વીસમી સદીના મધ્યાંતે જયારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનુ પુનઃતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને (મિત્રો અને સબંધીઓના રવિભાઇ) ફળે જાય છે. ચોવીસ વર્ષની વયે તેમને જે. જે. સ્કુલ ઑફ્ આટ્ર્સનો મેયો ચંદ્રક દાન થયો, ૧૯૩૦માં સાહિત્યકારોએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો, ઇ. સ. ૧૯૩૩માં કવિસમ્રાટ બ.ક.ઠાકોરે ચિત્રકલાને કવિતાની માજણી બેનડી કહી, ઇ. સ. ૧૯૩૬માં ગાંધીજીએ કઙ્ગાું, ‘મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી‘, આગળ જતાં કાકા કાલેલકરે તેમને ગુજરાતના કલાગુરુના સ્થાને બિરદાવ્યા અને ભારત સરકારે તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું. ઇ. સ. ૧૭૨૩ માં ભાવનગરના તોરણ બંધાયા ત્યારથી વસેલા અૌદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો. આપમેળે આગળ વધેલા પિતા રાવ સાહેબ મહાશંકર રાવળ સૌરાષ્ટ્રની એક માત્ર બેંક ભાવનગર દરબાર બેંકના ણેતા હતા, પણ કલાના સ્ત્રોત રવિભાઇને તેમના બા (માતાજી) માણેકબા પાસેથી મળ્યાં. ઇ. સ. ૧૯૦૯માં તેમના લગ્ન શિવશંકર ત્રવાડીના પુત્રી રમાબેન સાથે થયા. ‘વીસમી સદી‘ના અધિષ્ઠાતા હાજીમહમદ અલારખિયા શિવજી પાસેથી તેમને મૈત્રી અને કલાના પુનરુત્થાનની ેરણા મળ્યાં. રવિભાઇએ એક સિદ્ધ ચિત્રકાર, કલામિમાંસક, કલાશિક્ષક, પત્રકાર અને વિચારક તરીકે ગુજરાતને નીચેનો વારસો આપ્યો. ૧. ‘કુમાર‘ માસિક ૩. કનુ દેસાઈ, રસિકલાલ પરીખ, સોમાલાલ શાહ, છગંનલાલ જાદવ વિગેરે તેમના હાથ નીચે કલાનું શિક્ષણ પામેલા, મશહૂર બનેલા ચિત્રકારો . ૩. તેમના કલાચિત્રોનો સંગ્રહ ૪. ફેટોગ્રાફ્ી અને છાપકામ કલાની શરૂઆત રવિશંકર રાવળે ’કુમાર’ ઉપરાંત અન્ય સામાયિકોમાં કલા વિશેના અનેક લેખો લખ્યા હતા. આ ઉપરાંત કલા વિશે સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં છે. જેમાં ’અજંતાના કાલમંડપો’, ’કલાચિંતન’, કલાકારની સંસ્કારયાત્રાીંીં’ અને ’આત્મકથાનક’ જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેઓએ અમદાવાદમાં ’ગુજરાત કલાસંદ્ય’ની સ્થાપના કરી હતી. તેઓએ ’ગુજરાત રાજય લલિતકલા અકાદમી’ના વાઇસ ચેરમેનના પદને શોભાવ્યું હતું. કલાક્ષેત્રના ધુરંધર એવા રવિશંકરજીને ઇ. સ. ૧૯૩૦ના વર્ષમાં સાહિત્યક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર ’રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો. ઇ.સ. ૧૯૬૬ના વર્ષમાં શ્રી રવિશંકર રાવળને ભારત સરકાર તરફ્થી પદ્મશ્રીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બાળકો માટેના સામાયિક ’ચાંદાપોળી’, સિધ્ધ પુસ્તકો ’કૈલાસમાં રાત્રિ’, ’હેમચંદ્રાચાર્ય’, ’અખો’ તેમ જ ’કનૈયાલાલ મુનશીની પાત્રસૃષ્ટિ’ના ચિત્રો કલાગુરુ રવિશંકર રાવળની ચિત્રકલાના નોંધપાત્ર નમૂનાઓ છે.