કર્ણ ભારતમાં મહાદાનેશ્વરી તરીકે પ્રખ્યાત છે. તે પ્રતિદીન સવામણ સોનાનું દાન કરતો હતો પોતાનાઘરે આવેલા યાચકને કદી પાછો ન વાળતો. ઇન્દ્રે એક દિવસ પરીક્ષા કરી. ત્યારે પોતાના શરીરની સાથે જડેલા સોનાના કુંડલ કવચ પણ આવી દીધા કર્ણના દાનેશ્વરીનો ઇતિહાસ મહાભારતમાં છે કર્ણ મૃત્યુ પામે છે ત્યારે યમરાજા તેમને સ્વર્ગમાં સોનાના મહેલમાં નિવાસ આપે છે.
સોનાનું દાન આપ્યું એટલે સોનાનો મહેલ બધી વસ્તુઓ સોનાની જોઇ તેને એકલાતા સાલવા લાગી કર્ણ યમરાજાને પૂછે છે કે ઘણા મૃત્યુ પામે છે મને એકલાને કેમ અહીં રાખવામાં આવ્યો છે.
યમરાજા કહે છે કે પૃથ્વી લોકમાં જેવાં કર્મ કરે તેવાં ફળ મૃત્યુલોકમાં મળે છે. તે પ્રમાણે નવા યોનિમાં જન્મ થાય છે.
કર્ણને એકલતા સાલે છે નવા જન્મની ચિત્રગુપ્તની વાતચીતના આધારે માંગણી કરે છે. તે પંદર દિવસ પૃથ્વી ઉપર જવાની માંગણી માંગે છે. યમરાજાએ કર્મની ધર્મ ભાવના દાન અને સદવૃત્તિ જોઇને કારણે પૃથ્વી ઉપર મોકલે છે.
કર્ણનો આ પૃથ્વી ઉપર પંદર દિવસનો નિવાસ આજે કળિયુગમાં \’શ્રાઘ્ધ પર્વ\’ તરીકે જવવામાં આવે છે. આ દિવસોમાં તે અનાજ, બ્રાહ્મણોને દાન, તીર્થયાત્રા અને પિતૃઓની સ્મૃતિઓ માટે જપ ઘ્યાન કરે છે. બધા જ પ્રકારનાં દાન કરે છે.
આ દિવસો શ્રાઘ્ધના ગાયા. કારણ કે કર્ણ સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં પાછા આવ્ર્યો.
કર્ણે બાકીનું રૂણ ચૂકવ્યું. આ એક રીતે કર્મની સ્મૃતિનું પર્વ છે.