\”ચડે પડે જીભ વડે જ માનવી\” કહેવત અનુસાર મનુષ્ય સફળ તથા નિષ્ફળ તેની જીભને કારણે જ થાય છે તેવું
કહેવાય છે. પરંતુ બીજી એક કહેવત અનુસાર \”કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી\” તે ન્યાયે મનુષ્યએ સખત
મહેનત કરવી પડે છે જદગીની પરીક્ષામાં સફળતા મેળવવા. આ બધી થઇ કિતાબી વાતો. પરંતુ આજે જો નીચેનાં
પાંચ પગલાંને મનુષ્ય જો લક્ષમાં રાખે તો સફળતા તેનાં કદમ ચૂકે તેમાં કોઇ શક નથી. આવો આપણે પણ સફળતા
પ્રાપ્ત કરવાનાં આ પાંચ પગલાંને અનુસરીએ અને પછી સફળતાની સીડી ચડતાં ચડતાં છેક ગગનમાં પહાચીએ.
કેમ મિત્રો તૈયાર છો ને ?
(૧) હકારાત્મક અભિગમથી જ વિચારો –
જીવનમાં કોઇ પણ બનાવ બને તો હતાશ ન થશો. નાસીપાસ ન થશે. જે મનુષ્ય જદગીની પરીક્ષામાં
નાસીપાસ હતાશ થાય છે તે જીવનમાં સફળતા મેળવતો નથી. કોઇપણ બનાવ બને તેને હકારાત્મ પાસાથી જ
વિચારો. આશા અમર છે. હમ હાગે કામિયાબ વગેરે ઊકિતઓને કદી ભૂલો નહ. આટલું મનમાં મનન કરીને
હંમેશાં સકારાત્મક વિચારો જ કરીશ તેવું વિચારો. જેથી તમે જીવનને દરેક ડગલેને પગલે સફળ અવશ્ય થશો જ.
(૨) નિષ્ફળતા જ સફળતાનુ પ્રથમ પગથિયુ છે –
એક વાત મનમાં ઠસાવી દો. કે ભલે નિષ્ફળતા મળે હું હતાશ નહ થાઊ. હું આજે નહ તો કાલે જરૂર સફળ
થઇશ. પેલું કરોળિયાનું દૃષ્ટાંત યાદ રાખો. તે જાળું બાંધતા બાંધતાં ૧૦૦ વખતે પડે છે. પણ અંતે જાળું બાંધીને જ
ઝંપે છે ને!
(૩) એ ક તુ જ નથી –
જયારે તમને ચારેબાજુએ અંધારું નજરે આવતું હોય કયાંયથી મદદ મળવાના આસાર દેખાતા ન હોય, જદગીના
તમામ દરવાજા બંધ થઇ ગયા હોય ત્યારે હતાશ થયા વગર બીજા વિકલ્પો વિચારવાના શરૂ કરી દો. જીવનની
કોઇપણ પરીક્ષા કે નોકરી આખરી હોતી નથી. મંદીમાં ઘણા લોકોએ નોકરી ગુમાવી તો તેમને બીજી એનાથી પણ
વધુ પગારની નોકરી મળ્યાના અનેક દાખલા છે જ.
(૪) ક્રો ધ પર રાખો કાબૂ –
માનવીનો સૌથી મોટો દુશ્મન હોય તો તે છે ક્રોધ. ક્રોધ જ મનુષ્યનું જીવન બરબાદ કરી નાખે છે. ક્રોધના
ગુલામ બન્યા પછી કોઇ આવેશાત્મક પળે એવું પગલું ભરાઇ જાય છે. જેથી જીવનભર પસ્તાવા સિવાય કાંઇ રહેતું
નથી. આથી જ વડીલો તથા આપણાં શાસ્ત્રો, પુરાણો પણ કહે છે કે તમે ક્રોધના ગુલામ કદી ન બનશો.
(૫)નમે તે સૌને ગમે –
મનુષ્યને જયારે સત્તાનો ઘમંડ ચડે છે. રૂપનો ઘમંડ ચડે છે. પૈસાનો ધમંડ ચડે છે ત્યારે ત્યારે તેનું પતન થાય છે.
તેના જીવનમાંથી શાંતિ ચાલી જાય છે. કોઇ વ્યકિત જ્ઞાની હોય તે સારી બાબત છે. પણ જો તેને જ્ઞાનનું અભિયાન
ચડે અને તે દરેકને ઊતારી પાડે અને બધા આગળ પોતાના જ્ઞાનનું અભિમાન કરે તો તે એક દિવસ એવો પછડાય છે
કે ન પૂછો વાત. લંકેશ રાવણ સ્વર્ગ સુધી સીડી મૂકવાનો હતો. તેનામાં પુષ્કળ તાકાત તેનું માૃત્યુ ન થઇ શકે તેવું
વરદાન હતું. તેને બળ અને જ્ઞાનનો ઘમંડ ચડ્યો. તેના માથામાં કુબુદ્ધિ પ્રવેશી. તેણે સીતા માતાનું અપહરણ કર્યું
અંતે તેનો તથા તેની સુવર્ણમયી લંકા પણ નાશ પામી.