કોઇ પણ પૂજા, જપ વગેરે કર્યા બાદ અગ્નિમાં આપવામાં આવતી આહુતિની પ્રક્રિયા હવનના રુપમાં પ્રચલિત છે. કોઇ ખાસ ઉદ્દેશથી દેવતાઓને આપવામાં આવતી આહુતિ એટલે યજ્ઞ. જેમાં દેવતા, આહુતિ, વેદમંત્ર, દક્ષિણાનો સમાવેશ થાય છે.પુત્ર પ્રપ્તિની કામનાથી પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવવામાં આવે છે, જે મહારાજા દશરથે કરાવતા શ્રીરામ સહિત ચાર પુત્ર પ્રાપ્ત થયા હતા. અશ્વમેઘ યજ્ઞ માટે એવું કહેવામાં આવે છે કે જે સો વાર આ યજ્ઞ કરે તેને ઇન્દ્રનું પદ પ્રાપ્ત થાય છે. રાજાઓ રાજસૂય યજ્ઞ કરાવતા હતા. યુધિષ્ઠિરે પોતાની કીર્તિ જાળવી રાખવા અને પોતાના રાજ્યની સીમાઓ વધારવા માટે રાજસૂય યજ્ઞ કરાવ્યો હતો. વિશ્વને જીતવાના આશયથી વિશ્વજીત યજ્ઞ કરાવવામાં આવે છે, જે રામના પૂર્વજ મહારાજ રઘુએ કરાવ્યો હતો. જ્યારે લોકોના કલ્યાણની કામનાથી કરાવવામાં આવતા યજ્ઞને સોમયજ્ઞ કહેવામાં આવે છે. આજના યુગમાં આ યજ્ઞ સૌથી વધારે થાય છે. આ સિવાય પણ આજે વિષ્ણુ યજ્ઞ, શતચંડી યજ્ઞ, રુદ્ર યજ્ઞ, ગણેશ યજ્ઞ વગેરે કરાવવામાં આવે છે.
યજ્ઞની ઉપયોગિતા તેમજ સફળતા માટે ત્રણ મુખ્ય આધાર છે.
૧. મંત્રોની ધ્વનિનું વિજ્ઞાન.
૨. દિવ્ય જડી-બુટ્ટીઓ અને વનસ્પતિઓ.
૩. સાધકની એકાગ્રતા અને મનોબળ.
યજ્ઞની વિદ્યા એવી વિદ્યા છે જે અતિ પ્રાચીનકાળથી અમલમાં છે. સૃષ્ટિની ઉત્પત્તિ પણ યજ્ઞનું જ ફળ ગણાય છે. સૃષ્ટિની રચના પહેલા શક્તિ અર્જિત કરવા માટે યજ્ઞ કરવામાં આવ્યું અને શક્તિ પ્રાપ્ત કરવામાં આવી.
યજ્ઞ યાદ આવતા જ આપણને અગ્નિમાં હોમાતા ધીની આહુતિ અન્નની આહુતિ વગેરે કર્મકાંડો યાદ આવે છે. પરંતુ યજ્ઞની વ્યાખ્યા સ્તૃત છે, જે કાર્યથી સત્કર્મો કરનાર માણસોનું આથિત્ય થાય તેમને સન્માન અપાય, સમાજમાં ઐક્ય સંધાય જેનાથી સમાજમાં વિભક્ત ન થાય તેવું દરેક કર્મ એટલે યજ્ઞ યજ્ઞનું