રાશિ પ્રમાણે તમારા પ્રેમી / જીવનસાથી નો સ્વભાવ જાણૉ…
એવું કહેવામાં આવે છે કે, જીવનમાં એકવાર તો પ્રેમ બધાને થાય છે. પ્રેમનો પાયો વિશ્વાસ પર સ્થિત હોય છે. આ બધા પછી પણ પ્રેમી અથવા પ્રેમિકાના મનમાં એક સવાલ જરૂર ઉભો થાય છે કે, તેના પાર્ટનરનો સ્વભાવ કેવો હોવો જોઇએ, જેવો તે દેખાવાની કોશિશ કરે છે કે તેની સિવાય પણ તેનો અલગ સ્વભાવ છે.
તમારો પ્રેમી અથવા પ્રેમિકા તમને દગો આપી રહ્યો છે અથવા તેનો પ્રેમ સાચો જ છે, તે વાત તો કોઇ જાણી શકતું નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેના સ્વભાવ વિશે ઘણું બધુ જાણી શકાય છે. વ્યક્તિના સ્વભાવ તેનું નામ એટલે કે, રાશિથી પ્રભાવિત થાય છે. તો તમારા પ્રેમી અથવા પ્રેમિકાની રાશિ મુજબ તમે પણ તેનો સ્વભાવ સરળતાથી જાણી શકો છો. તો કરો તમારા પ્રમી અથવા પ્રેમિકાની રાશિ પર ક્લિક અને જાણો તેમનો સ્વભાવ…
મેષ રાશિઃ-(અ.લ.ઈ)
મેષ રાશિવાળા આકર્ષક અને પ્રભાવશાળી સ્વભાવવાળા હોય છે. તેમનું વ્યક્તિત્વ રૂઆબદાર અને મર્દાની હોય છે, જેનાથી દરેક પ્રકારની યુવતીઓ તેમની તરફ તરત જ આકર્ષિત થઇ જાય છે. મેષ રાશિવાળા વ્યક્તિ ઉતાવળમાં પ્રેમ કરે છે અને તેમનો પ્રેમ વધારે દિવસ સુધી ટકી શકતો નથી. કામુક સ્વભાવને કારણે આ લોકો શારીરિક સંબંધ બનાવવામાં વઘારે વિશ્વાસ કરે છે.
આ લોકો રોમેન્ટિક વ્યક્તિત્વના ઘની હોય છે. મેષ રાશિવાળા જેટલી ઉતાવળમાં કોઇથી પ્રેમ કરે છે, તેનાથી પણ વધારે જલ્દીમાં તેમનો પ્રેમ સંબંધ તૂટે જાય છે અને આ રાશિના લોકો તે પ્રેમજાળમાંથી તરત જ મુક્ત થઇ જાય છે.
વૃષભ રાશિઃ- (બ.વ.ઉ)
વૃષભ રાશિવાળા ઉત્તમ શ્રેણીના પ્રેમી હોય છે. વૃષભ રાશિવાળા લોકો પ્રેમ સંબંધ બનાવવામાં મહારત હાંસિલ થાય છે. આ લોકો ખૂબ જ જલ્દી કોઇપણ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બનાવવામાં સક્ષમ હોય છે. આ રાશિના લોકો પ્રેમમાં ધણા ભાવુક હોય છે. પોતાના પ્રેમી અથવા જીવનસાથીના પ્રત્યે તેમના પ્રેમની કોઇ સીમા હોતી નથી.
આ રાશિના લોકોના સંબંધ ધણા મજબૂત હોય છે અને આ લોકો જીવનભર સંબંધ નિભાવે છે. તેમના વૈવાહિક જીવનમાં ઘણા આનંદ ઉલ્લાસ ભર્યો હોય છે અને તેમના જીવનસાથી સાથે તેઓ ખૂબ જ ખુશ રહે છે. આ રાશિના લોકો તેમના જીવનસાથી અથવા પ્રેમીને દરેક પરિસ્થિતિમાં સહારો આપે છે અને તેમની પરેશાનીઓને દૂર કરવાનો પૂરો પ્રયાસ કરે છે.
મિથુન રાશિઃ-(ક.છ.ઘ)
આ રાશિના લોકોના જીવનમાં સામાન્ય રીતે ઘણા પ્રેમ સંબંધ હોય છે. આ જ કારણે ઘણા લોકોના એકથી વધારે લગ્ન પણ થાય છે. તેમનો સ્વભાવ વિપરીત લિંગ પ્રત્યે ખૂબ જ જલ્દી આકર્ષિત થઇ જાય છે. જો એવું કહેવામાં આવે કે મિથુન રાશિવાળા હ્રદયસાથે રમવું ખૂબ જ સારી રીતે જાણે છે તો તેમા કોઇ આશ્ચર્યની વાત નથી.
આ રાશિના લોકો પ્રેમ સંબંધ બનાવવામાં માહેર હોય છે. આ રાશિના મોટાભાવના લોકો વિવાહને વધારે મહત્વ નથી આપતા અને અન્ય પ્રેમ સંબંધોમાં ખોવાયેલા રહે છે. આ લોકો કોઇપણ કારણે બંધાઇને રહી શકતા નછી, તેમનું મન અહીંથી ત્યાં ભટક્યા કરે છે.
કર્ક રાશિઃ-(ડ.હ)
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કર્ક રાશિવાળા વ્યક્તિ પ્રેમ વિષયમાં ઘણા મૂડી હોય છે. આ લોકો પોતાના સંબંધો પ્રત્યે પ્રામાણિક હોય છે અને તેમની જવાબદારી પર તેઓ ખૂબ જ નિભાવે છે. ઘણીવાર તેમના વૈવાહિક જીવનમાં માતા-પિતાના હસ્તક્ષેપના કારણે ઘણી પરેશાનીઓ ઉત્પન્ન થાય છે. તેઓ પોતાના જીવનસાથી અથવા પ્રેમીની ભાવનાઓની કદર કરે છે.
સામાન્ય રીતે તેમના જીવનમાં વિવાહ પછી ઘણા પરિવર્તનો આવી જાય છે અથવા એવું કહેવામાં આવે કે મોટાભાગની કર્ક રાશિવાળોનો ભાગ્યોદય લગ્ન પછી જ થાય છે. પ્રેમ સંબંધોને લઇને આ લોકોમાં નિર્ણય લેવાની ક્ષમતા એટલી રાશિ હોતી નથી, તેમનું મગજ સ્થિર નથી રહી શકતું.
સિંહ રાશિઃ- (મ.ટ)
સિંહ રાશિના લોકો એવી અવાજના ધની હોય છે, જેને સાંભળીને યુવતીઓ તેમનાથી પ્રભાવિત થયા વિના રહી શકતી નથી. આ લોકોનું વ્યક્તિત્વ સિંહની સમાન હોય છે. આ લોકો ખુલ્લા વિચારોવાળા હોય છે અને આકર્ષક વ્યક્તિત્વના ઘની હોય છે. આ રાશિવાળા લોકો સારા પ્રેમી હોય છે અને તેમનો પ્રેમ સંબંઘ ઘણી હદ સુધી સફળ પર રહે છે.
પ્રેમ સંબંધોને લઇને તેમને વિશેષ મહારત હાસિંલ હોય છે. સિંહ રાશિવાળા લોકોને આદર્શ પ્રેમી કહી શકાય છે. આ લોકો ભાવુક અને સુંદર શરીર ધરાવનાર હોય છે. સાથે જ, આ લોકો વૈવિહિક જીવનને અંત સુધી નિભાવે છે.
કન્યા રાશિઃ-(પ.ઠ.ણ)
કન્યા રાશિના લોકોની ગણતરી મહાન પ્રેમીઓમાં થઇ શકતી નથી. આ રાશિના લોકો આકર્ષક વ્યક્તિત્વના ધની હોય છે. કોઇપણને પ્રભાવિત કરવામાં તેમને મહારત હાસિંલ થાય છે. જોકે, આ રાશિના લોકોને સારા પ્રેમીઓની શ્રેણીમાં રાખી શકાય છે. આ રાશિના લોકો સારા અને પ્રામાણિક જીવનસાથી સિદ્ધ થાય છે.
આ રાશિના લોકોનું વૈવાહિક જીવન ઘણું મજબૂત હોય છે. પોતાના પરિવાર પ્રત્યે તેમને ઉંડી લાગણી હોય છે, પરિવાર માટે કંઇપણ ત્યાગ કરી શકે છે. આ રાશિના લોકોના વિચાર માત્ર તેમના શારિરીક સુખ પ્રાપ્ત કરવા માટે નથી હોતા પરંતુ તેમના હ્રદયથી હ્રદયને મળવું વધારે જરૂરી હોય છે.
તુલા રાશિઃ-(ર.ત)
જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલા રાશિના લોકોની ગણતરી મહાનતમ પ્રેમીઓમાં કરી શકાય છે. કારણ કે, આ રાશિના લોકો પ્રેમની ઉંડાઇને ઘણી સારી રીતે જાણી શકે છે. આ લોકો ક્યારેય એકલું રહેવું પસંદ કરવા નથી, દુઃખની પરિસ્થિતિમાં તેમને કોઇ મિત્ર અથવા પ્રેમીની સાથે વધારે લોકોની મદદની જરૂર હોય છે.
તેમનું વ્યક્તિત્વ ઘણું આકર્ષક હોય છે જે અન્ય લોકોને તેમની કરફ આકર્ષિત કરે છે. આ રાશિના લોકોને મળીને કોઇપણ વ્યક્તિ તરત જ મોહિત થઇ જાય છે. આ રાશિના પ્રેમી કોઇ પણ વ્યક્તિને મળીને તેમના સ્વભાવ વિશે અંદાજો લગાવી શકે છે. આ રાશિના લોકોનો પ્રેમ એક પવિત્ર બંધન સમાન હોય છે.
વૃશ્ચિક રાશિઃ- (ન.ય)
વૃશ્ચિક રાશિના લોકો વિવાહ પૂર્વે ઉચ્ચ આદર્શ પ્રેમી હોય છે. પોતાના પ્રેમી માટે કંઇપણ કરી શકે છે અને બધું જ ત્યાગ કરવા પણ તૈયાર રહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્ચિક રાશિના પ્રેમી પોતાના સાથી પ્રત્યે બધી જ રીતે પ્રામાણિક રહેવાનો પ્રયાસ કરે છે. આ રાશિવાળા લોકોમાં ઇર્ષ્યાની ભાવના પણ ઘણી વધારે હોય છે.
આ લોકો પોતાની પ્રેમી અથવા જીવનસાથીની રક્ષા માટે હંમેશા તૈયાર રહે છે. તેમને પરિવાર અને મિત્રોથી પણ પૂરો સહયોગ પ્રાપ્ત થાય છે. તેમને રોમેન્ટિક પ્રેમિઓની શ્રેણીમાં રાખી શકાય છે. તેમનું શારીરિક સૌન્દર્ય જોવાથી જ બને છે, જેનાથી વિપરીત લિંગ તેમના પ્રત્યે ખૂબ જ આકર્ષિત થઇ જાય છે.
ધન રાશિઃ- (ભ.ધ.ફ.ઢ)
આ રાશિના પ્રેમી ઘણા સંવેદનશીલ અને સુખમિજાજ હોય છે. આ રાશિના લોકો દરેક પળને આનંદથી વિતાવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધન રાશિના વ્યક્તિ સારા પ્રેમી હોય છે પરંતુ લાંબા સમય સુધી તેમનો પ્રેમ સંબંધ ટકી શકતો નથી. આ કારણથી તેમના ઘણા પ્રેમી પણ હોય છે. તેમને હંમેશા નવા ચહેરા આકર્ષિત કરતા રહે છે.
એક પ્રેમીની સાથે હમેશાં બંધાઇને રહેવું તેમના સ્વભાવમાં નથી હોતું જેનાથી ઘણીવાર તેમના જીવનસાથી અથવા પ્રેમીથી વિવાદ પણ થઇ જાય છે. મોટાભાગે આ રાશિના લોકો પ્રેમમાં દગો મળવાથી દુઃખી જરૂર થાય છે પરંતુ જલ્દી જ પોતાના નવા સાથીની શોધ પણ કરી લે છે.
મકર રાશિઃ-(ખ.જ)
મકર રાશિના લોકો થોડા જીદ્દી સ્વભાવના હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સ્વભાવને કારણે તેમના પ્રેમ સંબંધમાં ઘણી પરેશાનિઓનો સામનો પણ કરવો પડે છે. આ લોકો પોતાના જીવનસાથીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની સુરક્ષા પણ કરે છે પરંતુ પોતાની આદતોને કારણે ઘણીવાર તેમના ઝગડા પણ થઇ જાય છે.
મકર રાશિવાળા પ્રેમિઓને સારા પ્રેમીઓની શ્રેણીમાં નથી રાખી શકાતા કારણ કે તેમનો બદલતો સ્વભાવ તેમની લવ લાઇફને પ્રભાવિત કરે છે. પરપંતુ આ રાશિના લોકો એકવાર જેને પોતાના માની લે છે તેમની પ્રત્યે પૂરી પ્રામાણિકતા રાખે છે, મકર રાશિના લોકોમાં આ જ તેમનો સૌથી ખાસ ગુણ છે.
કુંભ રાશિઃ-(ગ.સ.ષ.શ)
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના પ્રેમી ઘણા ભાવુક અને દરેક કાર્યને હ્રદયથી કરનારા હોય છે. આ રાશિના લોકો થોડા મુડી હોય છે. તેમનો પ્રેમ ચિર સ્થાળી હોય છે. પ્રેમમાં આ લોકો અતિ ભાવુક થઇ જાય છે. આ લોકો કોઇ અજાણ્યા લોકો સાથે પણ નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. મનથી ચંચળ હોવાને કારણે તેમને હમેશાં કંઇક નવું કરવાની આદત હોય છે.
આ રાશિના લોકો પોતાનું જીવન સ્વતંત્રતાથી જીવવું પસંદ કરે છે. પોતાના જીવનસાથી પર પૂરો વિશ્વાસ રાખે છે. ગુસ્સો આ રાશિના લોકોને ખૂબ જ ઓછો આવે છે પરંતુ જ્યારે પણ આવે છે તેઓ નિયંત્રણ રાખી શકતા નથી. તેના પરિણામ સ્વરૂપ તેમને ઘણી પરેશાનીઓનો સામનો પણ કરવો પડે છે.
મીન રાશિઃ-(દ.ચ.ઝ.થ)
મીન રાશિના પ્રેમીનો સ્વભાવ માછલી જેવો હોય છે. એટલે કે, આ રાશિના લોકોમાં તેવા જ ગુણ હોય છે. આ રાશિના લોકો અતિ ભાવુક હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભાવુકતાના કારણે આ લોકો ખૂબ જ જલ્દી વિપરિત લિંગ પ્રત્યે આકર્ષિત થઇ જાય છે અને તેમના પ્રેમમાં પડી જાય છે. તેમને કોઇપણ વ્યક્તિ સરળતાથી પ્રભાવિત કરી શકે છે.
આ લોકો પ્રેમમાં અતૂટ સંબંધ બનાવી રાખવા માંગે છે પરંતુ તેમનું હ્રદય વારંવાર તૂટી જાય છે. જોકે, આ રાશિના લોકોની લવ લાઇફ સામાન્ય જ રહે છે. તેમની વિચારધારા હોય છે કે, તેમનો લવ પાર્ટનર તેમના પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ રાખે અને સમજદાર રહે.