શિવકુમારનો જન્મ ઇ.સ. ૧૯૧૬ના નવેમ્બરની ૧૬મી તારીખે અમદાવાદમાં થયો હતો. પિતાનું નામ ગિરજાશંકર અને માતાનું નામ તારાલક્ષ્મી પ્રાથમિકથી પ્રારંભી કોલૅજ સુધીનું શિક્ષણ તેમણે અમદાવાદમાં લીધું હતું ઇ.સ. ૧૯૩૭માં ગુજરાત કોલૅજમાંથી સંસ્કૃત સુધીનું વિષય સાથે સ્નાતક થયા અને તરત જ અમદાવાદમાં ઉચ્ચ ભદ્ર વર્ગના ગર્ભશ્રીમંત પિતાએ કલકત્તા ખાતે કાપડનો ધંધો ચલાવતા કાકા પાસે તેમને મોકલી આપ્યા. કલકત્તામાં કારકિર્દીની શરૂઆત કરી તેથી શિવકુમારને ઘણો લાભ થયો. તેમનાં વળાંક અને વહેણ કલકત્તાના લાંબા વસવાટને કારણે સુપેરે ઘડાયાં. તેમનું પ્રથમ લગ્ન સુનંદા સાથે થયું હતું તે લગ્નથી તેમને એક પુત્ર રુચિર થયો હતો. કાપડના ધંધામાં પડેલા તે જેમ કાપડના તાકા ખોલી ખોલી ગ્રાહકોને બતાવતા તે જ રીતે નવલકથાઓના તાકાના તાકા ઉખેડીને તેમણે સાહિત્યસર્જન કર્યું હતું વાર્તા, નવલકથા, નાટક અને પ્રવાસવર્ણન પર તેમણે હાથ અજમાવ્યો હતો. સુરેશ દલાલના અભિપ્રાય મુજબ શિવકુમારમાં ટાગોર, ગાંધીજી અને શરદબાબુનો શંભુમેળો થયો છે. તેઓ અત્યંત સંવેદનશીલ હતા. રવિશંકર રાવળ પાસે તેમણે ચિત્રકળાન તાલીમ લેવી શરૂ કરી હતી પરંતુ પિતાને આ શોખ નાપસંદ હોવાથી એ કળાને તિલાંજલિ આપવી પડી. સત્તર વર્ષની વયે શિવકુમારે પોળમાં લગ્નપ્રેમ નામનું આપવા સાથે નાટકલેખનમાં, દિર્ગદર્શનમાં, નિર્માણમાં, નાટયસંયોજનમાં, સંગીતમાં તથા પ્રકાશમાં પૂરો રસ લીધો અને ગુરાતી તેમજ હિંદી રંગભૂમિ પર ૪૦ વર્ષ છવાઇ રહ્યા. તેમનો પ્રથમ એકાંકી સંગ્રહ પાંખ વિનાનાં પારેવા ઇ.સ. ૧૯૫૨માં પ્રસિદ્ધ થયેલો ત્યાર પછી તેમની પાસેથી મળ્યાં અનંત સાધના સોનાની હાંસડી રૂપાની હાંસડી નીલાંચલ, નીરદ છાયા ગંગા વહે છે આપની વગેરે અન્ય નાટકો હતી રેડિયો-નાટકો તેમનાં નાટકોમાં શહેરી ઉચ્ચ વર્ગનું વિષયવસ્તુ જોવા મળે છે તેમની તખ્તાસૂઝ ઊંડી હતી. રેડિયો-નાટકો પર પણ તેમણે સફળતાપૂર્વક હાથ અજમાવ્યો હતો. તેમનાં નાટકો કલકત્તા, મુંબઇ તથા ગુજરાતના ખૂબ જ ભજવાયા છે. ગુજરાત સરકારે તથા સાહિત્યિક સંસ્થાઓએ તેમને વિવિધ પારિતોષિકોથી વિભૂષિત પણ કર્યા છે. ઇ.સ. ૧૯૫૨માં તેમને કુમારચંદ્રક અર્પણ કરવામાં આવ્યા હતા. તેમણે લગભગ ૨૫૦ ટૂંકી વાર્તાઓ તથા ૧૪ વાર્તાસંગ્રહો પ્રકાશિત કર્યા હતા. તેઓ પ્રવાસના ખૂબ શોખીન હતા. ઇ.સ. ૧૯૮૦માં તેમણે લખેલા આત્મકથનાત્મક પુસ્તક મારગ આ પણ છે શૂરા નોમાં વિવિધ ક્ષેત્રે પોતે અનુભવેલા પ્રસંગો વર્ણવાયા છે. તેમણે બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ પણ કર્યા હતા. ઇ.સ. ૧૯૫૨થી ઇ.સ. ૧૯૮૮ સુધીના ૩૬ વર્ષના ગાળીમાં શિવકુમારમાં કુલ ૮૮ પુસ્તકો પ્રસદ્ધિ થયાં છે. અવસાન થયું તે વેળા બારેક પુસ્તકોની હસ્તપ્રત તૈયાર હતી. કલકત્તાની ગુજરાતી સાહિત્ય મંડળની પ્રવૃત્તિઓમાં તેઓ ઊંડો રસ લેતા. આ સંસ્થા દ્ધારા પ્રકાશિત અનિયતકાલિક કેસૂડા ના પ્રકાશનમાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને ઉપપ્રમુખ બન્યા હતા. ઇ.સ. ૧૯૮૮ના જુલાઇ માસની ચોથી તારીખે એ સિતારો આખરે ખરી પડયો.