વાસનાના અંકુર કયાં સુધી ફુટયા કરે ?
* દેહભાવ પ્રબળ હોય ત્યા સુધી.શરીર ન છુડે ત્યાં સુધીદેહભાવનું સમૂળગૂં વિસર્જન દુષ્કર છે,વિરલ વ્યક્તિઓ જ કામના પ્રભાવથી મુકત રહી શકે છે.
* બહિમુર્ખતા રહે ત્યાં સુધી.
વાસનાને સમાવી શકાય ખરી ?
* દેહધ્યાદ છુડી જાય તો વાસના શમે.
* પૂર્ણતાનો અનુભવ થાય તો વાસના શાંત થઈ જાય.
* વાસના ઉપભોગથી વધતી જાય છે.
* જોર-જુલમથી દમન કરવામાણ આવે તો પણ વધતી જાય છે.
* આ બંને પ્રક્રિયાનું કેવળ સૈધ્ધાંતિક નહિ,પંઅ સત્ય જ્ઞાન જ વાસના શમાવનારૂ છે,અથવા વસ્તુ,પદાર્થ કે શરીરના સધન પરિચયથી જ તેની નિરર્થકતાનો ખ્યાલ આવે અને આ નિરર્થકતાનું જ્ઞાન હાડોહાડ ઊતરી જાય તો વાસના શમી જાય.