વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક:વુધ્ધ પેન્શન
સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવામાટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે .તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે.
વુધ્ધ પેન્શનઃ
નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે.
લાભ કોને મળી શકે ?
નીચેના ડોક્યુમેન્ટની જરુર પડે છે
વુધ્ધ પેન્શન માં જે વૃધ્ધને ન હોય તેવા ૬૦ વર્ષના સ્ત્રી/પુરુષ ને આ સહાય મળે છે જેમાં તેને દર મહિને ૨૦૦ કે ૪૦૦ રુ. મળવા પ્રાપ્ત છે
૧. ઉંમરનો દાખલો..
૨. રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૩. બે ફોટા
૪. લાઈટ બિલની ઝેરોક્ષ.
લાભ શુ મળે ?
* અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૨૦૦/-
* લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે.
અરજીપત્રક ક્યાંથી મળશે ?
* અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
* જિલ્લા કલેક્ટર કચેરી.
* પ્રાન્ત કચેરી.
* તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્દ્ર.
સહાય ક્યારે બંધ થાય.
૨૧ વર્ષનો પુત્ર થતાં.
વાર્ષિક આવક વધુ થતાં.
અરજી મજૂર કરવાની સત્તા કોને છે ?
અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.
અપીલની જોગવાઈ
અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.