સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવા માટે ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળે કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમારો એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે.
આ યોજના હેઠળ મહિલાને રૂ.૭૦૫/- તથા બાળક દીઠ રૂ.૮૦ મળે છે (દર મહિને)
આ માટે જરુરિ ડોક્યુમેન્ટ નીચે મુજબ જરુરિ છે
૧, પતિના મરણનો દાખલો.
૨,વિધવાબહેનની ઉંમરનો દાખલો.
૩,તેના બધા જ બાળકોના જન્મના દાખલા.(શાળાનું લિવિંગ સર્ટિફિકેટ ચાલે)
૪,રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૫,વિધવાબહેનના બે ફોટા
૬, રૂ.૨૦ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંધનામું \”૨૧ વર્ષનો પુત્ર નથી\” પુનઃલગ્ન નથી કર્યા. સોગંધનામું મામલદાર કચેરી/કલેકટરની ઓફિસે થાય છે.
૭,બધી જ ઝેરોક્ષની નકલ કરાવવી,
૮,વિધવા થયા પછી બે વર્ષની અંદર વિધવા ફોર્મ ભરી રજુ કરી દેવું.
નોધઃ ૨૧ વર્ષથી પુત્ર મોટો હોય તો આ સહાયનો લાભ મળતો નથી.
અરજી કરવાની સમય મર્યાદા-પતિના મૃત્યુ થયાની તારીખથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે. પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટરશ્રી બે વર્ષ બાદ કરેલી અરજી મંજુર કરી શકે છે
http://revenuedepartment.gujarat.gov.in/downloads/vidhva_sahay_arjipatrak.pdf