જિલ્લાના વિજાપુરના બુદ્ઘિસાગરજી મહારાજે ઘંટાકર્ણવીરની સ્થાપના કરી હતી.ગુજરાતી વિશ્ર્વકોશ શ્રેણીની સ્થાપનામાં રસ લેનાર વિસનગરના સંનિષ્ઠ લોકસેવર સાંકળચંદ પટેલ ઉત્તર ગુજરાતની અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓના પ્રેરક તરીકે જાણીતા છે.ઉનાવામાં મીરાદાતારનું મુસ્લિમ તીર્થધામ સ્થાપનાર મીરાદાતાર પાટણ પાસેના પળી ગામના હતા.અમદાવાદમાં ભિક્ષુ અખંડાનંદજીએ ધાર્મિક સાહિત્યની પરબ માંડી સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા લોકો સુધી ધાર્મિક સાહિત્ય પહોચાડયું હતું. તેમની સ્મૃતિમાં અમદાવાદમાં અખંડઆનંદ આયુર્વેદ મહાવિદ્યાલય અને હૉસ્પિટલ ચાલે છે.ગુજરાતના અલગ રાજયની સ્થાપના માટે અથાગ પરિશ્રમ કરનાર ઇન્દુલાલ યાજ્ઞિકની ફકીરી જાણીતી છે. તેમનો આશ્રમ નેનપુરમાં છે.સરસવણીમાં રવિશંકર મહારાજે ઠાકોરોને સન્માર્ગે વાળવા તથા લોકહિતના પ્રશ્ર્નો, ભૂદાન વગેરેના રસ લઇને સમગ્ર ગુજરાતની સેવા કરી છે. ગુજરાત રાજયનું ઉદઘાટન આ મૂકસેવકના શુભહસ્તે થયું હતું. ચુનીલાલ મહારાજ પૂ. મોટા તરીકે જાણીતા થયા. આ સંતના આશ્રમો અને મૌન મંદિરો સુરત અને નડિયાદમાં છે. બબલભાઇએ થામણામાં ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા શરૂ કરી. મોતીભાઇ અમીન ચરોતર ઍજયુકેશન સોસાયટીના સ્થાપક અને પુસ્તકાલય પ્રવૃતિના પ્રણેતા હતા.� ગુજરાતમાં ‘સદવિચાર પરિવાર’ તરફથી સમાજસેવાની અનેકવિધ પ્રવૃતિઓ ચાલે છે, જેના સૂત્રધાર હરિભાઇ પંચાલ છે.વડોદરા જિલ્લાના કારવણમાં કૃપાલ્વાનંદજી તથા નારેશ્ર્વરમાં રંગ અવધૂત મહારાજ થઇ ગયા. નારાયણ ગુરુ, જુમ્માદાદા, માણેકરાવજી, છોટુભાઇ પુરાણી અને અંબુભાઇ પુરાણીએ ગુજરાતમાં વ્યાયામ-પ્રવૃતિઓને વેગ આપ્યો. વલસાડ જિલ્લાના નંદીગ્રામમાં મકરંદ દવે અને કુંદનિકા કાપડિયાની આગેવાની હેઠળ અનેક કલ્યાણકારી કાર્યો થઇ રહ્યા છે.પંચમહાલમાં ડાહ્યાભાઇ નાયક, સુખલાલભાઇ, અમૃતલાલ ઠક્કર (ઠક્કર બાપા) , કમળાશંકર પંડયા વગરેએ ભીલો તથા હરિજનોની સેવા કરી છે.