.
બંગડી પેહરનાર સ્ત્રી દ્વારા જ બંગડીની નબળાઈ ગણવામાં આવે છે બંગડી તે શૃંગારનો જ એક માત્ર ભાગ નથી પરંતુ ભૂતકાળમાં પણ આર્થિક સહાય માટે મદદરૂપ સાબિત થઇ છે.બંગડી સ્ત્રીની નબળાઈ નથી, તેનું આભુષણ છે.
સ્ત્રી અને ઘરેણાનો વર્ષો જુનો સબંધ છે.આપના દેવ અને દેવીના હાથમાં પણ તેનું સ્થાન છે.બુટી, ચુક,બંગડી,પાયલ,ટીકો અનેક ઘરેણા સ્ત્રીનો શણગાર છે અને સ્ત્રીનું સૌથી વધારે પ્રિય ઘરેણું બંગડી છે. સ્ત્રીઓની સૌથી મનગમતી અને આકર્ષક લાગે તેવી બંગડીઓ છે. ખણ-ખણ કરતી બંગડીઓ કોઈપણ મહિલાની ખૂબસૂરતીમાં ચાર-ચાંદ લગાવી દેતી હોય છે.બંગડીઓ અને સ્ત્રી શૃંગાર એકબીજાના અભિન્ન અંગ છે.બાળકીથી લઈને વૃદ્ધા સુધી સૌ કોઈ સ્થળ, પ્રસંગ પ્રમાણે પેહરે છે. કાચની બંગડી હોય કે સોનાની, મોતીની હોય કે પ્લાસ્ટીકની પણ તે સ્ત્રીનું મનગમતું ઘરેણું છે. કોઈ કામ કરતી વખતે જયારે તેના હાથની બંગડી ખન ખન રણકે છે તે પણ જાને કોઈ રાગમાં રણકતી હોય તેવું લાગે છે. ભારતમાં દરેક પ્રદેશમાં ત્યાની પરંપરા મુજબ લગ્ન પ્રસંગે દુલ્હનને પેહરાવવામાં આવે છે. રાજસ્થાની બંગડી, કલકતી બંગડી, વગેરે….રૂપિયાથી લઇ લાખો રૂપિયા સુધીની બંગડીઓ બજારમાં મળે છે. એટલું જ નહિ બંગડીનો ધંધો કરનાર વ્યક્તિની રેકડી/દુકાનમાં અન્ય રેકડી/દુકાનની સરખામણીએ વધારે રોનક લાગે છે.બંગડીએ ભારતીય નારીનું સૌભાગ્યનું પ્રતિક છે તેમજ તેની સાથે ઘણી સંસ્કૃતિની માન્યતા જોડાયેલી છે.ભાગ્યે જ કોઈ હાથ બંગડી વગરનો જોવા મળે છે.