યજ્ઞની સાક્ષીએ અને સપ્તપદીના મધુર મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થતા લગ્ન ને જીવનભર નિભાવવા માટે પ્રેમ અને સહનશીલતા બંને પરિબળોની ડગલેને પગલે હાજરી હોવી જરૂરી છે. આ બંને તત્વોની ગેરહાજરીમાં લગ્ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્ન માત્ર સામાજીક મોભો જાળવવા માટેનું આડંબર બની રહે છે. એક લગ્નનો અર્થ માત્ર ભોગ વિલાસ કે વંશવૃધ્ધિ જ નથી, સ્ત્રી, પુરૂષે ડગલેને પગલે એક બીજા સાથે સહકાર કેળવવો, હૂંફ આપવી, નબળી ક્ષણે પણ સાથ નિભાવવો, બાળકોનો તંદુરસ્ત વિકાસ, તેનું શિક્ષણ વગેરે સાથે કુટુંબ વ્યવસ્થાનો મૂળ આધાર બનવો વગેરે પણ છે, અને તેથી જ આપણા શાસ્ત્રોએ લગ્ન ને એક સંસ્થાનું સ્વરૂપ આપ્યું, સંસ્થા એટલે જ સુવ્યવસ્થિ ગઠન જયાં સૌને વિકાસની તક મળી રહે, અને આ માટે સપ્તપદી વચનોનું નિર્માણ થયું. પુરાણકાળમાં લગ્ન કરવા માટે પણ મંજુરીની જરૂરી પડતી ગમેતેવા લગ્નો સમાજ માટે નુકશાનકારક નિવડશે તેમ મનાતુ આથી, તપસ્વી ઋષિઓના આશ્રમમાંથી સારા-શિક્ષીત યુવાનો તેમજ યુવતી જેઓ માનસિક રીતે તેમજ શારીરિક રીતે યોગ્ય હોય, વિચારશીલ હોય અને ઋષિની આજ્ઞા હોય તો તેઓ લગ્ન બંધનમાં બંધાતા, અને તેઓનું લગ્નજીવન ખરા અર્થમાં અર્થસભર બની રહેતું. લગ્ન સંસ્થાના નિયમ મુજબ સ્ત્રી પોતાના પતિને ઘેર જાય છે, અને ત્યાંના વાતાવરણમાં સુમેળ સાધી સમાયોજના ગોઠવવાનું હોય છે. આથી લગ્નને સ્ત્રી પ્રધાન ગણવામાં આવેલ છે. અર્થાત તેમાં સ્ત્રીનો ફાળો મુખ્ય હોય. ત્યાં તેણે દૂધમાં સાકર ભળે તેમ ભળવાનું હોય છે. સાકર ભલે ભૌતિરૂપે દૂધમાં દેખાતી ન હોય છતાં દૂધના દરેક ઘૂંટડામાં તેનું અસ્તિત્વ જણાય છે જ. સ્ત્રી શક્તિ છે. પરંતુ અદશ્ય શક્તિ છે. પુરૂષના જીવન ઉપર તેની અસર સતત વર્તાય છે. પુરૂષના હસતા ચહેરા પછળ પણ તેની પત્નિનો ફાળો હોય છે. તેના દરેક કાર્ય પાછળ સ્ત્રી શક્તિ અદશ્ય રીતે કામ કરતી હોય છે. તેના દરેક કાર્ય પાછળ સ્ત્રી શક્તિ અદશ્ય રીતે કામ કરતી હોય છે. એટલે જ દરેક સફળ પુરૂષ પાછળ તેની પત્નિનો હાથ હોય છે. તો એ ઉક્તિ જાણીતી છે.