વ્યારા નગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાનું તેમ જ વ્યારા તાલુકાનું મુખ્યમથક છે. વ્યારા નગરનું શાસન નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવે છે. વ્યારા સુરત-ભુસાવલ (તાપ્તી લાઇન) રેલ્વે માર્ગ તેમ જ સુરત-ધુલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૬ પર આવેલું છે. આ ઉપરાંત રાજ્ય ધોરી માર્ગ દ્વારા વ્યારા માંડવી(સુરત જિલ્લો), આહવા, વાંસદા, વાલોડ વગેરે સ્થળો સાથે જોડાયેલું છે.
સ્વતંત્રતા પહેલા વ્યારા ગાયકવાડ રાજ્યનું એક નગર હતું. વ્યારામાં ઘણા બાગ છે જેમ કે જલ-વાટીકા, અમર-વન, વગેરે.