વૃક્ષ મહિમા શ્ર્લોકો (વિવિધ પુરાણોમાંથી)
યઃ પુમાન રોપયેદ વૃક્ષાન્ છાયા પુષ્પફલોપગાન્ ।
સર્વસત્વોપભોગ્યાય સયાતિ પરમાં ગતિમ્ ॥ ૧ ॥
જે મનુષ્ય સર્વ પ્રાણીઓના ઉપભોગ માટે છાયા, ફૂલ અને ફળવાળા વૃક્ષો રોપે છે તે પરમ ગતિને પામે છે.
છાયાપુષ્પોગાત્રત્રિશત્ ફલપુષ્પદ્રુમાત્રસ્તથા |
રોપયિત્વા સશાખાત્રસ્તુ નરો ન નરકત્ર બ્રજેત્ ॥ ૨ ॥
છાયા-પુષ્પોવાળા તથા ફળ- પુષ્પોવાળા અને શાખાવાળા ત્રીસ વૃક્ષો જે મનુષ્ય રોપે છે તે નરકમાં જતો નથી.
દેવદાનવગન્ધર્વાઃ કિન્નરનાગગુહ્યકાઃ ।
પશુપક્ષીમનુષ્યા શ્ચ સંશ્રયન્તિ સદા દ્રુમાન્ ॥ ૩ ॥
દેવ, દાનવ, ગંધર્વો, કિન્નર, નાગ, યક્ષો તથા પશુ, પક્ષી અને મનુષ્યો પણ હંમેશાં વૃક્ષોનો આશ્રય લે છે.
પુષ્પૈઃ સરુગણાઃ સર્વે ફલૈશ્ચ પિતરઃ સદા ।
છાયયા યે મનુષ્યાસ્તુ પશુપક્ષિમૃગાસ્તથા ॥ ૪ ॥
ફૂલોથી સર્વ દેવો, ફળોથી પિતૃઓ અને છાયાથી મનુષ્યો, પશુ, પક્ષી વગેરે પ્રાણીઓ સંતુષ્ટ થાય છે.
પુષ્પોપગન્ધાંશ્ચ ફલોપગન્ધાન્ યઃ પાદપાન રોપયતે મનુષ્યઃ ।
સમૃદ્ધદેશે વરવેશ્મવેદ્યાં લભેદધિષ્ઠાનવરં સીવ્પ્ર ॥ ૫ ॥
ફૂલો અને ફળોથી સુગંધિત વૃક્ષો જે મનુષ્ય રોપે છે તે જ્ઞાનીપુરુષ સમૃદ્ધ દેશમાં ઉત્તમ ગૃ્હમાં નિવાસ કરીને મનોવાંછિત વરદાન પામે છે.
તસ્માત સુબહવો વૃક્ષા રોપયાઃ શ્રેયોડભિવાત્રચ્છતા।
પુત્રવત પરિપાલ્યાશ્ચ તે પુત્રાઃ ધર્મતઃ સ્મૃતાઃ ॥ ૬ ॥
એટલા માટે પોતાનું શ્રેય ઈચ્છનારાએ ઘણાં વૃક્ષો રોપવાં તથા તેઓનું પુત્રની જેમ પાલન કરવું કારણ કે ધર્મ પ્રમાણે વૃક્ષોને પુત્રો સમાન લેખવામાં આવ્યાં છે.
કિં ધર્મવિમુખૈઃ પુત્રૈઃ કેવલં સ્વાર્થહેતુભિઃ ।
તરુપુત્રા વરં યે તુ પરાર્થેકાનુવૃત્તય ॥ ૭ ॥
ધર્મવિહીન અને માત્ર સ્વાર્થમાં રાચનારા પુત્રોથી શું વળવાનું છે ? એના કરતાં તો વૃક્ષોરૂપી પુત્રો ઘણા ચડિયાતા છે.જેઓ એકમાત્ર પરમાર્થ-વૃત્તિનું જ પાલન કરે છે.
પત્રપુષ્પફલચ્છાયા- મૂલવલ્કલદારુભિઃ ।
પરેષામ્ ઉપકુર્વન્તિ તારયન્તિ પિતામહાન્ ॥ ૮ ॥
પત્ર, પુષ્પ, ફળ, છાયા, મૂળ,છાલ અને લાકડાંથી વૃક્ષો બીજાઓને ઉપકારી થાય છે અને પિતૃઓને તારે છે.
છેત્તારમ અપિ સંપ્રાપતં છાયાપુષ્પફલાદિભિઃ ।
પૂજ્યન્ત્યેવ તરવો મુનિવત દ્ભેષવર્જિતાઃ ॥ ૯ ॥
કોઈ કાપવા આવ્યો હોય તો પણ વૃક્ષો એનું છાયા, પુષ્પ ને ફળ વગેરેથી સ્વાગત કરે છે. ખરેખર વૃક્ષો તો મુનિઓની જેમ દ્વેષથી રહિત હોય છે.
તારયન્તિ ચ યે સમ્યક સર્વસ્યાતિથ્યદાયકાઃ ।
તસ્માત તે પુત્રવત સ્થાઢયા વિધિવત દ્ભિજપુડઃગવૈઃ ॥ ૧૦ ॥
સર્વેનો આતિથ્ય સત્કાર કરવાવાળા વૃક્ષો સાચી રીતે સહુનાં તારણહાર છે. માટે તેઓની વિધિપૂર્વક પુત્રવત્ બ્રાહ્મણ શ્રેષ્ઠોએ સ્થાપના કરવી જોઈએ.
છાયાવિશ્રામપાથિકૈઃ પક્ષીણાં નિલયેન ચ ।
ઔષધાર્થ તુ દેહિનામ ઉપકુર્વન્તિ વૂક્ષસ્ય પચ્ચયજ્ઞઃ સ ઉચ્યતે ॥ ૧૧ ॥
પથિકોને છાયા–વિશ્રામ, પક્ષીઓને માળો, પત્ર, મૂળ તથા છાલ વડે શરીરધારીઓને ઔષધ આપીને વૃક્ષો ઉપકાર કરે છે. વૃક્ષોનો આ પંચયજ્ઞ કહેવાય છે.
તસ્માન્ન ચ્છેદયેત વૃક્ષાન સપુષ્પફલવાન કદા ।
યદીચ્છેત કુલવૃદ્ભિશ્ચ ધનવૃદ્ભિ ચ શા શ્વતીમ્ ॥ ૧૨ ॥
માટે જો કુળની વૃદ્ધિ તથા ધનની વૃદ્ધિ કાયમ રહે એમ ઇચ્છતા હો તો ફૂલ- ફળવાળાં વૃક્ષોને કદાપિ કાપતા નહિ.
નગરોપવને વૃક્ષાન્ પ્રમાદાદ્ભિચ્છિનતિ યઃ ।
સ ગચ્છેન્નરકં નામ જૃમ્ભણં રૌદ્રદર્શનમ્ ॥ ૧૩ ॥
જો કોઈ મનુષ્ય પ્રમાદથી નગરનાં કે ઉપવનનાં વૃક્ષોને કાપે છે તે જૃમ્ભણ નામના ભયંકર નરકમાં પડે છે.