ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૩૧ થી ૪૦
સર્વભૂતસ્થિતં યો માં ભજત્યેકત્વમાસ્થિતઃ।
સર્વથા વર્તમાનોપિ સ યોગી મયિ વર્તતે||૩૧||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે યોગી મને (કૃષ્ણને) તથા સર્વ જીવોમાં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને, પરમાત્માની ભક્તિભાવે સેવા કરે છે, તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે. ||૩૧||
આત્મૌપમ્યેન સર્વત્ર સમં પશ્યતિ યોર્જુન।
સુખં વા યદિ વા દુઃખં સઃ યોગી પરમો મતઃ ||૩૨||
ગુજરાતી ભાષાંન્તર ઃ હે અર્જુન, જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમનાં સુખોમાં તથા દુ:ખોમાં પણ સમાનપણે દર્શન કરે છે, તે પૂર્ણયોગી છે. ||૩૨||
યોયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન।
એતસ્યાહં ન પશ્યામિ ચઞ્ચલત્વાત્ સ્થિતિં સ્થિરામ્||૩૩||
ગુજરાતી ભાષાંન્તર ઃ અર્જુને કહ્યું : હે મધુસુદન, આપે જે યોગ્પધ્ધતિ સંક્ષેપમાં વર્ણવી છે, તે મને અવ્યવહારુ તથા નભાવી ન શકાય એવી લાગે છે, કારણ કે મન ચંચળ તથા અસ્થિર હોય છે. ||૩૩||
ચઞ્ચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલવદ્દૃઢમ્।
તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્ ||૩૪||
ગુજરાતી ભાષાંન્તર ઃ હે કૃષ્ણ, મન ચંચળ, ઉચ્છુન્ખલ, દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે, અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. ||૩૪||
શ્રી ભગવાનુવાચ
અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલં।
અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ||૩૫||
ગુજરાતી ભાષાંન્તર ઃ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું : હે મહાબાહુ કુંતીપુત્ર, નિ:સંદેહ ચંચળ મનને વશમાં કરવું એ અત્યંત અઘરું છે, પરંતુ યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે. ||૩૫||
અસંયતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિઃ।
વશ્યાત્મના તુ યતતા શક્યોવાપ્તુમુપાયતઃ||૩૬||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મ-સાક્ષાત્કાર દુર્લભ હોય છે, પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે, તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. એ મારો અભિપ્રાય છે. ||૩૬||
અયતિઃ શ્રદ્ધયોપેતો યોગાચ્ચલિતમાનસઃ।
અપ્રાપ્ય યોગસંસિદ્ધિં કાં ગતિં કૃષ્ણ ગચ્છતિ||૩૭||
ગુજરાતી ભાષાંન્તર ઃ અર્જુને કહ્યું : હે કૃષ્ણ, તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મ-સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે, પરંતુ પછીથી ભૌતીકતાને કારણે તેમાંથી વિચલિત થઇ જાય છે, અને તેના પરિણામ સ્વરૂપ યોગસિદ્ધિને પામી શકતો નથી? ||૩૭||
કચ્ચિન્નોભયવિભ્રષ્ટશ્છિન્નાભ્રમિવ નશ્યતિ।
અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથિ||૩૮||
ગુજરાતી ભાષાંન્તર ઃ હે મહાબાહુ કૃષ્ણ, શું અધ્યાત્મ પ્રાપ્તિના માર્ગથી ભ્રષ્ટ થયેલો એવો મનુષ્ય આધાત્મિક તથા ભૌતિક બંને સફળતાઓમાંથી પતન પામતો નથી અને છિન્નભિન્ન થયેલાં વાદળની જેમ નષ્ટ થતો નથી, જેના પરિણામે તેને માટે કોઈ લોકમાં કોઈ સ્થાન નથી રહેતું? ||૩૮||
એતન્મે સંશયં કૃષ્ણ છેત્તુમર્હસ્યશેષતઃ।
ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે||૩૯||
ગુજરાતી ભાષાંન્તર ઃ હે કૃષ્ણ, આ મારો સંદેહ છે અને તેને સંપૂર્ણપણે દુર કરવા હું આપને વિનંતી કરું છું. આપના સિવાય અન્ય કોઈ એવો નથી કે જે આ સંશયને નષ્ટ કરી શકે. ||૩૯||
પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે।
નહિ કલ્યાણકૃત્કશ્િચદ્દુર્ગતિં તાત ગચ્છતિ||૪૦||
ગુજરાતી ભાષાંન્તર ઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા : હે પૃથાપુત્ર અર્જુન, કલ્યાણકારી કાર્યોમાં પરોવાયેલા અધ્યાત્મવાદીનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. હે મિત્ર, ભલું કરવાવાળાની કદાપિ અધોગતિ થતી નથી. ||૪૦||