રામાયણના પાત્રો
રામ – રામાયણનું મુખ્ય પાત્ર.
સીતા – રામના પત્ની.
લવ – રામ અને સીતાનો પુત્ર.
કુશ- રામ અને સીતાનો પુત્ર.
દશરથ – રામના પિતા. અયોધ્યાના રાજા.
કૌશલ્યા – રામની માતા.
કૈકૈયી – દશરથ રાજાના પત્ની અને ભરતની માતા
સુમિત્રા – દશરથ રાજાના પત્ની અને લક્ષમણની માતા
લક્ષ્મણ – રામના ભાઇ. સુમિત્રાનો મોટો પુત્ર.
ભરત – રામના ભાઇ. કૈકેયીનો પુત્ર.
શત્રુધ્ન – રામના ભાઇ. સુમિત્રાનો નાનો પુત્ર.
જનક-સુનયના – સીતાના પિતા-માતા.
ગુહ – રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા.
વશિષ્ઠ – અયોધ્યાના રાજ્યગુરુ
વિશ્વામિત્ર – રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર.
સુગ્રીવ – વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. રામનો મિત્ર.
વાલી – વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. સુગ્રીવનો મોટો ભાઇ.
તારા – વાલીની પત્ની.
હનુમાન- સુગ્રીવનો મંત્રી, રામનો ભક્ત.
જાંબુવન – રીંછકુળનો સુગ્રીવની સભામાં મંત્રી.
અંગદ – વાલીનો પુત્ર
નલ- વિશ્વકર્માનો પુત્ર, સુગ્રીવનો સેનાની.
જટાયુ – ગીધ પક્ષી, દશરથનો મિત્ર.
સંપાતિ – જટાયુનો મોટો ભાઇ.
રાવણ – લંકાનો રાક્ષસ કુળનો રાજા અને શિવ નો પરમ ભક્ત.
મંદોદરી – રાવણની પટ્ટરાણી.
વિભીષણ – રાવણનો નાનો ભાઇ અને મંત્રી.
કુંભકર્ણ – રાવણનો નાનો ભાઇ.
શૂપર્ણખા – રાવણની બહેન.
ખર, દૂષણ – રાવણની દંડકારણ્યમાંની સેનાના અધિપતિ.
મારિચ – તાડકાનો પુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ.
મેઘનાદ, ઇન્દ્રજીત – રાવણનો મોટો પુત્ર.
મકરધ્વજ – હનુમાનજીનો પુત્ર.
ઉર્મિલા – લક્ષમણના પત્ની.
માડવી – ભરતના પત્ની.