રણમાં ભુલી પડી.ગયેલ હું રાહદાર છું.
પ્યારની એક બુંદ. માટે તરસી રહેલ
પ્યાસ છું હું.
હવાની લહેરખીના મળે એ પાનખર છું
પામ્યા પછી મૂલ્ય ન મળે તે મૃગજળ છું
ખરી જાય વસંતના પાન જયાં,એ પળ છું.
ના તપાસો મારી આ નિરજ જીદગી ને
ભરચોમાસે અટવાયેલ અનાવૃષ્ટિ છું.
ન આવશો કોઈ મારી આ ખાલી દુનિયાની ભીતરમાં,
દિલાસાનો આધઆર લઈ જીવવાનો આત્મા છું.
મને શોધવા આમતેમ ફાફા ન મારશો,
તમારા જ દિલમાં જડી રહેલ યાદ છુ.
મીના પરમાર