સપ્તમ અધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦
સપ્તમોધ્યાય: જ્ઞાનવિજ્ઞાનયોગ |
મય્યાસક્તમનાઃ પાર્થ યોગં યુઞ્જન્મદાશ્રયઃ ।
અસંશયં સમગ્રં માં યથા જ્ઞાસ્યસિ તચ્છૃણુ ॥ ૧॥
ગુજરાતી ભાંષાન્તર :બોલ્યા : હે પૃથાપુત્ર, હવે સાંભળ કે તું કેવી રીત મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહરહિત થઇ જાણી શકીશ. ||૧||
જ્ઞાનં તેઽહં સવિજ્ઞાનમિદં વક્ષ્યામ્યશેષતઃ ।
યજ્જ્ઞાત્વા નેહ ભૂયોઽન્યજ્જ્ઞાતવ્યમવશિષ્યતે ॥૨॥
ગુજરાતી ભાંષાન્તર : હવે હું તને પૂર્ણરૂપે ઈન્દ્રિયગમ્ય તથા દિવ્ય એમ બંને જ્ઞાન વિષે કહીશ. આ જાણ્યા પછી, તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહિ. ||૨||
મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે ।
યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિ તત્ત્વતઃ ॥ ૩॥
ગુજરાતી ભાંષાન્તર : હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પામવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રમાણે સિદ્ધિ પ્રાપ્ત કરનારામાંથી ભાગ્યે જ કોઈ એક મને વાસ્તવમાં જાણે છે. ||૩||
ભૂમિરાપોઽનલો વાયુઃ ખં મનો બુદ્ધિરેવ ચ ।
અહઙ્કાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા ॥૪॥
ગુજરાતી ભાંષાન્તર : પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ તથા અહંકાર-એ આઠ મારી વિભિન્ન ભૌતિક શક્તિઓ છે. ||૪||
અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ ।
જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત્ ॥ ૫॥
ગુજરાતી ભાંષાન્તર :વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત, મારી એક અન્ય ચડિયાતી પરા શક્તિ પણ છે કે જે જીવોની બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનોનો ઉપભોગ કરે છે. ||૫||
એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય ।
અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા ॥૬॥
ગુજરાતી ભાંષાન્તર :સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કંઈ ભૌતિક અને અધ્યાત્મિક છે, તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ મને જ જાણ. ||૬||
મત્તઃ પરતરં નાન્યત્કિઞ્ચિદસ્તિ ધનઞ્જય ।
મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ ॥ ૭॥
ગુજરાતી ભાંષાન્તર : હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ (સત્ય) નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી રીતે સર્વ કાંઈ મારા આધારે રહેલું છે. ||૭||
રસોઽહમપ્સુ કૌન્તેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ ।
પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ ॥ ૮॥
ગુજરાતી ભાંષાન્તર :હે કુંતીપુત્ર અર્જુન, હું પાણીમાં સ્વાદ છું, સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ છું. વૈદિક મંત્રોમાં ઓમ કાર છું, હું આકાશમાં શબ્દ તથા મનુષ્યોમાં સામ્યર્થ છું. ||૮||
પુણ્યો ગન્ધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ ।
જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ ॥ ૯॥
ગુજરાતી ભાંષાન્તર : હું પૃથ્વીની આદ્ય સુગંધ તથા અગ્નિની ઉષ્ણતા છું, હું જીવમાત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું. ||૯||
બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ્ ।
બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ॥ ૧૦॥
ગુજરાતી ભાંષાન્તર : હે પૃથાપુત્ર, જાણી લે કે હું જ સર્વ જીવોનું આદિ બીજ છું, બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને સર્વ શક્તિશાળી પુરુષોનું તેજ છું. ||૧૦||