લીંડીપીપર વિષે આપણે આગળ જોઈ ગયા. તેના મૂળ તે પીપરમૂળના ગંઠોડા. તે જેમ મોટા, વધુ ગાંઠોવાળા અને ભારે તેમ સારા. પાતળા ડાંડી જેવા હલકાં.
પીપરીમૂળ સ્વાદે તીખું, તાસીરે ગરમ, પચવામાં હલકું, લૂખું, શ્રેષ્ઠ અગ્નિદીપક, ઉત્તમ કફહર અને વાતહર, પિત્તકર, કૃમિધ્ન અને પાચક છે. તે બરોળના રોગ, પેટનો ગોળો, પેટનો આફરો, ઉધરસ, શ્વાસ, શરદી, ક્ષય વગેરેમાં સારા છે.
ગંઠોડાનું ચૂર્ણ ઔષધ તરીકે વપરાય છે.
અનિદ્રાના રોગીએ રાત્રે સૂતી વખતે ભેંસના ગરમ દૂધ સાથે ગંઠોડાનું ચૂર્ણ મેળવી પી જવું.
ચક્કરની બીમારીમાં ગોળ સાથે ગંઠોડાનું નિયમિત સેવન કરવું.
સગર્ભા સ્ત્રી ગોળની રાબમાં સહેજ ગંઠોડા મેળવી તેનું નિયમિત સેવન કરશે તો તેને નોર્મલ ડિલિવરી આવશે.
પ્રસૂતાને ધાવણ ઓછું આવતું હોય તો દૂધમાં ગંઠોડા મેળવી પાવા.
ધણા લોકોને પગમાં કળતર થતી હોય છે તેઓ ગંઠોડાનું ચૂર્ણ મધ સાથે લેશે તો ફાયદો થશે. અગ્નિમાંદ્ય અને અજીર્ણમાં ગંઠોડા સારું કામ કરે છે.