સપ્તમ અધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ શ્ર્લોક નં ૨૧ થી ૩૦
યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ ।
તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્ ॥ ૨૧॥
ગુજરાતી ભાંષાન્તર : હું જીવમાત્રના હૃદયમાં પરમાત્મારૂપે વિધ્યમાન છું. કોઈ મનુષ્ય જ્યારે કોઈ દેવની પૂજા કરવા ઈચ્છે છે, ત્યારે હું તરત જ તેની શ્રધ્ધાને સ્થિર કરું છું, જેથી તે મનુષ્ય તે વિશિષ્ટ દેવની આરાધના કરે છે. ||૨૧||
સ તયા શ્રદ્ધયા યુક્તસ્તસ્યારાધનમીહતે ।
લભતે ચ તતઃ કામાન્મયૈવ વિહિતાન્હિ તાન્ ॥ ૨૨॥
ગુજરાતી ભાંષાન્તર : આવી શ્રધ્ધાથી યુક્ત થયેલો તે, અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે. ||૨૨||
અન્તવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસામ્ ।
દેવાન્દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપિ ॥ ૨૩॥
ગુજરાતી ભાંષાન્તર : અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારાં ફળ સીમિત તથા અસ્થાયી હોય છે. દેવોને પુજનારા લોકો દેવલોકમાં જાય છે, પરંતુ મારા ભક્તો તો મારા પરમ ધામને જ પામે છે. ||૨૩||
અવ્યક્તં વ્યક્તિમાપન્નં મન્યન્તે મામબુદ્ધયઃ ।
પરં ભાવમજાનન્તો મમાવ્યયમનુત્તમમ્ ॥ ૨૪॥
ગુજરાતી ભાંષાન્તર : મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહિન મનુષ્યો માને છે કે હું, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, કૃષ્ણ પહેલાં નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે. તેમના અલ્પ જ્ઞાનને કારણે, તેઓ મારી અવિનાશી તથા સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. ||૨૪||
નાહં પ્રકાશઃ સર્વસ્ય યોગમાયાસમાવૃતઃ ।
મૂઢોઽયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ્ ॥ ૨૫॥
ગુજરાતી ભાંષાન્તર : હું મુર્ખ તથા અલ્પબુધ્ધીવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી. તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું. ||૨૫||
વેદાહં સમતીતાનિ વર્તમાનાનિ ચાર્જુન ।
ભવિષ્યાણિ ચ ભૂતાનિ માં તુ વેદ ન કશ્ચન ॥ ૨૬॥
ગુજરાતી ભાંષાન્તર : હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કંઈ ભૂતકાળમાં થયેલું છે, જે વર્તમાનમાં થઇ રહ્યું છે, અને જે હવે થવાનું છે તે બધું જ જાણું છું. હું સર્વ જીવોને જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી. ||૨૬||
ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત ।
સર્વભૂતાનિ સમ્મોહં સર્ગે યાન્તિ પરન્તપ ॥ ૨૭॥
ગુજરાતી ભાંષાન્તર : હે ભારત, હે શત્રુવિજેતા, સર્વ જીવો જન્મ લઈને ઈચ્છા તથા દ્વેષથી ઉત્પન્ન થતા દ્વન્દોથી મોહગ્રસ્ત થઈને આસક્તિ (મોહ) ને પામે છે. ||૨૭||
યેષાં ત્વન્તગતં પાપં જનાનાં પુણ્યકર્મણામ્ ।
તે દ્વન્દ્વમોહનિર્મુક્તા ભજન્તે માં દૃઢવ્રતાઃ ॥ ૨૮॥
ગુજરાતી ભાંષાન્તર : જે મનુષ્યોએ પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્યકર્મો કર્યા છે અને જેમના પાપકર્મો સમૂળગા નષ્ટ થયા છે, તેઓ મોહના દ્વન્દોથી મુક્ત થઇ જાય છે અને મારી સેવામાં દ્રઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. ||૨૮||
જરામરણમોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે ।
તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમધ્યાત્મં કર્મ ચાખિલમ્ ॥ ૨૯॥
ગુજરાતી ભાંષાન્તર : જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. તેઓ વસ્તુત: બ્રહ્મ છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિષે પૂર્ણપણે જાણે છે. ||૨૯||
સાધિભૂતાધિદૈવં માં સાધિયજ્ઞં ચ યે વિદુઃ ।
પ્રયાણકાલેઽપિ ચ માં તે વિદુર્યુક્તચેતસઃ ॥ ૩૦॥
ગુજરાતી ભાંષાન્તર : જે મનુષ્યો મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો, દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે. ||૩૦||
અધ્યાય સાતમો સમાપ્ત.
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ
બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
જ્ઞાનવિજ્ઞાનયોગો નામ સપ્તમોઽધ્યાયઃ ॥ ૭॥