ષષ્ઠ અધ્યાય: આત્મસંયમયોગ શ્ર્લોક નં ૨૪ થી ૩૦
સઙ્કલ્પપ્રભવાન્કામાંસ્ત્યક્ત્વા સર્વાનશેષતઃ।
મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમન્તતઃ||૨૪||
ગુજરાતી ભાષાંન્તર ઃ મનુષ્યે શ્રધ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઇ જવું જોઈએ અને પથભ્રષ્ટ થવું જોઈએ નહિ. તેણે મનનાં અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુન્યવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ. ||૨૪||
શનૈઃ શનૈરુપરમેદ્ બુદ્ધ્યા ધૃતિગૃહીતયા।
આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિઞ્ચિદપિ ચિન્તયેત્।||૨૫||
ગુજરાતી ભાષાંન્તર ઃ ધીરે ધીરે, ક્રમશ:પૂર્ણ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્યે સમાધિમાં સ્થિત થવું જોઈએ અને એ રીતે, મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કશાયનું ચિંતન કરવું જોઈએ નહિ. ||૨૫||
યતો યતો નિશ્ચરતિ મનશ્ચઞ્ચલમસ્થિરમ્।
તતસ્તતો નિયમ્યૈતદાત્મન્યેવ વશં નયેત્||૨૬||
ગુજરાતી ભાષાંન્તર ઃ મન પોતાની ચંચલ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય, ત્યાંથી મનુષ્યે તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. ||૨૬||
પ્રશાન્તમનસં હ્યેનં યોગિનં સુખમુત્તમમ્।
ઉપૈતિ શાન્તરજસં બ્રહ્મભૂતમકલ્મષમ્||૨૭||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે યોગીનું મન મારામાં સ્થિર રહે છે, તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તે રજોગુણથી પર થઈને જાય છે, પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એકતાનો સાક્ષાત્કાર કરે છે અને એ રીતે ભૂતકાળમાં પોતાના સર્વ કર્મનાં ફળથી મુક્ત થઇ જાય છે. ||૨૭||
યુઞ્જન્નેવં સદાત્માનં યોગી વિગતકલ્મષઃ।
સુખેન બ્રહ્મસંસ્પર્શમત્યન્તં સુખમશ્નુતે||૨૮||
ગુજરાતી ભાષાંન્તર ઃ આ પ્રમાણે, યોગાભ્યાસમાં હંમેશા પરોવાયેલા રહીને, આત્મસંયમી યોગી સર્વ ભૌતિક મલિનતાઓથી રહિત થઇ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરમ સુખની સર્વોચ્ચ અવસ્થા પામે છે. ||૨૮||
સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ।
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ||૨૯||
ગુજરાતી ભાષાંન્તર ઃ સાચો યોગી સમગ્ર જીવોમાં મને તથા મારામાં સર્વ જીવોને જુએ છે, ખરેખર આત્મ-સાક્ષાત્કારી મનુષ્ય મને, પરમેશ્વરને સર્વત્ર જુએ છે. ||૨૯||
યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ।
તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ||૩૦||
ગુજરાતી ભાષાંન્તર ઃ જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું જ મારામાં જુએ છે, તેને માટે હું કદાપિ દુર થતો નથી અને તે પણ મારે માટે કદી દુર થતો નથી. ||૩૦||