સર્વ રોગનો એક માત્ર ઇલાજ ગળો
ગળોએક ઔષધી છે. આયુર્વેદમાં આના ઘણા નામોથી આળખાય છે. તેન અમૃતા, ગુડ્ડચ્ચી, છિન્નરુહા મુખ્ય છે. આ વેલ અમૃત સમાન ગુણકારી છે જેથી તેનું નામ અમૃતા પડ્યું છે. ગળોની વેલ જંગલો, ખેતર, પર્વત પર મળે છે. આ વેલ લીમડો અને આંબાનાં વૃક્ષની આસપાસ ફરે છે. જે ઝાડ પર આ વેલ ઉપર જાય છે તેના ગુણ પણ તેનામાં આવે છે. આ વેલમાં રોગપ્રતિકારક શક્તિ મોટા પ્રમાણમાં રહેલી છે. ગળોને ગરીબના ઘરની ડોક્ટર કહેવામાં આવે છે ગળોમાં કુદરતી રીતે જ શરીરના દોષને સંતુલિત કરવાની શક્તિ હોય છે
આયુર્વેદ પ્રમાણે ગળો સ્વાદમાં તૂરી, કડવી અને તીખી, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે છે.
કોઈપણ પ્રકારનાં તાવમાં પિત્તની વૃદ્ધિ અને જઠરાગ્નિનની મંદતા જરૂરથી હોય છે. ગળો પિત્તશામક અને અગ્નિ પ્રદીપક પણ છે. એટલે ગમે તે કારણથી આવેલા તાવનું તે ઉત્તમ ઘરગથ્થું ઓષધ છે. જ્યારે તમને તાવ આવે ત્યારે લીલી ગળોનો ચારેક ચમચી જેટલો રસ કાઢી તેમાં એક ચમચી તુલસીનો રસ મિશ્ર કરી સવાર-સાંજ લેવો. બે-ત્રણ દિવસમાં જ તાવમાં રાહત જણાશે.ગળોના પાંદડામાં કેલ્શિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળે છે. તે વાત, કફ અને પિત્ત નાશક હોય છે
ગળોને ઘી સાથે લેવાથી વાયુના રોગ, ગોળ સાથે લેવાથી મળાવરોધ-કબજિયાત, સાકર સાથે લેવાથી પિત્તનાં રોગો, મધ સાથે કફના રોગો, એરંડિયા-દિવેલ સાથે વાતરક્ત (ગાઉટ) રોગ તથા સૂંઠ સાથે લેવાથી તે આમવાત-રૂમેટોઈડ અર્થાઈટીસ મટાડવામાં ઉપયોગી છે.
* ઘી સાથે ગળાનું સેવન કરવાથી વાયુનું શમન થાય છે.
* સાકાર સાથે ગળાનું સેવન કરવાથી પિત્તનું શમન થાય છે.
* મધ સાથે ગળાનું સેવન કરવાથી કફનું શમન થાય છે.
* એરંડિયા સાથે સેવન કરવાથી વાત રક્તનું શમન થાય છે.
* સુંઠ સાથે ગળાનું સેવન કરવાથી આમવાયું નું શમન થાય છે.
* ગોળ સાથે ગળાનું સેવન કરવાથી બંધકોશનું શમન થાય છે.