શરદ ઋતુ (ભાદરવો-આસો)માં આપાણાં શરીરમાં સ્વાભાવિક જ પિત્તદોષનો પ્રકોપ થાય છે. રીંગણાં ગરમ હોવાથી આ શરદ ઋતુમાં ખવાય તો તે ગરમીનાં દર્દો કરે છે. વસંતઋતુ (કારતક-માગશર)માં બહાર ઠંડી પડે છે ત્યારે ખાવાથી શરીરમાં ગરમાવો આપનાર રીંગણાં સેવન લાભપ્રદ બને છે. એક વૈદ્ય કવિએ રીંગણાંનાં શાકની અતિશય પ્રશંસા કરતાં લખ્યું છેઃ વંતાક (રીંગણ) વિનાનું ભોજન ધિક્ છે. ડીંટડું હોય પણ શાક જો તેલથી ભરપૂર ન હોય તો તેવું શાક ધિક્ છે. ડીંટડાવાળું તથા ભરપૂર તેલવાળું રીંગણનું શાક હોય પણ જો તે હિંગથી વઘાર્યું ન હોય તો તે ધિક્ છે.\’
ગોળ રીંગણાંને આપણે ત્યાં \’ભુટ્ટા\’ કહે છે અને ચીકુ જેવડાં મોટા ગોળ રીંગણને \’રવૈયાંઐ કે \’ડેંટા\’ કહે છે. રીંગણાંમાં કાંટાવાળી અને કાંટા વિનાની એમ બે જાતો થાય છે. કાંટાવાળાં રીંગણાંના ડીંટાં ઉપર કાંટા હોય છે. રીંગણના છોડ ઉપર ભોરિંગણીના જેવાં રીંગણી રંગના ફૂલ આવે છે. છોડ પર ફૂલ અને ફળ વર્ષમાં ઘણી વાર આવે છે.
આપણાં શાકભાજીઓમાં રીંગણાં કે વંતાકનું એક ખાસ મહત્વ છે. રીંગણાં શિયાળુ શાક છે. રીંગણને શાકનો રાજા કહે છે. એની સ્વાદપ્રિયતા અને ગુણો શિયાળાની ઋતુ પૂરતાં જ મર્યાદિત છે. ઉનાળામાં તે રીંગણાંનાં ગુણ અને સ્વાદ બદલાય છે.
આપણે ત્યાં દિવાળી પહેલાં રીંગણાં ન ખાવાનો ધાર્મિક ખ્યાલ છે, જે આરોગ્યની ર્દષ્ટિએ લાભપ્રદ છે
ઓષધપ્રયોગો
વાળો (નારુ) : રીંગણ શેકીને, તેમાં દહીં મેળવી, વાટીને (કે દહીંમાં ભરત કરીને) વાળા ઉપર ૭ દિવસ બાંધવાથી વાળો મટે.