કેટલીકવાર નાની નાના બાબતો તરફ આપણે ધ્યાન આપતા નથી. તમારા બેડરૂમમાં જરા આસપાસ નજર કરો. તમાર સૂવાના પલંગ પર કંઈ કેટલાય કપડાં પડયા હોય, તો પલંગ સાફ કરો. રૂમમાં હવાની આવનજાવન ઓછી હોય,શ્વાસ લેવામાં તકલીફ થાય તો બારીઓ ખોલો આજુબાજુ કયાંયથી દુર્ગધ આવતી હોય, કુટુંબમાં મોટે મોટેથી વાતો થતી હોય,તો આ બધાનો ઈલાજ કરો. રાત્રે વધારે ખવાઈ ગયું હોય તોપણ આંખો મિંચાતી નથી, સૂતાં પહેલા વધારે ચા અથવા કોફી પીધી હોય, આવી બધી નાની બાબતો ઉંઘ સાથે સીંધો સંબંધ ધરાવે છે.
સામાન્ય સ્થિતિમાં જયારે શરીર થાકી જાય છે. ત્યારે તેની શકિતઓ શિથિલ બની જાય છે. માંસપેશીઓનાં તંતુ તૂટી જાય છે. નાડીના ધબકારા ધીમા થઈ જાય છે. બ્લડ પ્રેશર લો થઈ જાય છે શરીરનું તાપમાન પણ નીચે ઉતરી જાય છે. આવી સ્થિતિમાં શરીરમાં ઉભા રહેવાની તાકાત રહેતી નથી. શરીર કામ કરવા લાયક રહેતું નથી. તે જાતે જ પથારીમાં સૂઈ જાય છે. અને તેની આંખો બંધ થઈ જાય છે.