શિલોંગ-મેઘાલય -ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળો
ભારતના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ “વાદળોનું નિવાસ” છે તેવા મેઘાલય રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે. તે પૂર્વ ખાસી જિલ્લાનું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ (૧,૪૯૬ મિ.)ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું ‘શિલોંગ પીક’ સૌથી ઊંચું સ્થળ છે જે ૪૯૦૮ ફુટ (૧,૯૬૬ મિ.) ઊંચું છે.
ભારત દર વર્ષે પોતાનો ચેરી બ્લોસમ ફેસ્ટિવલ યોજે છે? વિશ્વના વિવિધ ખૂણેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ઇવેન્ટ માટે ઉમટી પડે છે.શિલોંગને પૂર્વના સ્કોટલેન્ડ તરીકે તેવુ ઉપનામ આપવામાં આવેલ છે શિલોંગ એ નિઃશંકપણે ભારતના શ્રેષ્ઠ પ્રકૃતિના સ્થળોમાંનું એક છે.શિલોંગના રહેવાસીઓના સંગીતના ખાસ એક પ્રકાર પ્રત્યેના વિશિષ્ટ પ્રેમને કારણે તેને “ભારતનું રોક કેપિટલ” (India’s Rock Capital) કહેવામાં આવે છે
૧૮૭૪માં જ્યારે આસામને ચિફ કમિશ્નરનું રાજ્ય (Province) બનાવવામાં આવ્યું ત્યારે શિલોંગની પસંદગી તેના વહિવટી મથક તરીકે કરવામાં આવી હતી. આમ કરવા પાછળનું એક કારણ તેનું બ્રહ્મપુત્રા અને સુરમા ખીણની વચ્ચેનું ભૌગોલિક સ્થાન હતું અને બીજું પણ મહત્વનું કારણ હતું તેનું હવામાન, જે ભારતના બાકીના વિસ્તાર કરતા ઘણું ઠંડુ હતું. ૨૧ જાન્યુઆરી ૧૯૭૨ના દિવસે નવું મેઘાલય રાજ્ય બનાવવામાં આવ્યું ત્યાં સુધી તે અવિભાજીત આસામનું પાટનગર હતું, ત્યાર બાદ આસામે તેનું પાટનગર ખસેડીને ગુવાહાટીના દિસપુર ખાતે લઈ જવામાં આવ્યું.
શિલોંગ ગુવાહાટીથી ફક્ત ૧૩૧.૫ કિ.મી.નાં અંતરે આવેલું છે શિલોંગથી ગુવાહાટીની મુસાફરી આશરે અઢી કલાકમાં પૂરી કરી શકાય છે જે ખુબસૂરત હરિયાળી વચ્ચેથી પસાર થાય છે અને રસ્તામાં નયનરમ્ય ઉમિયમ સરોવર પણ જોવા મળે છે.
શિલોંગની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: આ તહેવાર નવેમ્બરના મધ્યમાં પાનખરની સિઝન દરમિયાન યોજાય છે જે ચેરી બ્લોસમ્સના અદભૂત દૃશ્યો સાથે કોન્સર્ટ, ફેશન શો અને માર્શલ આર્ટ પર્ફોર્મન્સ જેવા વિવિધ કાર્યક્રમોનો આનંદ માણવા માટેનો ઉત્તમ સમય માનવામાં આવે છે.