વિના મુલ્યે માનવસેવા અને માર્ગદર્શક:અપંગ પેન્શન
સરકારી યોજનાઓ ધણી છે પણ તેમાં લાભ મેળાવવામાટ ધણી વાર આમ જનતાને તકલીફ પડે છે અને તેમને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળ્ર કયાં જવું શું કરવું. વગેરે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આ અમાર એક પ્રયાસ છે જે આમ જનતાને તેમની સહાય કરવામાં મદદરુપ થઈ શકે.તો તેવી કેટલીક સહકારી યોજનાઓ છે તેનો લાભ આપ કેવી રીતે મેળાવી શકો છો.તેના વિશેની થોડી માહિતિ આપેલ છે.બાકી પ્રયાસ તમારે કરવાનો છે.
દેશના છેલ્લામાં છેલ્લા માનવીનું મહત્તમ કલ્યાણ થાય તે જોવાની રાજ્યની અને તેના પ્રતિનિધિસ્વરૃપ સરકારની ફરજ છે. આથી સરકારે ગરીબો , વંચિતો, નિઃસહાય લોકો માટે કલ્યાણલક્ષી યોજનાઓ ઘડીને તેનો અમલ કરે છે. તેમાં કાયમ માટે ગરીબોની કલ્યાણ યોજનાઓ અને અમુક વિશિષ્ટ સંજોગો, આકસ્મિક ઘટનાને કારણે જેઓ નિઃસહાય બની ગયાં છે તેઓને મદદ કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે. અહીં કેટલીક યોજનાઓ અને તેના લાભો કેમ મેળવી શકાય તેની સંક્ષિપ્તમાં ચર્ચા કરવામાં આવી છે.
અપંગ પેન્શનઃ
(અંધ,મંદ બુધ્ધિ,અપંગ)ઃરૂ.૪૦૦ જે ૭૫% અપંગતા હોય તેને મળે.
અપંગતાનું પ્રમાણપત્ર મેળવવા દર સોમવારે સિવીલ હોસ્પિટલમાં જન્મતારીખનો દાખલો, રેશનકાર્ડ, ૩ રંગીન ફોટા, સાથે જવું અથવા હોસ્પિટલમાં જઈ વાર અને સમય જાણી લેવું.
૧, ઉંમરનો દાખલો ઉંમર ૪૫ વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
૨, ૭૫% લખેલ ડોકટર સર્ટી.
૩, રેશનીંગકાર્ડની ઝેરોક્ષ.
૪,ઓળખ કાર્ડ.
૫,આવકનો દાખલો.
૬,લોહીના ગ્રુપનો દાખલો. અંધ ૧૦૦% મળે છે.
વિકલાંગ વ્યક્તિ પોતાનું ઓળખકાર્ડ બતાવવા માટેનુ અરજી વિશેનું ફોર્મ