કચ્છ-માંડવીથી ૧૫ કિ.મી. બિદડા ગામે હાઈવે ઉપર યક્ષરાજ બટુકભૈરવ દેવનું શિખરબંધ મંદિર છે. તે માનવમંદિર નામથી પ્રચલિત છે. મુનિ દિનેશચંદ્રજી મ.સા.ની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી સં.૨૦૬૨ મહા સુદ છઠ્ઠ તા. ૧૭ ફેબ્રુઆરી-૨૦૦૫ના માનવ મંદિરની ધન્ય ધરા પર વિધિવિધાપૂર્વક પ્રતિષ્ઠા કરી સ્થાપના કરવામાં આવી છે. દીન-દુખિયાના સુખકર્તા દુઃખકર્તા, ઈચ્છાપૂર્તિ કરનારા દેવોમાં યક્ષરાજ બટુકભૈરવનું નામ પ્રથમ છે. બટુકભૈરવની માનતા કરવાથી કામ સિદ્ધ થાય છે. ભાવિકભકતો મનમાં સંકલ્પ કરે છે, દર મહિનાની સુદ છઠ્ઠની યાત્રા માને છે. મુંબઈ સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માનવમંદિર આવી સોના-ચાંદીનાં આભૂષમો છત્ર ચડાવી તથા સુખઢી ધરાવી બાધા માનતા પુરી કરે છે. કેટલાક ભાવિકો પગે ચાલીને માનવમંદિર યક્ષરાજ બટુકભૈરવનાં દર્શન કરે છે. બટુકભૈરવના પ્રભાવશાળી ચાર પ્રતીક મહારાજ બટુકભૈરવ દેવ ચારભુજા (૪હાથ) યુકત દેવ છે, ચારે હાથમાં પ્રભાવશાળી ગુણયુકત ચાર પ્રતીક છે. (૧) કમળ, (૨) ડમરુ, (૩) ત્રિશૂલ, (૪) શ્વાન. (૧) કમળ ઃ એક હાથમાં કમળનું ફૂલ છે. કમણ કોમળતાનું પ્રતીક છે. સુવાસ ફેલાવનાર છો. લક્ષ્મીદેવીનું પ્રિય ફૂલ છે. સંસારમાં રહેતા માનવીઓને જળકમળવત્ એટલે કે સંસારમાં રહીને અલિપ્ત રહેવાની પ્રેરણા આપનાર છે. (૨)ડમરુ ઃ બીજા હાતણાં ડમરુ છે. ડમરુ ભકિતનું પ્રતીક છે.ભકત હૃદયથી ભકિત કરનાર અને ઈષ્ટદેવ પ્રત્યે સમર્પણભાવ ધરાવનારને ભગવાનની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે, ‘ ભકતને આધીન ભગવાન ’ (૩) ત્રિશૂલ ઃ જે વ્યકિત ત્રણ શલ્યરહિત બને છે તેને જ્ઞાન-દર્શન-ચારિત્ર રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે અને આત્મશકિતનો વિકાસ થાય છે અને અંતે મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. (૪) શ્વાન ઃ જૈનાગમોમાં ચાર પ્રકારના દેવતાઓમાં વર્ણન આવે છે. (૧) ભવનપતિ(૨) વાણવ્યંતર(૩) જયોતિષ(૪) વૈમાનિક, તેમાં યક્ષ એક પ્રકાર છે. જૈન ધર્મમાં સમ્યકદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ એમ બે પ્રકારના દેવાના વર્ણન આવે છે. જેન ધર્મમાં પ્રવેશેલ વિકૃતિઓને દૂર કરનાર ધર્મપ્રાણ વીર લોકાંશાહને યક્ષરાજ બટુકભૈરવ દેવની પ્રસન્નતા પ્રાપ્ત થઈ હતી. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના આચાય પ્રાર્શ્વચંદ્રસૂરિને બટુકભૈરવ દેવ સહાયક હતા. આજે બૃહદ તથા ગચ્છ અંતરગત પાર્શ્વચંદ્ર ગચ્છના અધિષ્ઠાયક બટુકભૈરવ દેવ છે. સનાતન હિન્દુ ધર્મમાં બટુકભૈરવ દેવને ભગવાન શિવજીના અંશાવતાર બતાવ્યા છે. કચ્છ બિદડા માનવમંદિરમાં દર વર્ષ મહા સુદ છઠ્ઠના યક્ષરાજ બટુકભૈરવ દેવની વર્ષગાંઠ ઊજવાય છે. બપોરે હવન થાય છે. મંત્રોચ્ચાર સાથે દોરા તૈયાર થાય છે. દર મહિનાની સુદ છઠ્ઠ તરીકે ઊજવાય છે. કચ્છના પ્રાકૃતિક સૌદર્ય વચ્ચે શોભતા અલૌકિક આહ્લાદકાથી ઓપતા માનવમંદિરમાં બિરાજતા બટુકભૈરવ દેવની યાત્રા કરવી એ લહાવો છે.