રગડા પેટીસ
સામગ્રી:
૨૦૦ ગ્રામ કઠોળ ના લીલા વટાણા
૧ નંગ ડુંગળી ની પેસ્ટ
૩ થી ૪ કળી લસણ ક્રશ કરેલું
૨ ટામેટા ની પ્યુરી
૩ થી ૪ લીલા મરચા ક્રશ કરેલા
૧ નાનો ટુકડો આદું ક્રશ કરેલું
૨ ટી.સ્પૂન લાલ મરચું
૨ ટી.સ્પૂન ધાણાજીરું
૧ ૧/૨ ટી.સ્પૂન હળદર
સ્વાદ પ્રમાણે મીઠું
૨ ટેબ.સ્પૂન ખાંડ
૨ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
૨ ટેબ.સ્પૂન તેલ
૧ ટી.સ્પૂન ગરમ મસાલો
૧ ટી.સ્પૂન જીરું
પેટીસ માટે:
૫ નંગ બાફેલા બટાકા
સ્વાદ પ્રમાણે મીઠું
૨ થી ૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
૧ થી ૧/૨ ટેબ.સ્પૂન આરા લોટ (જરૂર પ્રમાણે)
૨ ટેબ.સ્પૂન ખાંડ
૧ ટી.સ્પૂન ગરમ મસાલો
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી ડુંગળી
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોબીજ
૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા કેપ્સીઈક્મ
૨ ટેબ.સ્પૂન ઝીણા સમારેલા ગાજર
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
ચપટી લીંબુ ના ફૂલ
શેલો ફ્રાય કરવા માટે તેલ
ગાર્નીશિંગ માટે:
સેવ
ઝીણા સમારેલા ટામેટા
દાડમ ના દાણા
ઝીણી સમારેલી કોથમીર
ખજુર આંબોળિયા ની ચટણી
રીત:
રગડો બનાવવા માટે:
-સૌ પ્રથમ ૪ થી ૫ કલાક પલાળી ને રાખેલા વટાણા ને બાફી ને સાઈડ પર રાખો
-બીજા એક પેન માં તેલ મૂકી તેમાં જીરું નો વઘાર કરી તેમાં ડુંગળી અને લસણ સાંતળો
-ત્યારબાદ તેમાં આદું મરચા ની પેસ્ટ નાખી પછી ટામેટા ની પ્યુરી ઉમેરો
-બરોબર ખદખદે એટલે તેમાં મીઠું,મરચું,હળદર,ધાણાજીરું,ખાંડ,ગરમ મસાલો અને ટોમેટો કેચપ ઉમેરો.
-ઉકળી ને એકરસ થાય પછી બાફેલા વટાણા ઉમેરો.
-૩ થી ૪ મિનીટ માટે ઉકાળી ને ગેસ બંધ કરી દો.
પેટીસ માટે:
-બાફી ને છીણેલા બટાકા માં મીઠું,લીલું મરચું,લીંબુ ના ફૂલ,ખાંડ,ગરમ મસાલો,ડુંગળી ,કોથમીર,અને જરૂર પ્રમાણે આરા લોટ ઉમેરી નાની નાની પેટીસ વાળી
-નોન સ્ટીક તવી પર બન્ને બાજુ બદામી રંગ ની થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.
-તૈયાર થયેલી ૨ પેટીસ ને સર્વિંગ ડીશ માં મૂકી તેની પર રગડો પથરો.
-તેની પર ખજુર,આંબોળિયાની ચટણી અને લીલી ચટણી રેડો
-ત્યારબાદ તેની પર વલોવેલું દહીં રેડો,ઈચ્છા હોય તો લસણ ની ચટણી પણ રેડી શકાય.
-ત્યાર બાદ તેની પર સેવ ભભરાવો.અને પછી ટામેટા,કાંદા,કોથમીર અને દાડમ ના દાણા વડે ગાર્નીશ કરી ગરમ ગરમ પીરસો.