એક દિવસ એક રાજા રથ ઉપર સવાર થઈને ફરવા નીકળ્યો.ફરતો ફરતો તે એક ચોરોની વસ્તીમાં જઈ ચડયો ચોરોની વસ્તીની પાસે એક સરોવર હતુ તે સરોવરના કિનારે આરામ કરવા લાગ્યો તેને જોઈને ઝાડ ઉપર બેઢેલ એક પોપટ બોલ્યો અરે કોઈ છે? આ મનુય પાસે ધણું જ ધન છે તેના ગળામાં મોતી અને હિરાની માળા છે તે સુઈ ગયેલ છે તેના ગળામાંથી મોતીની માળા લઈને તેની લાશને ઝાડીમાં ફ્ર્કી ધ્યો કોઈને પણ ખબર નહિ પડે. પોપટને મનુષ્યની અવાજમાં સાંભળીને રાજા વ્યથિત થઈ ગયો.તે રથને લઈને આગળની તરફ ચાલવા લાગ્યો રાજા રથને દોડાવીને પર્વતની નીચે ઋષિઓના આશ્રમ પાસે લઈ ગયો ત્યાં કોઈ ન હતું રાજા રથમાંથી નીચે ઉતરીને આજુબાજુ જોવા લાગ્યો ત્યા આશ્રમના ઝાડ ઉપર બીજો પોપટ બેટો હતો તે બીજા પોઅપટે રાજાને કહ્યુ કે આવો રાજા બેસો,આરામ કરો,આશ્રમમાં જલ છે તે શીતલ જલથી તમારી તરસ મીટાડો ભુખ લાગી હોય તો આશ્રમમાં ફળ છે આશ્રમના બધા ઋષિઓ ભિક્ષા માટે બહાર ગયા છે રાજા આ સાંભળીને ચક્તિ થઈ ગયા તે પોપટને જોવઆ લાગ્યા રાજાએ બીજા પોપટને પુછયુ અહિથી થોડે દુર એક સરોવરને કિનારે એક ઝાડ ઉપર તમારી જેવો જ એક પોપટ બેઠો હતો પરંતુ તેની ભાષા અને ગુણમાં ધણો જ તફાવત હતો તમે પ્રેમ અને સેવાની વાતો કરો છો અને તે મારવાની અને લુટવાની વાતો કરતો હતો
પોપટે કહ્યુ હા રાજા તે મારો સગો ભાઈ છે અમે એક જ ઝાડ ઉપર સાથે રહેતા હતા એક વાર ભીષણ આંધી તુફાનમાં અમે અલગ થઈ ગયા તે ચોરોની વસ્તીમાં જઈ ચડયો અને હું ઋષિઓના આશ્રમમાં આવી ચડયો ત્યા રહેવાથી તેણે ઋષિઓની ભાષા શીખી લીધી. દરઅસલ જે જેવી સંગતમાં રહે છે તેનો પ્રભાવ તેને પડયા વિના રહેતો નથી .
પોપટની વાત સાંભળીને રાજાએ કહ્યુ કે સાચે જ સંગતિનો પ્રભાવ મનુષ્યના મન ઉપર પડયા વિના રહેતો નથી.
નમ્રતા અને મિઠી વાણી ભક્તિનું ધરેણું છે આથી સંતો પોતાના આશ્રમમાં સેવા અને સત્સંગને બધારે પ્રાધાન્ય આપે છે ઋષિના આશ્રમમાં પોપટને પણ તેવું જ વાતાવરણ મળ્યુ જેનાથી રાજા ધણા જ પ્રભાવિત થયા આશ્રમના ઋષિઓ પ્રત્યે તેને શ્રધ્ધા ભાવ ઉત્પન્ન થયો અને તેને નત મસ્તક પ્રણામ કર્યા.સંગતિથી વ્યક્તિનું નિર્માણ થાય છે વ્યક્તિ જેવી સંગતિના સંપર્કમાં આવે છે તેનાથી પ્રભાવિત થયા વિના રહેતો નથી.ભૌતિક સંપતિ ભલે શરીરને સુખ દે છે પરંતુ સંગતિ,સત્સંગ આત્માને શાંતી આપે છે આત્માનો સંતોષ શરીરના સુખથી વધારે હોતો નથી.
સત્સંગનો અર્થ છે શ્રેષ્ઠ વિચારો અને સુંદર ભાવનાઓની નજીક, જયારે આપણે શ્રેષ્ઠ વિચારો અને સુંદર ભાવના પ્રગટ થાય છે ત્યારે તેમાંથી વિવેક ઉત્પન્ન થાય છે જે જીવનને \”સત્યમ શિવમ સુંદરમ\” થી પુર્ણતા પ્રાપ્ત કરાવે છે સારા વિચાર અને ઉદાત ભાવનાવાળી વ્યક્તિ પવિત્ર અને સાત્વિક હોય છે તેની આજુબાજુ પવિત્રતા અને આત્માની શુધ્ધિ પ્રાપ્ત થાય છે તેનાથી વિવેક પ્રાપ્ત થાય છે આપણી ચેતના બંધન મુકત થઈને કલ્યાણ કાર્યમાં પ્રવૃત થાય છે વેદિક ધર્મ સત્સંગને અનિવાર્ય માને છે કથા-કિર્તન,હોમ-હવન,શાસ્ત્ર વાચન કરવાથી મનુષ્યના જીવનનો સંપુર્ણ દષ્ટીકોણ બદલી જાય છે તે જીવનને સહિ અર્થમાં સમજવા લાગે છે મનુષ્યના અસ્તિત્વ પ્રત્યેના વિચાર સકારાર્મક થાય છે વિશ્વના બધા જ ધર્મોનો મુળભુત આધાર સત્સંગ જ છે જે સમજાવે છે કે બધાની ભલાઈમાં જ આપણી ભલાઈ રહેલી છે બીજાના સુખમા જીવવાથી જે સુખ મળે છે તે આપણા સુખમાં જીવવાથી નથી મળતુ.