લોકટક તળાવ, મણિપુર-પ્રકૃતિની શ્રેષ્ઠ ભેટ જે સ્વર્ગ નો અહેસાસ કરાવે
પ્રકૃતિ અને માનવ મન વચ્ચેનો તાલમેલ કેટલીક જાદુઈ ક્ષણોને વણાટ કરે છે જે હૃદયમાં કોતરાઈ જાય છે.ભારતના મણીપુરના મોઈરંગ નજીક આવેલું મીઠા પાણીનું લોકટાક તળાવ સૌથી મોટું તો છે જ પણ ભારતનું એકમાત્ર તરતું અભયારણ્ય છે. આ તળાવમાં અનેક પ્રકારની વિશિષ્ટ વનસ્પતિ તરતી જોવા મળે છે.
લોકટાક તળાવ ૩૫ કિલોમીટર લાંબુ અને ૧૩ કિલોમીટર પહોળું છે અને ૯ ફૂટ ઊંડું છે. તળાવ વચ્ચે નાનકડા ટાપુઓ છે. મણીપુરના નદીના પાણીના સ્ત્રોતમાંથી આ તળાવ મીઠા પાણીનું બન્યું છે.
પ્રાચીન કાળથી જાણીતા આ તળાવના વૈજ્ઞાાનિક સંશોધનો થયાં છે. તળાવમાં માત્ર પાણી પીને ઉછરતી પાણીમાં તરતી ૨૩૩ જાતની વનસ્પતિ જોવા મળે છે. તળાવના વિસ્તારમાં ૨૮ જાતના યાયાવરી પક્ષીઓ અને ૫૭ જાતનાં જળચર પક્ષીઓ જોવા મળે છે. જાતજાતના હરણ ઉપરાંત ૪૨૫ જાતના પ્રાણીઓ અને ૧૭૬ જાતના જળચરો જોવા મળે છે. કબૂલ લાપથે નેશનલ પાર્કમાં હુલોક ગીબ્બત નામના વિશિષ્ટ વાનર જાણીતા છે. તળાવ વચ્ચે ટાપુઓ ઉપર સહેલાણી સ્થળ વિકસ્યાં છે. મણીપુર આવતા પ્રવાસીઓ આ સરોવરની સહેલગાહે અચૂક આવે છે.
લોકટક તળાવ એ ઉત્તર-પૂર્વ ભારતનો સૌથી મોટો તરતો તળાવ છે. તેને વિશ્વની એકમાત્ર તરતું તળાવ પણ કહેવામાં આવે છે કારણ કે નાના પ્લોટ અથવા ટાપુઓ અહીંના પાણીમાં તરતા હોય છે. આ ટાપુઓ ફુમડી તરીકે ઓળખાય છે. આ ફૂમડી છોડ માટી, અને કાર્બનિક પદાર્થોથી બનેલા છે અને પૃથ્વીની જેમ સખત હોય છે. તેઓએ તળાવનો મોટો ભાગ આવરી લીધો છે. ફૂમડીથી બનેલા આ તળાવને જોવું એ પોતાનામાં એક અનોખી લાગણી છે, જેનો અનુભવ ફક્ત અહીં જ થઇ શકે છે. દુર થી જોઇને મન ના માને તો ફૂમડી ઉપર બનેલા કોટેજ માં પણ રહી શકો છો.
ફૂમડીનો સૌથી મોટો ભાગ તળાવના દક્ષિણપૂર્વ ભાગમાં સ્થિત છે, જે 40 ચોરસ કિલોમીટર સુધી લંબાય છે. આ સૌથી મોટા ભાગમાં વિશ્વનો સૌથી લાંબો અને ફ્લોટિંગ પાર્ક છે જેનું નામ કેબુલ લમજાઓ નેશનલ પાર્ક છે. આ પાર્કમાં હરણની દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળે છે. તેમને મણિપુરી ભાષામાં સંગી કહેવામાં આવે છે.
મણિપુરના આર્થિક વિકાસમાં લોકટક તળાવનું મહત્વનું યોગદાન છે. આ તળાવના પાણીનો ઉપયોગ જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, સિંચાઇ અને પીવાના પાણી માટે થાય છે. આ ઉપરાંત આ તળાવની આજુબાજુ રહેતા માછીમારોની આજીવિકા પણ છે. સ્થાનિક ભાષામાં, આ માછીમારોને “ફૂમશોંગ” કહેવામાં આવે છે. ફુમડીનો ઉપયોગ સ્થાનિક લોકો માછલી પકડવા, તેમની ઝૂંપડીઓ બનાવવા અને અન્ય ઉપયોગ માટે કરે છે. આ માછીમારોની માછીમારીની કળા પણ અનોખી છે. આ ગ્રામજનો માછલી પાલન માટે ફૂમડી નો નકલી ગોળકાર બનાવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 1 લાખથી વધુ લોકો આ તળાવ પર નિર્ભર છે.
લોકટક તળાવની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: તળાવની નિર્વિવાદ સુંદરતાનો સ્વાદ માણવા માટે નવેમ્બરથી મે શ્રેષ્ઠ સમય છે.