*સાપ,અગ્નિ,દુર્જન,શાસક,જમાઈ,ભાણેજ,રોગ અને શત્રુ આટલાને સામાન્ય ગણી કોઇ દિવસ તમની ઉપેક્ષા ન કરવી.
અજ્ઞાત
*દુર્જન ભણેલો હિય તો પણ તેનો ત્યાગ કરવો જોઇએ કરણકે સર્પ મણીથી શોભતો હોય તિ પણ શું તે ભયંકર નથી ?
અજ્ઞાત
*સાચવવા પડૅ એ સંબંધો કદી સાચા નથી હોતા અને સંબંધો જો સાચા હોય તો એને કદી સાચવવા નથી પડતા.
અજ્ઞાત..
*રોટલો કેમ રળવો ત નહી પરંતુ દરેક કોળિયો કેમ મીઠો કરી માણવો તે ખરી કેળવણી છે.
અજ્ઞાત
*આક્રોશ,આવેગ અને આવેશની ત્રુપ્તિ માણસને કયારેય સફળ થવા દેતી નથી.
અજ્ઞાત
*જેને જેનું કામ નહીં તે ખર્ચે નહીં દામ,જો હાથી સસ્તો મળે તેનું ગરીબને શું કામ ?
અજ્ઞાત
*વ્યક્તિએ શાંતિ અને સુખ મેળવવા માટે પોતાના વિચાર મુજબની અભિવ્યક્તિ અને તે મુજબનું કર્ય કરવું જોઇએ.
અજ્ઞાત
*પહેલો મૂર્ખ તે ઠેકે કૂવો,બીજો મૂર્ખ તે રમે જુવો.ત્રીજો મૂર્ખ તે બેનને ધેર ભાઈ,ચોથો મૂર્ખ તે ધરજમાઈ.
અજ્ઞાત
*આપીને આનંદ અનુભવે એ તે સ્નેહ,લઈને જે રાજી રહે છે તેનું નામ સ્વાર્થ.
અજ્ઞાત.
*સંબંધની ધરતી પર જયારે વિશ્વાસ વરસે છે ત્યારે જ એમાંથી સ્નેહની સોડમ પ્રસરે છે.
અજ્ઞાત
* જીવનમાં મુશ્કેલીઓ અનેક હોય છે પરંતુ તે દરેકનો એક રસ્તો હોય છે અને તે રસ્તો તેને જ મળે છે જેનો ચહેરો હંમેશા હસતો હોય છે.
અજ્ઞાત
*યશનું આચમન,ભક્તિ રસનું સેવન,પ્રેમનો કરે ભંડારો,ભુખ્યાને આપે ટુકડો તેને હરિ ઢુકડો.
અજ્ઞાત
*સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આગળ શું બોલ્યા હતા એ યાદ નથી રાખવું
પડતુ
અજ્ઞાત
* જિંદગી એવી ના જીવો કે લોકો \’ફરિયાદ\’ કરે પણ જિંદગી એવી જીવો કે લોકો \’ફરી\’ \’યાદ\’કરે.
અજ્ઞાત
*માત્ર પ્રકાશનો અભાવ નહીં પણ વધુ પડતો પ્રકાશ પણ મનુષ્યની આંખો માટૅ અંધકાર રુપ સાબિત થાય છે.
સ્વામી રામતીર્થ
*ક્રોધમાં મનુષ્ય પોતાના મનની વાત નથી કહેતો તે માત્ર અન્યનું દિલ દુખાવા માંગે છે.
પ્રેમચંદ
*જેનો ધર્મ વધે, એનું ધન વધે અને ધન વધે તો મન વધે અને મન વધે તો માન વધે.
મોરારિ બાપુ
*જે લોકો પોતાની પ્રશંસાના ભૂખ્યા હોય છે તે સાબિત કરે છે કે તેમનામાં યોગ્યતા નથી,જેમનામાં યોગ્યતા છે તેમનું ધ્યાન જ ત્યાં નથી હોતું.
મહાત્મા ગાંધી
*જેના પર તમારુ જોર નહીં તેના માટે દુઃખ કરવાનું બંધ કરી દો.
શેક્સપિયર
*તમે તમારી ફરજને સલામ કરશો તો બીજા કોઇને સલામ કરવાની જરુર નહી પડે પણ ફરજ ચૂકશો તો બધાને સલામ કરવી પડશે.
ડો.અબ્દુલ કલામ
*જે લોકો સંગીત સાંભળી શકતા નથી તેઓ ન્રુત્ય કરનારાને પાગલ માને છે.
ફેડરિક નિત્શે
*દિવસ ફરે તો દિલ વિશે અવળા સૂઝે ઉપાય,કાપી વાદીનો કરંડિયો,મૂષક સર્પમૂખ જાય.
દલપતરામ
*મનુષ્ય જો લોભને ઠુકરાવી દે તો તે રાજાથી પણ ઊંચો દરજ્જો હાંસલ કરી શકે છે,કેમ કે સંતોષ જ મનુષ્યનું માથું હંમેશા ઊંચું રાખી શકે છે.
શેખ સાદી.
*કોઇના પિતા બંગલા છોડૅ,કોઇના ખેતરવાડી,કોઇના મોટા મહેલ મૂકી જાય,કોઇની ચાલે ધીકતી પેઢી.કોઇનું બેંક ખાતું,તમે પિતા મને હ્રદય આપ્યં,રાતને દિવસ ગાતું.
દેવજીભાઈ મોઢા
*પુસ્તકોનું મૂલ્ય રત્નોથી પણ વધુ છે, કેમ કે રત્ન બહારની ચમક-દમક દેખાડે છે,જયારે પુસ્તકો અંતરાત્માને ઉજ્જવળ કરે છે.
મહાત્મા ગાંધી
*તર્ક કેવળ બુધ્ધિનો વિષય છે,હ્રદયની સિધ્ધિ સુધી બુધ્ધિ પહોચી શકતી ન માને તે વસ્તુ ત્યજય છે.
મહાત્મા ગાંધી
*આપણે દુઃખને છાતીએ વળગાડીને ચાલીએ છીએ અને આનંદને અળગો રાખીએ છીએ.
આચાર્ય રજનીશ
*એષણા સમુદ્રની જેમ હંમેશા અત્રુપ્ત રહે છે.તેને સંતોષવાનો પ્રયત્ન કરવાથી અશાંતી વધે છે.
સ્વામી વિવેકાનંદ
*સુખને નજરમાં રાખ્યા સિવાય ફિલસૂફી
કરવાનું માણસ માટે કોઈ કારણ નથી.
– સંત ઓગસ્ટિન..
*પોતાની મનોવ્રુતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરો નહીંતર એ તમારા પર કાબુ કરી લેશે.
તમે કેટલા નિરાશ છો તેનાથી કોઈને કંઇ ફરક પડતો નથી દુનિયાને તમારા દુઃખો સાથે કોઈ નિસ્બત નથી.
*બે વ્યક્તિઓ દલીલ કરતી હોય તો તેમની વચ્ચે પ્રેમ નથી એવુ નથી અને એમ પણ ન સમજવું કે દલીલો ન કરનારા હંમેશા પ્રેમથી રહે છે.
*પૈસાદાર હોવુ, સાથોસાથ મક્ક્મ મનનાં હોવું એ સારી વાત છે, પરંતુ આ ઉપરાંત અનેક મિત્રોના પ્રિય હોવું એ વધારે સારી વાત છે.
* જે વ્યક્તિ નાનાં નાનાં કામો ને પણ ઉમાનદારીથી કરે છે,તે મોટાં કાર્યોને પણ એ જ ભાવનાથી પુર્ણ કરી શકે છે.
સેમ્યુઅલ સ્માઈલ
* આપણી ખુશીનો સ્રોત આપણી અંદર જ છે,આ સ્રોત અન્ય પ્રતિ સંવેદના દ્રારા વૃધ્ધિ મેળવે છે
દલાઈ લામા
* તમે જે ખુશી મેળવો છો તેનો આધાર તમે જેટલી ખુશી મેળવો છો તેના પર છે.શ્રી માતાજી
* મારા જીવનમાં ધણી સમસ્યાઓ આવી છે,પણ મારા હોઠને તેની કયારેય જાણ થઈ નથી કારણકે તે સદા હસતા જ રહે છે.
ચાર્લી ચેપ્લીન
*વિચારો દ્રારા જ મનુષ્યને કાર્ય કરવાની પ્રેરણા મળૅ છે અને કાર્યોનાં જ પરિણામો સુખ-દુઃખ તરીકે મનુષ્ય ભોગવતો હોય છે. જેન વિચારો ઉત્તમ છે તે ઉત્તમ જ કાર્ય કરશે અને જેનાં કાર્ય ઉત્તમ હશે તેનાં ચરણોમાં સુખ-શાંતી આપમેળે જ નમતાં આવશે.
* કર્મ,જ્ઞાન અને ભક્તિ આ ત્રણ જયાં મળે છે ત્યાં જ સર્વશ્રેષ્ઠ પુરૂષાર્થનો જન્મ થાય છે.શ્રી અરવિંદ
* કુદરતી દુઃખ એક કસોટી છે,ઊભું કરેલુ< દુઃખ એક શિક્ષા છે.શ્રી અરવિંદ
* માણસને પોતાની જાતને છેતરવાની અનંત શક્તિ રહેલી પડી છે,આમાં ભલભલા જોગી ,જતિ,ઋષિ,તપસ્વિ કોઇ જ અપવાદ નથી. સ્વામી વિવેકાનંદ.
* પહેલા સમાજ લોટ જેવો હતો,પાણી નાખતા જ ભેગો થઈ બંધાઈ જતો.આજે રેતી જેવો છે.લોકો પેસા પાછળ પાગલ છે.સ્વાર્થી બન્યા છે. ઇન્દુલાલ યાજ્ઞિક.
* જે કાર્ય કરતા મનમાં આનંદ વ્યાપિ જાય એ ધર્મ અને જે કાર્ય કરતા મનમાં ગ્લાનિ થાય એ અધર્મ. બ્રહ્માનંદ.
* પ્રાર્થના એ કાંઇ ડોશીમાનું નવરાશની પળોનું મનોરંજન નથી,પ્રાર્થનાતો અંતરનો નાદ છે. ગાંધીજી
* કોઈપણ મુશ્કેલી વચ્ચે જીતે તેને માત્ર વિજય કહેવાય,પણ અનેક મુશ્કેલી સાથે જીતે તેને ઈતિહાસ કહેવાય.
* દુનિયામાં તમારી પાસે તમરું કંઈ જ નથી,જે કંઈ પણ છે તે અમાનત રુપે છે,દિકરો વહુની અમાનત છે.દિકરી જમાઈની અમાનત છે.શરીર શ્મશાનની અને જીંદગી મોતની અમાનત છે.તમે જોજો એક દિવસ દિકરો વહુનો અને દિકરી જમાઈની બની જાશે.શરીર સ્મશાનની રાખમાં મળી જાશે.જીંદગી મોતથી હારી જાશે.તો અમાનતને અમાનત સમજી તેની સારસંભાળ કરવી.તેની ઊપર પોતાની માલિકીનો થપ્પો લગાવી ન દેતા.
* સમય અને સમજણ નસીબદાર માણસોને એક સાથ મળે છે કારણકે સમય હોય ત્યારે સમજણ હોતી નથી અને જયારે સમજણ આવે છે ત્યારે સમય હોતો નથી.
* બાળકની આગળ ચાલી તેને હફાવશો નહિ,બાળકની પાછળ ચાલી તેને ચકાશશો નહિ,બાળકની સાથે ચાલી તેની મૌલિકતાને માણૉ.
* જેમ વધારે શાંત થતા જશો તેમ વધારે સારૂ સંભળાશે
* બીજાઓને આપવામાં ઉત્તમ ફાયદાનો સોદો છે અને વગર કૃતજ્ઞતાએ કંઈ લેવામાં સૌથી મોટું નુકસાન.
* આપણે કોણ છીએ તે આપણા વિચારો નક્કી કરે છે બધું જ વિચારોમાં થી જન્મે છે અને
આપણા વિચારો જ દુનિયાનું સર્જન કરે છે.
* આવતી કાલમાં શું છુપાયેલું છે તે આપણે કોઈ જાણતા નથી, પણ આજે અને અત્યારે જે સામે છે તેનીતો આપણને બરાબર ખબર છે, છતાં નવાઈની વાત એ છે કે અત્યારની પળે અત્યારનું કામ કરવાને બદલે તેને આવતી કાલની ચિંતામાં આપણે વેડફી નાખીએ છીએ
* ક્કી બનીને જીદ કરશોતો જડતા વધશે,
વિશાલ બનીને જતુ કરવાથી મહત્તા વધશે.
* સમજવા જેટલું સામર્થ્ય તમારામાં હોય તો તમારી ભુલ તમારું પગથિયું બની રહે નહિંતર ખાડો બની રહે.
*સુખનું એક બારણું બંધ થયા પછી બીજું બારણું ખુલે છે, પરંતુ
અફસોસ કે અમે બંધ બારણાની એટલી પ્રતિક્ષા કરીએ છીએકે ખુલેલુ બારણું પણ જોઈ નથી શકતા!
*પ્રેમની જીત માણસ અનુભવે છે અને છતાં કરુણતા એ છે કે પ્રેમ આપવામાં એ કજૂસાઇ દાખવે છે. કો\’કની હૂંફે એનું જીવન રસભર બન્યું છે છતાં દુઃખદ આશ્ર્ચર્ય એ છે કે હૂંફ આપવાની બાબતમા એ ઊણો ઉતરે છે. સહુ તરફથી પોતાને કંઇક મળતું રહે એ એની ઝંખના છે અને છતાં વિષમતા એ છે કે પોતે કોઇને કાંઇ જ આપવા માંગતો નથી.