-માનવી અભિમાનથી ફુલાઈ શકે છે અને જ્ઞાનથી ફેલાઈ શકે છે
સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
-સ્નાનથી તન,દાનથી ધન, સહનશીલતાથી મન અને ઈમાનદારીથી જીવન શુધ્ધ બને છે,.
– કામ,ક્રોધ અને લોભ આ ત્રણેય આત્માનું પતન કરનાર નરકનાં દ્રાર છે.ભગવત ગીતા.
– રસ્તે ચાલતા ચાલતા ખાવું ન્હીં, હસતા હસતા ભાષણ ન કરવું,નષ્ટ થયેલી વસ્તુ,વીતેલી વાત અને મૃત્યુ પામેલ સ્યક્તિ વિશે શોક ન કરવો તથા પોતે કરેલા કર્યની પોતાના મુખે પ્રશંશા ન કરવી. અજ્ઞાત….
-\’ખાઈ\’માં પડેલો બચીને ઉપર આવી શકે પણ \’અદેખાઈ\”માં પડેલો માનવી કયારેય ઉપર આવી શકતો નથી.
સ્વામી પીયુષાનંદ સરસ્વતી…
– મુઠ્ઠીભર સંકલ્પવાન જેમની લક્ષ્યમાં દઢ આસ્થા છે,ઇતિહાસની ધારા બદલી શકે છે.
મહાત્મા ગાંધી..
-જે કાં તો અત્યંત આળસુ હોય તે અથવા તો જે અત્યંત ઉધર્મ હોય તે કશી ફરિયાદ કરતા નથી. ધુમકેતુ.
– મનના હાથીને વિવેકના અંકુશ વશમાં રાખવો જોઇએ.
-જો શરીર સુખી તો મન સુખી અને મન સુખી તો જીવન સુખી. અજ્ઞાત
-સત્ય થકી કીર્તિ પ્રાપ્ત થઈ શકે છે અને સહયોગથી મિત્ર બનાવાય છે. કૌટિલ્ય.
-એક આશાવાદી વિચારે છે કે ગ્લાસ અધુરો ભરેલો છે નિરાશાવાદી વિચારે છે કે ગ્લાસ અડધો ખાલી છે અને યર્થાથવાદી વિચારે છે કે તે થોડી વાર વધારે ઉભો રહેશે તો અંતે ગ્લાસ તેને જ ધોવો પડશે..