શહેરની કેટલીક સુંદર યુવતીઓ કે કોલેજ કન્યાઓ આજકાલ મોબાઇલ રોમિયોના ત્રાસથી પરેશાન થઇ ગઇ હોવાનો
વ્યાપક કિસ્સા પ્રકાશમાં આવ્યાં છે. જયારે આવી યુવતીઓ કે કોલેજ કન્યા ફોન કે સીમકાર્ડ રિચાર્જ કરાવવા જાય ત્યારે જો
તે થોડી સાવધ રહેશે તો રોડ રોમિયો કે મોબાઇલ રોમિયોના ત્રાસથી છૂટકારો મેળવી શકશે.
તાજેતરમાં અમરાઇવાડીમાં રહેતી એક સાધના નામની સુંદર કોલેજ કન્યા (નામ બદલ્યું છે) પોતાનો મોબાઇલ રિચાર્જ
કરાવવા ગઇ ત્યારે તેને ખ્યાલ ન આવે તેમ દુકાન બહાર ઉભેલા કેટલાક લુખ્ખાં તત્ત્વોએ તેનો ફોન નંબર લખી લીધો
હતો. ત્યારબાદ તે જયારે ઘેર પહાચી ત્યારે આ તત્ત્વો દ્વારા તેને વારંવાર પરેશાન કરવામાં આવવી.
જયારે સાધનાએ આ બાબતથી કંટાળીને પોતાના પરિવારજનોને આ વાત કરી ત્યારે ફોન ટેપ કરાતાં તે તત્ત્વોની જાળ
મળી. જેથી પોલીસ દ્વારા આ તત્ત્વોને યોગ્ય નસીહત અપાઇ.
જો મોબાઇલ કે સેલફોન ચાર્જ કરાવતી વખતે થોડાક સાવધાન રહીએ તો પાછળથી આવતી અનેક તકલીફોમાંથી મુકિત
મળે છે.
જયારે તમે સીમકાર્ડ રિચાર્જ કરાવવા જાવ ત્યારે તમારો નંબર મોટેથી બોલવાને બદલે કોઇ કાગળ પર લખી દુકાનદારને
વંચાવો. રિચાર્જ થયા બાદ તે કાગળ ફાડી નાખો.
રિચાર્જ કરાવવા શકય હોય તો યુવતીને જવાને બદલે છોકરાને મોકલવા.
રિચાર્જ પરિચિત દુકાનદાર પાસે મોબાઇલ દ્વારા કરાવવાનો પસંદ કરવું.
રિચાર્જ વખતે અન્યોની હાજરીમાં ફોન પર વાત દરમિયાન પોતાનો નંબર મોટેથી બોલીને આપવાનું ટાળો.